એફેસીઓને પત્ર 3:10 - ગામીત નોવો કરાર10 એટલે આમી મંડળી કોય, પોરમેહેરા આલાગ-આલાગ પ્રકારા જ્ઞાન ચ્યા પ્રધાન એને ઓદિકાર્યાહા વોય જ્યા હોરગ્યા જાગામાય હેય, પ્રગટ કોઅલા જાય. Faic an caibideil |
હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.
બાકી પોરમેહેરાય યા ભવિષ્યવક્તાહાન દેખાડયાં કા ચ્યાહા સંદેશ પોતાનાહાટી નાંય બાકી તુમહેહાટી આતો. તો સંદેશ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે બારામાય હેય, જો તુમા આમી વોનાયાહા. પોરમેહેરાય હોરગામાઅને ચ્યા પવિત્ર આત્મા દોવાડયા કા તુમહાન હારી ખોબાર આખાહાટી લોકહા મોદાત કોએ. ઈ બોદા ઓલા નોવાયે હેય કા ઓલે લોગુ કા હોરગા દૂત બી આનંદથી યે વાતહેલ ઓઅતા એઅય રીયહા.