20 એને પોરમેહેર જીં કાય આપહેહાટી કોઅહે, ચ્યે બોદી વાતહેહાટી સદા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય પોરમેહેર આબા ધન્યવાદ કોઅતે રા.
તુમહાય માન નાંય નિવડયો, બાકી માયે તુમહાન નિવડયા, એને તુમહાન નેમહ્યા કા તુમા જાયન ફળ લીયા, એને તુમહે ફળ ટોકી રોય, કા તુમા મા શિષ્ય હેય યાહાટી આબહાવોય માગા, એને તો તુમહાન દી.
ચ્યા યે વાતે લીદે ખુશ ઓઇન મોઠી સોબાયે હોમ્મેને જાતા રિયા, કા આપા ઈસુ લીદે અપમાનિત ઓઅના લાયકે ઠોર્યા.
પેલ્લા આંય તુમા બોદહાહાટી ઈસુ ખ્રિસ્તાકોય આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના બારામાય બોજ લોક વાત કોઅય રીઅલા હેય.
પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે મેળવી લેયના લીદે, તુમહાન પોરમેહેરા પાઅને બોજ સદા મોયા મિળલી હેય, યાહાટી આંય પોરમેહેરાલ સાદા ધન્યવાદ કોઅતાહાંવ.
ચ્યા પાછે, જોવે ખ્રિસ્ત પોરમેહેરા વિરોદ કોઅનારી બોદી ખારાબ શક્તિહી નાશ કોઅય દી, ચ્યા પાછે દુનિયા છેવાટ ઓઅય જાય, તોવે ખ્રિસ્ત પોરમેહેર આબાલ ચ્યા રાજ્ય હોઅપી દેઅરી કા તો ચ્યાવોય પુરીરીતે રાજ્ય કોઅય હોકે.
શરમજનક વાતો, એને નોકામ્યો વાતો, એને હસી મજાક વાતો નાંય ઓઅરા જોજે, કાહાકા ઈ તુમહાન સોબા નાંય દેય, બાકી તુમહાન પોરમેહેરા ધન્યવાદ કોઅરા જોજે.
આંય જોવે-જોવે તુમહે બારામાય વિચાર કોઅતાહાંવ, તોવે-તોવે આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.
કોઅયેહેજ વાતે ચિંતા મા કોઅહા, બાકી બોદયે પરિસ્થીતીમાય તુમહે નિવેદન પ્રાર્થના એને વિનાંતી કોય ધન્યવાદા હાતે પોરમેહેરાલ આખા.
તુમા જીં કાય બોલા કા કોઆ, તી બોદા પ્રભુ ઈસુવા નાંવ લેઈને કોઆ એને પ્રભુ ઈસુથી પોરમેહેર આબા ધન્યવાદ કોઆ.
એને જેહેકેન આનંદ તુમહે લીદે આમહાન પોરમેહેરા હામ્મે જાયો, ચ્યાહાટી આમા પોરમેહેરા આભાર કેહેકેન માની હોકજે?
બોદી પરિસ્થીતીમાય પોરમેહેરા ધન્યવાદ કોઆ, કાહાકા તુમહેહાટી ઈસુ ખ્રિસ્તામાય ઈંજ પોરમેહેરા મોરજી હેય.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.
ઓ વિસ્વાસી બાહાહાય એને પ્રિય લોકહાય આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅરા જોજે, કાહાકા પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા તુમહાન નિવડી લેદલા કા, તો પવિત્ર આત્મા કામહાકોય જો તુમહાન પવિત્ર બોનાડેહે એને તુમહેકોય ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારેવોય બોરહો કોઅના લીદે તુમહાન બોચાવ કોઅલો જાય.
યાહાટી ઈસુથી આપા પોરમેહેરાલ આરાધનારુપી બલિદાના બેટ દેતા, એટલે ચ્યા ઓઠહા થી, જીં ચ્યાહાટી ચ્યા નાંવ બીજહાન પ્રગટ કોઅતા રોતા.
એને જ્યેં રીતે લોક દોગડાહા થી ગુઉ બોનાડતેહે, ચ્યે રીતે પોરમેહેર તુમહાન યોકહાતે યોકા ટોળામાય જોડી રિયહો જ્યામાય પોરમેહેરા આત્મા રોહે, એટલે જીં ઈસુ ખ્રિસ્તાય આમેહાટી કોઅયા, ચ્યાથી તુમા ચ્યા યાજકાહા હારકા જ્યા બલિદાન ચોડાવતાહા, ઓહડે કામે કોઆ જ્યેં પોરમેહેરાલ પ્રસન્ન કોઅતેહે.
જો કાદાપાય પ્રચાર કોઅના વરદાન હેય, તે તો પોરમેહેરા સંદેશા પ્રચાર કોએ, જો કાદાપાય બિજા લોકહાન મોદાત કોઅના વરદાન હેય, તે તો ચ્યા સામર્થ્યા થી કોએ જીં પોરમેહેર દેહે, તે જીં કાયબી તુમા કોઅહા તી ઈસુ ખ્રિસ્તા કોઇન પોરમેહેરાલ મહિમા દેવાડી. બોદી મહિમા સામર્થ કાયામ-કાયામહાટી ચ્યા હેય. આમેન.