21 ખ્રિસ્તજ હેય જો પુરાં ગોઆલ યોકહાતે જોડી રાખના કારણ હેય, તો પોરમેહેરાહાટી યોક પવિત્ર દેવાળા બોનાહાટી આપે બોદા લોકહાન યોકહાતે જોડી રિયહો.
કાહાકા આમા પોરમેહેરા મોદાત્યા હેજે, તુમા પોરમેહેરા ખેતી હારકા હેય એને યોક ગોઆ હારકા હેય જી પોરમેહેર બોનાડી રિઅલો હેય.
પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”
ચ્યાય ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોય દેનલા હેય, જો શરીરા ટોલપી હેય, જેહેકેન ટોલપી શરીરા માર્ગદર્શન કોઅહે, તેહેકેન ખ્રિસ્ત ચ્યા બોદા લોકહા માર્ગદર્શન કોઅહે; કા ચ્યે એકતામાય એને બેગે રોય, જેહેકેન શરીરા હાંદા એને નહયો શરીરાલ યોખઠા રાખતેહેં; એને ઈ જેહેકેન પોરમેહેરા ઇચ્છા હેય તેહેકેન વોદહે.
કા જો માન યેતા વાઆ લાગે તે તુમા જાંઆય લા કા, પોરમેહેરા ગુઉ લોકહા રુપામાય જીં જીવતા પોરમેહેરા મંડળી, જીં હાચ્ચાયે ખાંબ, એને મજબુત પાયો હેય, ચ્યામાય આપહાન કેહેકેન જીવા જોજે.