6 પોરમેહેરાય આપહાન ઈસુ ખ્રિસ્તાઆરે મોઅલા માઅને જીવતા કોઅયા, એને આપહાન હોરગામાય ઈસુ ખ્રિસ્તાઆરે રાજ્ય કોઅરાહાટી લાયકે બોનાવ્યાં.
આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, ચ્યા પાછે, આંય ચ્યા દિહયા લોગુ પાછે કોવેજ દારાખા રોહો નાંય પિયું, જાંઉ લોગુ આંય પોરમેહેરા રાજ્યામાય નોવો દારાખા રોહો નાંય પીયહીં”.
ધન્ય હેય ચ્યા ચાકાર, જ્યાહાન માલિક પાછો યેયનાહાટી વાટ એઅતા દેખે, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા ચ્યાહા માલિક યોકા ચાકારા હારકે ફાડકે પોવીન ચ્યાહાન ખાઅના ખાં બોહતાડી, એને ચ્યાહાપાય યેયન ચ્યાહા સેવા કોઅરી.
જીં માઅહું મા સેવા કોઅહે તો મા શિષ્ય બોને, તોવે જાં આંય હેય, તાં મા સેવક બી ઓરી, જો કાદો મા સેવા કોએ, તો પોરમેહેર આબો ચ્ચા કદર કોઅરી.
આંય તાં જાયને જાગો તિયાર કોઇન પાછે આંય પાછો યેયન, તોવે તુમહાન મા આરે રા લેય યીહીં, યાહાટી કા જાં આંય હેતાઉ તાં તુમાબી રોહા.
આંય પાઉલ, પોરમેહેરા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ. એફેસુસ શેહેરામાય રોનારા પવિત્ર એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનારા લોકહાન ઈ પત્ર લોખતાહાવ.
ધન્ય હેય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબો, કાહાકા ચ્યાય આપહાન હોરગામાઅને દરેક જાત્યા આત્મિક વરદાન દેનલા હેય.
પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.
તુમા પેલ્લા પોરમેહેરાપાઅને દુઉ આતા, બાકી આમી તુમા ઈસુ ખ્રિસ્તાઆરે યોકઠા ઓઇન ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાકોય પોરમેહેરા પાહી ઓઅય ગીઅલા હેય.
તો તોજ હેય જો મંડળીહે વોય ઓદિકાર કોઅહે, જીં ચ્ચા શરીર હેય, તોજ પેલ્લો હેય, એને મોઅલાહામાઅને તોજ પેલ્લો જીવતો ઉઠયો, યાહાટી તો બોદી વાતહેમાય મહાન હેય.