4 શરમજનક વાતો, એને નોકામ્યો વાતો, એને હસી મજાક વાતો નાંય ઓઅરા જોજે, કાહાકા ઈ તુમહાન સોબા નાંય દેય, બાકી તુમહાન પોરમેહેરા ધન્યવાદ કોઅરા જોજે.
લોબ, લુચ્ચાઈ, છેતારના, જુઠા કામ, નિંદા, અભિમાન, ઓકાલ વગારન્યો વાતો,
તોવે આજુ વાહને ઉડયે તીબીરીયાસા ચ્યા જાગા પાહી યેને, જાં ચ્યાહાય પ્રભુ આભાર માન્યા પાછે બાખે ખાદેલ.
કાહાકા ચ્યાહાય પોરમેહેરા બોદા જ્ઞાનાલ નોકામ્યા હોમજ્યા, તે પોરમેહેરાયબી ચ્યાહાન ખારાબ કામે કોઅરાહાટી ચ્યાહાન ચ્યાહા નોકામ્યા મોના ઇચ્છા પરમાણે છોડી દેના, કા ચ્યા ખારાબ કામે કોએ.
કાહાકા તુમા પોતાની પ્રાર્થનાથી આમે મોદાત કોઅતાહા, એટલે જીં વરદાન બો બોદહાથી આમહાન મિળી ચ્યા લીદે બો બોદા લોક આમહે તરફથી પોરમેહેરાલ ધન્યવાદબી દેય.
યા, આપા પોરમેહેરાલ ચ્યા મહાન દાનાહાટી ધન્યવાદ દા, જી કાદાબી માઅહું પોતાના શબ્દાથી પુરીરીતેથી વર્ણન નાંય કોઅય હોકે જીં ચ્યાય આપહાન દેનહા.
તે આંય તુમહેહાટી સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, એને આંય જોવેબી પ્રાર્થના કોઅતાહાંવ મા પ્રાર્થનામાય તુમહાન યાદ કોઅતાહાંવ.
કોઅહિબી ખારાબ વાત નાંય બોલના, બાકી એહેકેન બોલે, જીં સમાયા ઇસાબે બીજહાહાટી હારાં એને ફાયદા રોય.
કોઅયેહેજ વાતે ચિંતા મા કોઅહા, બાકી બોદયે પરિસ્થીતીમાય તુમહે નિવેદન પ્રાર્થના એને વિનાંતી કોય ધન્યવાદા હાતે પોરમેહેરાલ આખા.
બાકી આમી તુમા રોગ કોઅના, ખિજવાય જાઅના, નિંદા કોઅના, એને ગાળી દેઅના, ઈ બોદા બંદ કોઅય દા.
એને જેહેકેન આનંદ તુમહે લીદે આમહાન પોરમેહેરા હામ્મે જાયો, ચ્યાહાટી આમા પોરમેહેરા આભાર કેહેકેન માની હોકજે?
બોદી પરિસ્થીતીમાય પોરમેહેરા ધન્યવાદ કોઆ, કાહાકા તુમહેહાટી ઈસુ ખ્રિસ્તામાય ઈંજ પોરમેહેરા મોરજી હેય.
યાહાટી આંય તુલ ખ્રિસ્તામાય યોક વિસ્વાસી રુપામાય યોગ્ય કામ કોઅરાહાટી આખતાહાવ, આંય ખ્રિસ્તા પ્રેષિતા રુપામાય ઈ ઈંમાત કોઅય હોકહુ, એને તુલ ઈ કોઅરાહાટી આગના બી દેય હોકહુ.
યાહાટી ઈસુથી આપા પોરમેહેરાલ આરાધનારુપી બલિદાના બેટ દેતા, એટલે ચ્યા ઓઠહા થી, જીં ચ્યાહાટી ચ્યા નાંવ બીજહાન પ્રગટ કોઅતા રોતા.
જોવે ચ્યા લોકહાન હિકાડતાહા, તે ચ્યા નોકામ્યા એને અભિમાનથી બોઆલા શબ્દાહા ઉપયોગ કોઅતાહા. ચ્યા લોકહાન દેખાડતાહા કા ચ્યે ચ્યા શરમાવનારા કામહાલ કોઅય હોકતાહા, જ્યેં ચ્યાહા શરીર કોઅરા માગતેહે એને ચ્યે ચ્યા લોકહાન પાછી પાપ કોઅરાહાટી ભરમાવી દેતહા, જ્યા આમી-આમી ઓહડા ખારાબ જીવનાથી બોચીન નિંગલા હેય.
બાકી યા પેલ્લા કા ચ્યાય સદોમા નાશ કોઅયો, ચ્યાય લોટાલ કા જો યોક ન્યાયી માઅહું આતો, શેહેરામાઅને કાડી દેનો એને યે રીતે ચ્યાલ વાચાડી લેદો. લોટ બોજ દુઃખી આતો, કાહાકા સદોમા લોક કોઅહાજ નિયમાહાલ માનતેં નાંય આતેં એને શરામ યેય ઓહડે કામે કોઅતે આતેં.
બાકી યા લોક ચ્યે વાતહે વિરુદ અપમાન જનક રીતેથી બોલતેહેં, જ્યાહાલ ચ્યે નાંય હોમજેત. બાકી જ્યેં વાતહેલ ચ્યે જાંઅતેહે, એને ચ્યાહાન સ્વભાવિક રીતે વિવેકહીન જોનાવરહા તરીકે કોઅતેહે, તે યા ચ્યા પાપમય કામહાલ કોઅનાથી ચ્યે પોત પોતાનાલ નાશ કોઅય દેતહેં.
જેહેકેન દોરિયા અશાંત લાફા ગંદો ગોંડો બોનાડેહે, તેહેકેનુજ યા લોક શરમજનક કામ કોઅતાહા. ચ્યા કોલહાક ચાંદાલાહા હારકા હેય, જ્યા યોક હિદયે વાટે નાંય ચાલેત, ચ્યે હિદી વાટ નાંય દેખાડે. પ્રભુ ચ્યાહાહાટી યોક જાગો થોવી રિયહો, જો પુરીરીતે આંદારાં હેય, જાં ચ્યાહાન કાયામહાટી રા પોડી.