Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 2:2 - ગામીત નોવો કરાર

2 એને તુમા દુનિયા લોકહા હારકે જીવન જીવતે આતેં, એટલે સૈતાના આગના પાલન કોઅતે આતેં, જો આકાશામાય ખારાબ આત્માહાવોય શાસન કોઅહે, એને આમી પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન ચ્યા તાબામાંય કોઅરાહાટી કોશિશ કોઅહે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 2:2
64 Iomraidhean Croise  

બાકી જોવે આંય, માઅહા પોહો સાદા ખાઅના ખાતો એને પાઆય એને દારાખા રોહો પિતો આતો, તોવે તુમા આખતા લાગ્યા “એઆ તો ખાદાડ એને સાકાટ માઅહું, કર લેનારાહા એને પાપહયા હાંગાત્યો હેય, તેરુ માઅહા કામહાકોય સાબિત ઓઅહે કા જ્ઞાની કું હેય.”


બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.


રાન દુનિયા લોક હેય, હારો બિયારો પોરમેહેરા રાજ્યા લોક હેય. ટોળ્યા એટલે ચ્ચા સૈતાના લોક હેય.


એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેહે, એને તી નોકામ્યા જીવન જીવતેહે.


“માલિકાય ચ્યા અન્યાયી કારબાર્યાલ આખ્યાં, તુયે બોજ હુશારી કોઇ કામ કોઅલા હેય, એહકોયજ યા દુનિયા લોક ચ્યાહા સોમાયા લોકહાઆરે વ્યવહારા માય, ઉજવાડા લોકહા કોઅતા બોજ ચતુર હેય.


“સિમોન, સિમોન, એએ, સૈતાને પોરમેહેરા પાયને તુમહે લોકહા પરીક્ષા કોઅરાહાટી પરવાનગી માગહી, હારાલ ખારાબા પાયને ઓલાગ કોઅરાહાટી, જેહેકોય ખેડુત ગોંવહાન ભૂસાપાયને ઓલાગ કોઅહે.


આમી યા દુનિયા લોકહા ન્યાય કોઅરાહાટી પોરમેહેરા સમય હેય, એને ઈસુકોય યા દુનિયા શાસક સૈતાના શક્તિ નાશ કોઇ દી.


ઈસુ એને ચ્યા શિષ્ય રાતી ખાઅના ખાં બોઠલા આતા, સૈતાને પેલ્લાજ સિમોના પોહો યહૂદા ઇસ્કારીયોતા મોનામાય ઈસુવાલ દોગો દેઅના વિચાર થોવ્યેલ.


જેહેકેન યહૂદાય બાખી કુટકો ખાદો પાછે, ઈસુવે જવાબ દેનો, “જ્યાલ ઈ આંય બાખ્યે કુટકો થાળીમાય બુડવીન દેતહાવ તોજ હેય.” ઈસુય આખ્યાં, “તું જીં કોઅરા જાય રિઅલો હેય, ચ્યાલ તારાત કોઓ, એને સૈતાન ચ્યામાય ઉરાય ગીયો.”


આમી માયેપાંય તુમહેઆરે વાત કોઅરા બોજ સમય નાંય હેય, કાહાકા યા દુનિયા શાસક સૈતાન યેય રોયહો, એને માયેવોય ચ્યા કાય ઓદિકાર નાંય.


જોવે તુમા દુનિયા લોકહા રોકે રોતે, તોવે દુનિયા લોક પોતે માઅહાલ પ્રેમ કોઅતા, બાકી તુમા દુનિયા લોક નાંય હેતા, બાકી માયે તુમહાન દુનિયામાઅને નિવડી લેદહા, ચ્યાહાટી દુનિયા લોક તુમહેઆરે આડાઇ કોઅતાહા.


ન્યાયા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા પોરમેહેરાય પેલ્લાથી યા દુનિયા શાસક એટલે સૈતાનાલ દોષી ઠોરાવલો હેય.


દુનિયા લોક તુમહેઆરે આડાઇ નાંય કોઇ હોકે, બાકી મા આરે આડાઇ કોઅતેહે, કાહાકા આંય ચ્યાહા વિરુદ સાક્ષી દેતહાવ કા ચ્યાહા કામે ખારાબ હેય.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા યા દુનિયામાય પૈદા ઓઅયાહા, બાકી આંય હોરગામાઅને યેનહો, તુમા દુનિયા હેતા, આંય દુનિયા નાંય હેય.


તુમા તુમહે આબહો સૈતાનાપાઅને હેતા, એને તુમા તુમહે આબહા ઉસ પુરી કોઅરા માગતાહા, તો તે પેલ્લેથી ખૂની હેય, એને હાચ્ચાયેવોય મજબુત નાંય રોય કાહાકા ચ્યામાય હાચ્ચાં હેયેજ નાંય. જોવે તો ઠોગીન વાત કોઅહે, તોવે તો પોતા મોના વિચાર કોઇન આખહે, કાહાકા તો ઠોગ હેય, એને ઠોગનારાહા આબહો હેય.


તોવે શેહેરા, મોંતર્યાય લોકહાન ઠાવકા રાખીન આખ્યાં, “ઓ એફેસમાય રોનારા લોકહાય, બોદા જાંઅતાહા કા એફેસ શેહેરા લોક મહાન દેવી અરતીમાસ મંદિરા દેખભાલ કોઅઇ રીયાહા, એને તી મુર્તિ આકાશ માઅને પોડલી આતી.


તોવે પિત્તરે આખ્યાં, “ઓ હનાન્યા, જો સૈતાને તો મોનામાય પવિત્ર આત્મા આરે જુઠા બોલના વિચાર ટાકલો હેય, એને તુયે તો વેચલી મિલકાત માઅને કોલહાક પોયહા તોહાટી રાખી થોવલા હેય.


યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.


ઈ નાંય, કા તુમા બિલકુલ યા દુનિયા લોકહામાઅને વ્યબિચારિયા, કા લોબ્યા, કા બીજહાન દોગો દેનારા લોક, કા મુર્તિપુજા કોઅનારા લોકહાઆરે સંગતી નાંય કોઅના, કાહાકા એહેકોયન રોતા તે તુમહાન યા દુનિયામાઅને નિંગી જાં પોડતા.


એને પેલ્લા તુમહેમાય બી કોલહાક ઓહડા લોક આતા, બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય એને આમહે પોરમેહેરા આત્માકોય તુમહે પાપ દોવાય ગીયહા, એને તુમહાન પવિત્ર બોનાવ્યાહા એને પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરવ્યાહાં.


યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.


આમહે પાપા લીદે પોરમેહેર એને આબા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તાય પોતાલ આમે પાપહાહાટી બલિદાન કોઅય દેના જેથી આપા યા ચાલુ સમાયામાય દુનિયા લોકહા ખારાબ પ્રભાવાકોય બોચાવે.


તો હોરગામાય રાજ્ય કોઅનારાહાવોય એને ઓદિકારહયાવોય, એને બોદા જાત્યા સામર્થ્યાવોય, એને યા દુનિયામાયજ નાંય, બાકી ભવિષ્યામાય યેનારા દુનિયાવોય બી રાજ્ય કોઅરી.


યાહાટી યાદ કોઆ, કા તુમા જન્માથી ગેર યહૂદી હેય, યહૂદી લોક એટલે, સુન્નતવાળા લોક જ્યાહાય શરીરામાય સુન્નત કોઅલા હેય, તુમહાન સુન્નત વોગાર્યા આખતાહા.


તુમા પેલ્લા પોરમેહેરાપાઅને દુઉ આતા, બાકી આમી તુમા ઈસુ ખ્રિસ્તાઆરે યોકઠા ઓઇન ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાકોય પોરમેહેરા પાહી ઓઅય ગીઅલા હેય.


આપાબી ચ્યાહા હારકે જીવતે આતેં, આપહે પાપી સ્વભાવા ઇચ્છા પુરી કોઅતે આતેં, એને શરીર એને મોના વાસના પુરી કોઅતે આતેં, એને અવિસ્વાસી લોકહા હારકા આપાબી ખારાબ આતેં એને પોરમેહેરા ડૉડા આધીન આતેં.


યાહાટી આંય ચ્યા ઓદિકારાકોય જો પ્રભુય માન દેનલો હેય, આંય તુમહાન આખતાહાવ, જેહેકેન અવિસ્વાસી લોક ચ્યાહા મોના વિચારાનુસાર નોકામ્યા જીવન જીવતાહા, તુમા આમી પાછા ચ્યાહા હારકા તેહેકેન જીવન નાંય જીવના.


યાહાટી તુમા પેલ્લા જીવન એને જુનો પાપી સ્વભાવ છોડી દા, કાહાકા તી તુમહાન છેતારનારી ખારાબ વાસનાહા લીદે બોગડાવી રીઅલા હેય.


કાદાબી તુમહાન નોકામી વાતહેકોય દોગો નાંય દેય, કાહાકા યા કામહાહાટી પોરમેહેરા ગુસ્સો ચ્યા આગના નાંય માનનારાહાવોય યેહે.


તુમા પેલ્લા સૈતાના તાબામાંય આંદારામાય આતા, બાકી આમી તુમા પ્રભુમાંય ઉજવાડામાય હેય, યાહાટી ઉજવાડા પોહહા હારકા જીવન જીવા.


કાહાકા આપહે લોડાય દુનિયા માઅહા આરે નાંય, બાકી આમા પ્રધાના એને ઓદિકાર્યાહા વિરુદ એને અંધકાર શક્ત્યે આરે એને આત્મિક સંસારા સામર્થ્યા વિરુદ લોડી રીયહા.


તુમા તુમહે ખારાબ કામહા લીદે પોરમેહેરાઇહીને દુઉ ઓઓય ગીઅલે આતેં એને તુમહે મોનાકોય તુમા દુશ્માન આતેં.


કાહાકા દેમાસ દુનિયા વસ્તુહુવોય પ્રેમ કોઅરા લાગલો હેય, એને માન છોડીન થેસ્સાલોનિકા શેહેરામાય જાતો રિઅલો હેય, ક્રેસકેસ વિસ્વાસી બાહા ગલાતીયા વિસ્તારમાય ગીઅલો હેય, એને તીતુસ દાલમતીયા વિસ્તારમાય ગીઅલો હેય.


આમહે પોરમેહેર આબાપાય ચોખ્ખી એને નિર્મળ ભક્તિ ઈ હેય, કા અનાથાહા એને વિધવાયેહે દુઃખામાય ચ્ચાહા ખોબાર લે, એને પોતાલ યા દુનિયા ખારાબ કામહાથી ઉસરાય નાંય જાં દેયના.


ઓહડા માઅહાય ઈ આશા બીલકુર નાંય રાખના કા ચ્ચાલ પ્રભુ પાઅને કાય મિળરી,


ઓ વિશ્વાસઘાત કોઅનારા લોકહાય, કાય તુમા નાંય જાંએતકા યા દુનિયાઆરે મિત્રતા કોઅનાથી પોરમેહેરાઆરે આડાઇ કોઅના હેય? યાહાટી જો કાદો યા દુનિયા મિત્ર ઓરા માગે, તો પોતે પોરમેહેરા આડો બોનાડેહે.


આગના માનનારા પોહહા હારકા પોરમેહેરા આગનાયે પાલન કોઆ એને ચ્યા ખારાબ કામહાલ મા કોઅહા, જ્યાહાલ તુમા તોવે કોઅના ઇચ્છા રાખતા આતા, જોવે તુમા પોરમેહેરા હાચ્ચાયેલ નાંય જાઅતા આતા.


કાહાકા તુમા લોકહાય અવિસ્વાસી ઇચ્છા પરમાણે કામ કોઅરા, એને વ્યબિચારા ખારાબ ઇચ્છાયો, વિષયવાસના, ભોગ વિલાસ, પિદાડ, એને ધિક્કારપાત્ર મુર્તિપુજા માય જો સમય વિતાવ્યો, તો બો જાયો.


ચ્યે હર યોક થેઅયેઆરે વ્યબિચાર કોઅરા માગતેહે, જ્યાલ ચ્યે એઅતેહે. ચ્યે પાપ કોઅના મોકો હોદનાથી કોદહી નાંય ચુકેત. ચ્યે ચ્યા લોકહાન દોગો દેતહેં, જ્યા ખ્રિસ્તાવોય મજબુતથી બોરહો નાંય કોએત, એને ચ્યે ચ્યાહાન પાપા એછે લેય જાતહેં. ચ્યાહા વોદારે ને વોદારે વસ્તુહુલ મેળાવના એછે વોદતા રોઅના લોબ કોઅના ઇચ્છા લીદે પોરમેહેર ચ્યાહાન સજા દેઅરી.


યાકોય પોરમેહેરા પોહેં, એને સૈતાના પોહેં વોળખાય જાતહેં, જ્યા લોક ધાર્મિક કામ કોઅતાહા એને જ્યા પોતે બાહહાન પ્રેમ કોઅતાહા ચ્ચા પોરમેહેરાથી હેય.


જીં કાદાં પાપ કોઅતા રોહે, તી સૈતાના કાબુમાય હેય, કાહાકા સૈતાન પેલ્લેથીજ પાપ કોઅતો યેનહો. પોરમેહેરા પોહો યાહાટી દુનિયામાય યેનો, કા સૈતાના કામહાલ નાશ કોએ.


ઓ પ્રિય પાહાહાય, તુમા પોરમેહેરા લોક હેય એને તુમહાય ચ્ચા જુઠા ભવિષ્યવક્તા વોય જીત મેળાવલી હેય, કાહાકા જો તુમહામાય હેય, તો સૈતાન કોઅતો મોઠો હેય, તો યા દુનિયામાય રોહે.


આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.


કાહાકા જ્યેં પોરમેહેરા પોહેં હેય, ચ્યે દુનિયાવોય જીત મેળાવતેહે, તી જીત, જીં દુનિયાલ આરવી દેહે આપહે બોરહો હેય.


ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.


બો બોદા લોક બિજા જંગલી જોનાવરા ચ્યા જુઠા ચમત્કારને લીદે નોવાય પામીન દોગો ખાય રીઅલે આતેં, જો તો પેલ્લા જોનાવરા શક્ત્યે હારકા દેખાતા આતા, બિજા જંગલી જોનાવરાય લોકહાન આખ્યાં કા પેલ્લા જોનાવરા પૂજા કોઅરાહાટી મુર્તિ બોનાવે, જ્યાલ જખમ ઓઅય ગીઅલા આતા, બાકી હારો ઓઅય ગીઅલો આતો.


દોરત્યેવોય રોનારા બોજ લોક ચ્યા પૂજા કોઅરા લાગ્યેં, કેવળ ચ્યાજ લોકહાય ચ્યા પૂજા નાંય કોઅયી જ્યાહા નાંવ દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય લોખલે ગીઅલે આતેં, ઈ જીવના ચોપડી ચ્યા ગેટા ચોપડી હેય, જ્યાલ બલિદાના રુપામાય માઆઇ ટાકી દેનલો આતો.


એને હાતમા હોરગા દૂતાય ચ્યા વાટકામાઅને ડૉડ હાવામાય રેડી દેનો, એને હોરગા દેવાળામાઅને પોરમેહેરા રાજગાદી પાઅને આવાજ વોનાયો, “પુરાં ઓઅય ગીયા!”


ચ્યે ચ્યા અજગરાલ દોઅય લેદો, ઓ તોજ આતો, જો બોજ સમયા પેલ્લા યોક હાપા રુપામાય પ્રગટ ઓઅલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ચ્યાલ ચ્યે યોક ઓજાર વોરહે લોગુ હાકાળેકોય બાંદી દેનો.


Lean sinn:

Sanasan


Sanasan