Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 2:16 - ગામીત નોવો કરાર

16 હુળીખાંબાવોય ખ્રિસ્તા મોરણાકોય, ખ્રિસ્તાય યહૂદી એને ગેર યહૂદી લોકહાન યોખઠા કોઅય દેના એને ચ્યાહા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય દેના, એહેકેન યહૂદી એને ગેર યહૂદી લોકહા વોચમાઅને દુશ્માની મિટાડી દેની.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 2:16
14 Iomraidhean Croise  

કાહાકા જોવે આપા પોરમેહેરા દુશ્માન આતેં, તોવે પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા મોરણાકોય આપહે પોરમેહેરાઆરે મેળમિલાપ જાયો, યાહાટી આપહાન ખાત્રી હેય કા જોવે આપહે ચ્યાઆરે મેળમિલાપ ઓઅય ગીયો, તે તો આપહાન નોક્કીજ બોચાવી.


કાહાકા આપા જાંઅજેહે કા આપહે જુનો પાપી સ્વભાવ ઈસુ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનલો ગીયો, જેથી આપહે શરીરામાય પાપા સ્વભાવ નાશ ઓઅય જાય, એને આપા પાછે પાપા ગુલામ નાંય રોજે.


કાહાકા માઅહા પાપી સ્વભાવા લીદે જીં કામ મૂસા નિયમ નાંય કોઅય હોક્યા, ચ્યાલ પોરમેહેરાય પુરાં કોઅયા, એટલે પોરમેહેરાય પોતાના પોહો ઈસુ ખ્રિસ્તાલ માઅહા હારકા પાપી શરીરા સમાનતામાય આપહે પાપહા બલિદાન ઓઅરાહાટી દોવાડયો, એહેકેન પોરમેહેરાય ખ્રિસ્ત ઈસુ શરીરાકોય પાપા શક્તિલ તોડી દેના.


કાહાકા પાપી સ્વભાવાનુસાર વિચાર કોઅના તે પોરમેહેરા વિરુદ કોઅના હેય, કાહાકા પાપી સ્વભાવા વિચાર પોરમેહેરા નિયમાહા આધીન નાંય હેય, એને પોરમેહેરા નિયમાહા પાલન બી કોઅય નાંય હોકે.


કાહાકા કેવળ યોક બાખે હેય જો ખ્રિસ્ત હેય, ભલે આપા જો વોદારી હેય, આપા ખ્રિસ્તામાય યોક શરીર બોની જાતહેં કાહાકા આપા બોદે ચ્યે બાખ્યેમાઅને ખાતહેં.


ઈ એહેકેન હેય જેહેકેન કા આંય ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય મોઅઇ ગીયો, આંય તો નાંય હેય જો આમી જીવતો હેય, બાકી તો ખ્રિસ્ત હેય જો માંયેમાય જીવી રિઅલો હેય, જેહેકેન આમી આંય જીવી રિઅલો હેય, તે આંય પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન જીવતો હેય, જો માન પ્રેમ કોઅહે કા ચ્યાય માંહાટી ચ્યા જીવ દેનો.


એને ખ્રિસ્તા મોરણાકોય, ચ્યાય મૂસા નિયમા બોદા નિયમ એને વિદિહિલ રદ્દ કોઅય દેના, જેથી તો યહૂદી એને ગેર યહૂદી લોકહાવોચમાય શાંતી બોનાડી રાખે, એને એહેકેન યોક નોવો લોકહા ટોળો તિયાર કોઅય હોકે.


એને પોરમેહેરા યોજના ઈ હેય, ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે એકતામાય રોઅના લીદે ગેર યહૂદી લોક યહૂદી લોકહા બોરકાતમાય, એને યોક શરીરા ભાગ એટલે ખ્રિસ્તા મંડળી, એને પોરમેહેરાય યહૂદી લોકહાઆરે કોઅલા વાયદાહા ભાગી બોની.


આપા બોદે વિસ્વાસી યોકુજ શરીરા અવયવાહા હારકે હેય, એને આપા બોદહાન યોકુજ આત્મા મિળલા હેય, યોકુજ આશા હેય જયેહાટી તુમહાન નિવડી લેદલા હેય.


એને પોરમેહેરાય આપહે પાપ લોખલાં ચોપડીમાઅને ખોડી ટાક્યા, જીં વિદી નિયમાહા લીદે આપે વિરુદ આતા, જોવે ખ્રિસ્ત હુળીખાંબાવોય ચોડયો તોવે ચ્યે તી લોખાણ પુરીરીતે ફાડી દેના.


તી શાંતી જીં ખ્રિસ્ત દેહે, ચ્ચાલ તુમહે રુદયામાય રાજ કોઅરા દા, કાહાકા તુમા બોદા યોકુજ શરીરા અવયવ હેય એને યાહાટી તુમહાન યોકા બિજા આરે શાંતિથી રાંહાટી હાદલા હેય, એને તુમા ધન્યવાદ કોઅતે રા.


Lean sinn:

Sanasan


Sanasan