19 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા તુમા ખ્રિસ્તા પ્રેમ જાંઆય હોકે જીં આપહે હોમાજના બાઆ હેય, જેથી પોરમેહેરા બોદી ભરપુરીકોય તુમા પરિપૂર્ણ ઓઅય જાં.
ધન્ય હેય ચ્યે, જ્યાહાન ન્યાયપણા જીવન જીવાહાટી મોઠી ઇચ્છા હેય, કાહાકા પોરમેહેર ચ્યાહાન તૃપ્ત કોઅરી.
કાહાકા ચ્યા સદા મોયા પરિપૂર્ણતા કોય આપા બોદહાન બોરકાત વોય બોરકાત મીળહી.
એને અનંતજીવન ઈ હેય, કા ચ્યા તુલ યોકુજ હાચ્ચો પોરમેહેરાલ, એને ઈસુ ખ્રિસ્તાલ જ્યાલ તુયે દોવાડયોહો, જાંએ.
કાદાબી આપહાન ખ્રિસ્તા પ્રેમા થી આલાગ નાંય કોઅય હોકે, નાંય વિપત્તી, નાંય ચ્યા બોનાડલી બોદી દુનિયા સંકટ, નાંય સતાવણી, નાંય દુકાળ, નાંય ગરીબી, નાંય જોખમ, કા નાંય તલવાર.
નાંય ઉચાઇ, નાંય ઉંડાણ એને નાંય પોરમેહેરાકોય બોનાવલી કાદી બીજી વસ્તુ આપહાન પોરમેહેરા પ્રેમથી આલાગ કોઅય હોકે, જીં આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય મિળલા હેય.
કાહાકા ખ્રિસ્તા પ્રેમ આમહાન કોબજામાય કોઅહે, યાહાટી આમા મજબુત હેય, કા જોવે યોક માઅહું બોદા લોકહાહાટી મોઅઇ ગીયો, યાહાટી બોદે માઅહે મોઅઇ ગીયે.
ઈ એહેકેન હેય જેહેકેન કા આંય ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય મોઅઇ ગીયો, આંય તો નાંય હેય જો આમી જીવતો હેય, બાકી તો ખ્રિસ્ત હેય જો માંયેમાય જીવી રિઅલો હેય, જેહેકેન આમી આંય જીવી રિઅલો હેય, તે આંય પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન જીવતો હેય, જો માન પ્રેમ કોઅહે કા ચ્યાય માંહાટી ચ્યા જીવ દેનો.
વિસ્વાસી લોકહા મંડળી ખ્રિસ્તા શરીર હેય, એને ખ્રિસ્ત શરીરા ટોલપી હેય, એને મંડળી ખ્રિસ્તાકોય બાઆલી હેય, જો બોદે જગ્યા બોદી વસ્તુહુલ ચ્યા હજરીકોય બોઅય દેહે.
એને પોરમેહેરા બોદા લોકહાઆરે ઈ હોમાજના સામર્થ્ય મેળવા, કા પ્રેમા પોળાય. એને લાંબાઈ, એને ઉચાઇ, એને ઉન્ડાય કોલહી હેય.
તુમા યોક બિજાવોય પ્રેમ કોઆ જેહેકેન ખ્રિસ્તાય આપહાવોય પ્રેમ કોઅયા, એને સુગંધિત બેટ એને બલિદાના હારકા પોરમેહેરાલ પોતાના જીવનાલ સમર્પિત કોઅયા.
ઓ માટડાહાંય, તુમા પોત-પોતાના થેએયેહેન પ્રેમ કોઆ, જેહેકેન ખ્રિસ્તે ચ્યા મંડળીવોય પ્રેમ કોઇન ચ્યેહાટી પોતાનો જીવ દેય દેનો.
ઈ ઠીક હેય કા આંય તુમહે બોદહાહાટી એહેકેન વિચાર કોઉ, કાહાકા આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ એને યાહાટી કા જોવે આંય કૈદમાય હેય તે ખ્રિસ્તા હારી ખોબારે બોચાવ એને સાબિતી કોઇ રિઅલો હેતાંવ, ચ્યામાય તુમા બોદે મા આરે પોરમેહેરા સદા મોયામાય સહભાગી હેય.
તોવે પોરમેહેર તુમહાન શાંતી દેઅરી, જીં શાંતી લોકહા હુમાજના કોઅતા બોજ વોદારી હેય, તુમહે રુદયાલ એને તુમહે વિચારાહાલ ખ્રિસ્ત ઈસુમાય હાંબાળી થોવી.
યાહાટી તુમા એહેકેન જીવન જીવા જેહેકેન પ્રભુ લોકહાન જીવા જોજે, એને તુમા બોદી રીતેકોય પ્રભુલ પ્રસન્ન કોઆ. એને તુમા કાયામ બોદે રીતેકોય હારેં કામે કોઆ, એને કાયામ પોરમેહેરાબારામાય વોદારી એને વોદારી જાંઅતે જાં.
તુમહાય ઈસુલ કોદહી નાંય દેખ્યોહો, બાકી તેરુ ચ્યાલ તુમા પ્રેમ કોઅતાહા. તુમા ચ્યાલ આમીબી નાંય એએ. બાકી તેરુંબી તુમા ચ્યાવોય બોરહો થોવતાહા. યાહાટી, તુમા આનંદ એને મહિમાથી બોજ ખુશ ઓઆ જ્યાલ શબ્દામાય વર્ણન નાંય કોઅલા જાય હોકે.
બાકી યે રીતેથી જીવન જીવા તુમા આમહે તારણારો ઈસુ ખ્રિસ્ત તુમહેહાટી વોદારે ને વોદારે સદા મોયાથી કામ કોએ, એને ઈ કા તુમા ચ્યાલ વોદારે હારેરીતે જાંઆય હોકે, ચ્યા મહિમા આમી એને કાયામ ઓઅતી રોય. આમેન.