Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 3:9 - ગામીત નોવો કરાર

9 એને પોરમેહેરા ગુપ્ત યોજના બારામાય લોકહાન હોમજાડાહાટી મોદાત કોઉ, કા ચ્યે ગુપ્ત યોજના ભેદ કાય હેય, જો બોદહાલ બોનાવનારા પોરમેહેરે દુનિયા બોના શુરવાતથી ઈ ગુપ્ત યોજના ગુપ્ત રાખ્યેલ.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 3:9
38 Iomraidhean Croise  

આંય જીં તુમહાન આંદારામાય આખતાહાવ, તીં તુમા ઉજવાડામાય આખી દિયા; એને જો આંય કાનામાય દુંદરીન આખતાહાવ, તીં તુમા બોદે જાગે આખા.


જ્યેથી ભવિષ્યવક્તાથી આખલા વચન પુરાં ઓએ, ચ્યાહાટી કા, “આંય દાખલા દેયન વાત આખહી, જોવેને આકાશ એને દોરતી ઉસબાડી તોદરીહી દુબાડલી વાત આંય દેખાડીહી.”


તોવે, રાજા ચ્યા જમણી વાળાહાલ આખરી, ‘ઓ મા આબહા બોરકાતવાળા લોક, યા, એને મા એને ચ્યા રાજ્યા ઓદિકારી ઓઅઇ જાય, જીં દુનિયા શુરવાતથી તુમહેહાટી તિયારી કોઅલા હેય.


યાહાટી તુમા જાં, બોદી જાત્યે લોકહાન શિષ્ય બોનાડા, એને પિતા, એને પુત્ર, એને પવિત્ર આત્મા નાવાકોય ચ્યાહાન બાપતિસ્મા દા,


એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.


આંય એને આબહો યોક હેજે.”


બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા આબો પોરમેહેર સાદા કામ કોઅહે, એને માન બી કામ કોઅરા જોજે.”


તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, પોહો પોતે કાય નાંય કોઅય હોકે, તો કેવળ તીંજ કોઇ હોકહે, તો તીંજ કોઅહે, જીં તો આબહાલ કોઅતો એએહે, કાહાકા જીં કાય આબહો કોઅહે, તીંજ પોહોબી કોઅહે.


ઓ તોજ પ્રભુ આખહે જો દુનિયા શુરવાત પાઅને યે વાતહે ખોબાર દેતો યેનહો.’


ઓ વિસ્વાસી બાહાહાય, એહેકોય નાંય ઓઅઇ કા તુમા પોતાનાલ બુદ્ધિમાન હોમજી લા, યાહાટી આંય તુમહાવોય ઓ ભેદ પ્રગટ કોઅરા માગહુ, કા જાવ લોગુ બોદા ગેર યહૂદી લોક પોરમેહેરા પાહે ફિરી યેય, તાંવ લોગુ કોલહાક ઈસરાયેલ લોકહા મોન કોઠાણ બોની રોય.


બાકી જ્યા જ્ઞાના વાત આંય કોઅતાહાંવ તી પોરમેહેરા જ્ઞાન હેય, જીં ગુપ્ત આતા, આમી લોગુ ચ્યાલ કાદાજ નાંય હોમાજતા આતા, ઈ દુનિયા બોનાવા પેલ્લા, ચ્યાય ઓ નિર્ણય કોઅઇ લેદલો આતો કા ચ્યા જ્ઞાન આપહાન મહિમા દી.


પોરમેહેરાય આપહાન ઈ દુનિયા બોનાવા પેલ્લાજ ખ્રિસ્તામાય નિવડી લેદા, જેથી આપા ચ્યા હામ્મે પવિત્ર એને દોષવોગાર રોય હોકજે.


નોક્કીજ તુમા વોનાલે હેય કા પોરમેહેરે માન હારી ખોબાર પ્રચાર કોઅના જવાબદારી ચ્યા સદા મોયાકોય દેનલી હેય.


એને મા હાટીબી પ્રાર્થના કોઆ, જેથી આંય ઇંમાતથી હારી ખોબારે બારામાય ગુપ્ત ભેદ હોમજાડી હોકુ.


બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.


જો મર્મ વિતી ગીઅલા કાળ એને બોદી પીડી લોકહાપાઅને ગુપ્ત આતો, બાકી આમી પોરમેહેરાય ચ્યા પવિત્ર લોકહાવોય પ્રગટ કોઅય દેનલો હેય.


કાહાકા તુમા પાપી સ્વભાવાહાટી મોઅઇ ગીઅલે હેય એને તુમહે જીવન ખ્રિસ્તાઆરે પોરમેહેરામાય ગુપ્ત હેય.


એને આમહેહાટી બી પ્રાર્થના કોઆ, કા પોરમેહેર આમહાન વચન પ્રચાર કોઅરાહાટી મોકો દેય, એને આમા ખ્રિસ્તા તો ભેદ આખી હોકજે, જ્યા લીદે કૈદી હેતાંવ.


ઓ વિસ્વાસી બાહાહાય એને પ્રિય લોકહાય આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅરા જોજે, કાહાકા પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા તુમહાન નિવડી લેદલા કા, તો પવિત્ર આત્મા કામહાકોય જો તુમહાન પવિત્ર બોનાડેહે એને તુમહેકોય ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારેવોય બોરહો કોઅના લીદે તુમહાન બોચાવ કોઅલો જાય.


હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.


કાહાકા પોરમેહેરાય આપહાન તારણ દેના, એને આપહાન પવિત્ર જીવન જીવાહાટી નિવડી લેદલા હેય, ચ્યાય આપહાન યાહાટી નાંય નિવડયાહા કા આપહાય હારેં કામે કોઅલે હેય, બાકી યાહાટી કા ચ્યા યોજના એને સદા મોયા લેદે નિવડી લેદલે હેય. પોરમેહેરાય યા પેલ્લાજ ચ્યાય દુનિયા બોનાવ્યાં, ઈસુ ખ્રિસ્તાલ દુનિયામાય આમહેહાટી મોરાં દોવાડના પેલ્લાજ ચ્યા સદા મોયા દેખાડાહાટી યોજના બોનાવી લેદલી આતી.


બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય.


તોવે ચ્યે પોરમેહેરાઆરે સાદા રાંહાટી આશા કોઅતેહે, કાહાકા પોરમેહેરાય, જો કોદહી જુઠા નાંય બોલે, ચ્યાય ઈ દુનિયા બોનાવા પેલ્લા વાયદો કોઅયો કા ચ્યા લોક અનંતજીવન જીવતા રોય.


યા દુનિયાલ ઉસબાડ્યા પેલ્લાજ પોરમેહેરાય નોક્કી કોઅય લેદેલ કા ઈસુ ખ્રિસ્ત છોડાવનારો ઓઅરી. બાકી તો તુમહે ભલાઈ કોઅરાહાટી યા છેલ્લા દિહાહામાય યા દુનિયામાય યેનો.


દોરત્યેવોય રોનારા બોજ લોક ચ્યા પૂજા કોઅરા લાગ્યેં, કેવળ ચ્યાજ લોકહાય ચ્યા પૂજા નાંય કોઅયી જ્યાહા નાંવ દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય લોખલે ગીઅલે આતેં, ઈ જીવના ચોપડી ચ્યા ગેટા ચોપડી હેય, જ્યાલ બલિદાના રુપામાય માઆઇ ટાકી દેનલો આતો.


પાછા માયે યોક બિજા હોરગ્યા દૂતાલ આકાશામાય ઉચે ઉડતો દેખ્યો, ચ્યા હોરગા દૂતાય ચ્યે હારી ખોબારેલ લેદલા આતા જીં કોયદિહી નાંય બોદલાય, એને તી દુનિયામાય રોનારા બોદી જાતી લોકહાન, બોદા દેશહાલ, બોદા કુળાહાલ એને બોદી ભાષહામાય પ્રચાર કોઅરાહાટી હેય.


તી જંગલી જોનાવર જ્યાલ તુયે આમી દેખ્યા, યોક સમય જીવતા આતા, બાકી આમી જીવતા નાંય હેય, તી બોજ ઉંડા ખાડામાઅને નિંગી એને પોરમેહેર ચ્યાલ પુરીરીતે નાશ કોઅય દી. દોરત્યેવોય રોનારા બોજ લોક જ્યાહા નાંવ પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય નાંય લોખ્યે ચ્યે બોદે નોવાય પામી જાય જોવે ચ્યે યા જંગલી જોનાવરાલ દેખી. યોક સમય તી જીવતા આતા, આમી તી જીવતા નાંય હેય, બાકી તી પાછા ફિરી યી.


“ઓ આમહે પ્રભુ પોરમેહેર, તુયે બોદા કાય બોનાવલા હેય, તોજ ઇચ્છાથી ચ્યે હજર હેય, એને ચ્યે બોનાડલે ગીયહેં, યા લીદે તું મહિમા એને આદર એને સામર્થ્યા યોગ્ય હેય.”


Lean sinn:

Sanasan


Sanasan