2 તુમા પુરીરીતે દિન, નમ્ર એને ધીરજવાન બોના, પ્રેમાકોય યોકબીજા બુલો સહન કોઅય લા.
તુમા મા શિષ્ય બોના, માયે પાયને હીખી લીયા કાહાકા આંય નમ્ર એને દિન હેતાઉ એને તુમહે જીવાલ દિલાસો મિળી.
ઈ વોનાઈન ઈસુવે જાવાબ દેનો, “ઓ બોરહો નાંય થોવનારા લોકહાય, માન તુમહેહાતે કોલહાલોગુ રા જોજે? એને આંય તુમહે કોલહા વેઠું? ચ્યા પોહાલ માયેપાંય લેય યા.”
એટલે બોજ નમ્રતા થી, એને આહવેં પાડી-પાડી ને, એને ચ્યે પરીક્ષાયેહેમાય જીં યહૂદીયાહા ખારાબ યોજના જીં માયેવોય યેય પોડ્યા, આંય પ્રભુવા સેવા કોઅતોજ રિયો.
આપા જ્યેં બોરહામાય મજબુત હેય, પોતાલુજ ખુશ કોઅરા કોશિશ નાંય કોઅરા જોજે, બાકી જ્યેં કમજોર હેય ચ્યાહા મોદાત કોઅરા જોજે.
પ્રેમ કોઅનારા માઅહું બોદા કાય સહન કોઅય લેહે, બોદી પરિસ્થીતીમાય પોરમેહેરાવોય બોરહો કોઅહે, પોરમેહેરાવોય સાદા આશા રાખહે, દુઃખામાય એને આબદામાય ધીરજ રાખીન જીવહે.
જોવે તુમહામાઅને કાદાલબી પરેશાની ઓએહે, તોવે યોક બિજા મોદાત કોઅરા જોજે, એને એહેકેન ખ્રિસ્તા નિયમ પાળા.
પોરમેહેરાય આપહાન ઈ દુનિયા બોનાવા પેલ્લાજ ખ્રિસ્તામાય નિવડી લેદા, જેથી આપા ચ્યા હામ્મે પવિત્ર એને દોષવોગાર રોય હોકજે.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર ચ્યા મહિમામય શક્તિ વાપર કોઇન તુમહાન બોજ મજબુત બોનાવે, કા તુમા ધીરજથી એને આનંદથી તુમહે દુઃખ સહન કોઇ હોકે.
બાકી ઓ તિમોથી, તું પોરમેહેરા માઅહું હેય, તું ઈ બોદા કોઅનાકોય આલાગ રો, એને જીં હાચ્ચાં હેય ચ્યાલ કોઅરાહાટી કોશિશ કોઓ, એને પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવ, ખ્રિસ્તાવોય બોરહો કોઓ, લોકહાવોય પ્રેમ કોઓ, કઠીણ પરિસ્થીતીમાય સહન કોઓ, લોકહાવોય ગુસ્સો નાંય કોઅતો.
એને યે આશેકોય વિરુદ કોઅનારા લોકહાન નમ્ર બોનીન હોમજાડ કા ચ્યા લોક પોરમેહેરા દયાકોય પોસ્તાવો કોએ એને ખ્રિસ્તા બારામાય હાચ્ચાયેલ જાંઆય લે.
યાહાટી બોદી મલીનતા એને વેર-ભાવ વોદના દુર કોઇન, ચ્ચા પોરમેહેરા વચનાલ નમ્રતાકોય માની લે, જીં તુમહે રુદયામાય વોઅલા ગીયા એને જીં તુમહે જીવા તારણ કોઅય હોકહે.
બાકી ખ્રિસ્તાલ પોતાના રુદયામાય પ્રભુ હોમજીન ચ્યા માન કોઆ, એને જો કાદો તુમહાન તુમહે આશાયે બારામાય કાય પુછે, તે ચ્યાલ જાવાબ દાંહાટી કાયામ તિયાર રોજા, બાકી નમ્રતા એને આદર હાતે.
સેલ્લે, આંય તુમા બોદહાન ઈ આખા માગહુ, કા એકતામાય રા, યોકબીજા કાળજી કોઆ, યોકબીજાઆરે બાહા-બોઅહી હારકો પ્રેમ કોઆ, યોકબીજાહાટી માયાળુ બોના, એને યોકબીજાઆરે નમ્ર બોના.