Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 3:1 - ગામીત નોવો કરાર

1 યા લીદે, આંય પાઉલ ગેર યહૂદી લોકહામાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 3:1
30 Iomraidhean Croise  

ઈ બોદા ઓઅતા લાગી ચ્યા પેલ્લા, તુમા મા શિષ્ય હેય યાહાટી ચ્યા તુમહાન દોઇન આબદામાય પાડતા લાગી, ચ્યા સોબાયે ઠિકાણે તુમહે વિરુદ કોઅરી, તુમહાન કોચર્યેમાય ટાકી, એને તુમહાન મા લીદે સરકારા, એને રાજહા આગલા ઉબા કોઅરી કા તુમહે ન્યાય કોએ. બાકી ચ્યા પરિણામ, તુમા ચ્યાહાન મા બારામાય હારી ખોબાર આખી હોકહા.


તોવે સૈન્યા ટોળા જોમાદારાય પાઉલાપાય યેયન ચ્યાલ દોઅઇ લેદો, એને બેન હાકાળેહે કોઇન બાંદા આગના દેયને પુછા લાગ્યો, “ઈ કું હેય, એને ચ્યે કાય કોઅયાહાં?”


યાહાટી સુબેદારાય પાઉલા બોઅયેહે પોહાલ સૈનિકાહા ટુકડી સુબેદારાપાય લેય ગીયા એને આખ્યાં, “કૈદી પાઉલે માન હાદિન વિનાંતી કોઅઇ, કા ઓ જુવાન સૈનિકાહા ટુકડી સુબેદારાલ કાય આખા વિચાર કોઅહે, યાલ ચ્યાપાય લેય જાં.”


પાઉલે આખ્યાં, “પોરમેહેરાલ મા પ્રાર્થના ઈ હેય કા કાય વોસામાય, કાય વોદારી માય, ખાલી તુંજ નાંય, બાકી જોલા લોક આજે મા વોનાતાહા, મા ઇચ્છા હેય કા તુમા બોદા મા હારકે ખ્રિસ્ત્યા બોનહા બાકી યોક કૈદ્યા રુપામાય નાંય.”


બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.


જોવે આપા દુ:ખ વેઠજેહેં, તે ઈ તુમહે દિલાસા એને તારણાહાટી હેય એને આમા જો દિલાસો મેળાવજેહે, તે ઈ તુમહે દિલાસાહાટી હેય, જ્યા પ્રભાવથી તુમા ધીરજથી ચ્યા દુ:ખહાલ વેઠી લેતહેં, જ્યાહાન આમા બી વેઠજેહેં.


આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો.


કાય ચ્યાબી ખ્રિસ્તા સેવાક હેય? આંય ગાંડા માઅહા હારકો આખતાહાવ, આંય ચ્યાહાથી વોદારી હેતાંવ, માયે એલાહાથી વોદારે મેઅનાત કોઅયીહી, એલાહાથી વોદારે જેલેમાય ગીયહો, બોજદા ચાપકાહાકોય માર ખાદહો, મા જીવ ફાંદામાય યેય પોડયો.


ઓ વિસ્વાસી બાહાહાય, સુન્નત કોઅના મહત્વા નાંય હેય એહેકોય આંય પ્રચાર કોઅતાહાંવ, યાહાટી માન યહૂદી લોક સતાવ કોઅતાહા, જો આંય હુળીખાંબાવોય ખ્રિસ્તા મોરણા પ્રચાર નાંય કોઉ તે કાદાજ નિરાશ નાંય ઓઅરી.


આંય પાઉલ તુમહાન આખતાહાવ તી તુમા વોનાયા, કા જોવે તુમા પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરાહાટી તુમહે સુન્નત કોઆડતાહા, તે ખ્રિસ્તાય તુમહેહાટી જીં કાય કોઅયા ચ્યા તુમહેહાટી કાયજ કિંમાત નાંય હેય.


જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યાહાય શરીરા પાપી સ્વભાવા ઇચ્છા એને અભિલાષાલ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનહા.


પોરમેહેરાય ઈ દુનિયા બોનાવા પેલ્લા ઈ યોજના બોનાવી, જીં ઈસુ ખ્રિસ્તાકોય પુરી કોઅયી.


યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા જીં દુઃખ આંય બોગવી રિયહો ચ્યા લીદે તુમા નિરાશ મા ઓઅહા, કાહાકા ઈ તુમહે બોદહાહાટી ફાયદા હેય.


માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.


યાહાટી આંય પ્રભુ ઈસુ સેવા કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ, તુમહાન વિનાંતી કોઅહુ કા, પોરમેહેરાય તુમહાન જ્યેં રીતેકોય જીવન જીવાહાટી નિવડી લેદે, ચ્યે રીતેકોય જીવન જીવા.


કાહાકા આંય હારી ખોબારે લીદે કૈદમાય હેતાંવ, યાહાટી પ્રાર્થના કોઆ, જેહેકેન માન બોલા જોજે, તેહેકેન બિકવોગર હારી ખોબારે પ્રચાર કોઅય હોકુ.


ઈ ઠીક હેય કા આંય તુમહે બોદહાહાટી એહેકેન વિચાર કોઉ, કાહાકા આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ એને યાહાટી કા જોવે આંય કૈદમાય હેય તે ખ્રિસ્તા હારી ખોબારે બોચાવ એને સાબિતી કોઇ રિઅલો હેતાંવ, ચ્યામાય તુમા બોદે મા આરે પોરમેહેરા સદા મોયામાય સહભાગી હેય.


આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.


આંય પાઉલ, તુમહાન સલામ આખાહાટી યા પત્રામાય આંય મા આથાકોય લોખી રિઅલો હેય, એને યાદ કોઅજા કા આંય કૈદી હેતાંવ, એને માંહાટી પ્રાર્થના કોઅજા, એને તુમહેવોય પોરમેહેરા સદા મોયા ઓઅતી રોય. આમેન.


એને આમહેહાટી બી પ્રાર્થના કોઆ, કા પોરમેહેર આમહાન વચન પ્રચાર કોઅરાહાટી મોકો દેય, એને આમા ખ્રિસ્તા તો ભેદ આખી હોકજે, જ્યા લીદે કૈદી હેતાંવ.


ઓનેસિફરુસનાં ગોરહયાન પ્રભુ દયા કોઅય, કાહાકા ચ્યાય બોજદા માન મોદાત કોઅયી, એને જેલેમાય માન મિળાં યાહાટી લાજવાયો નાંય.


યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે.


આંય, પાઉલ ઈ પત્ર લોખી રિઅલો હેય. આંય ઈસુ ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના લીદે કૈદી હેતાંવ, ઓ ફિલેમોન, આંય એને મા આર્યો તિમોથીયુસ તુલ સલામ આખજેહે, તું આમહે પ્રિય મિત્ર હેતો એને તું ખ્રિસ્તાહાટી તેહેકેજ કામ કોઅતોહો જેહેકેન આમા કોઅજેહે.


ઇપફ્રાસ, જો ઈસુ ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના લીદે મા આરે કૈદી હેય, તો તુમહાન સલામ આખહે.


બાકી આંય કેવળ તુલ આખી રિઅલો હેય, કાહાકા આંય જાંઅતાહાંવ કા તું માન એને તો આરી વિસ્વાસી બાહાહાવોય પ્રેમ કોઅતોહો, આંય પાઉલ, યોક ડાયો માઅહું વિનાંતી કોઅહુ જો ઈસુ ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના લીદે કૈદી હેય.


તુલ જીં દુઃખ યેનારાં હેય ચ્યા લેદે તું ગાબરાય મા જાહે, સૈતાન તુમહામાઅને કોલાહાક જાંઅહાન જેલેમાય કોંડાડી દી, જેથી તુમહે પરીક્ષા કોઅય હોકે, દોહો દિહી લોગુ તુમહાન બોજ આબદા પોડી. બાકી માયેવોય બોરહો કોઅના કોયદિહી નાંય છોડના, ભલે તુમહાન મોઅરા બી પોડે, કાહાકા આંય તુમહાન તુમહે જીત નો પ્રતિફળા રુપામાય અનંતજીવન દિહી.


Lean sinn:

Sanasan


Sanasan