8 યાહાટી પવિત્રશાસ્ત્ર ખ્રિસ્તા બારામાય આખહે, “તો બોદહા ઉચે હોરગામાય ચોડી ગીયો, એને કૈદયાહાલ લેય ગીયો, એને ચ્યાય લોકહાન વરદાને દેને.”
એને ખ્રિસ્તાય કોલહાક પ્રેષિત બોનાહાટી નિવડયા, એને કોલહાક ભવિષ્યવક્તા નિવડયા, એને કોલહાક હારી ખોબાર પ્રચાર કોઅનારા નિવડયા, એને કોલહાક સેવક એને હિકાડનારા નિવડયા.
એને ચ્યાય રાજ્ય એને ઓદિકારા શક્તીહીલ આરવી દેના, એને દુનિયા નોજરેમાય ચ્યાહાન શરમિંદા કોઅયા એને હુળીખાંબા વિજયા સફર માય ચ્યાહાન કૈદ્યાહા હારકા ફેરવ્યા.