Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 1:7 - ગામીત નોવો કરાર

7 ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાં કોય આપહાન તારણ એટલે પાપહા માફી મિળી ગીયી, ઈ પોરમેહેરા બોજ સદા મોયા લીદે એહેકેન જાયલા હેય.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 1:7
67 Iomraidhean Croise  

જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”


એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ દારાખા રોહો મા લોય હેય, મા લોય ઘોણા લોકહા પાપહા માફ્યે હાટી વોવાડલાં જાહે, ઓ ચ્યા વાયદા સાબિત કોઅરી જો પોરમેહેર પોતે લોકહાઆરે બોનાવી રિઅલો હેય.


જેહેકોય જ્યાહાય આમે વિરુદ પાપ કોઅલા આતાં, ચ્યા વિરુદયાહાલ આમાહાય માફ કોઅયા, તેહેકોય તુંબી આમહે પાપહા માફ કોઓ.


એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ દારાખા રોહો મા લોય હેય, મા લોય ઘોણા લોકહા એહેરે બોલીદાના રુપામાય વોવાડલાં જાહે, ઓ ચ્યા વાયદા સાબિત કોઅરી જો પોરમેહેર પોતે લોકહાઆરે બોનાવી રિઅલો હેય.


કા તો ચ્યા લોકહા પાપહા માફ કોઅનાકોય ચ્યાહા તારણા બારામાય જ્ઞાન દી.


એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.


જ્યા કાદા પાપ તુમા માફ કોઅહા, ચ્યાહા પાપ માફ ઓઈ જાય, જ્યા કાદા પાપ તુમા નાંય માફ કોઅહા, ચ્યાહા પાપ નાંય માફ ઓઅય.”


જ્યા બોદાજ ભવિષ્યવક્તા સાક્ષી દેતહા કા જો કાદો ચ્યાવોય બોરહો કોઅહે, ચ્યાલ ઈસુ નાવામાય પાપાહા માફી મિળી જાય.”


પિત્તરે ચ્યાહાન આખ્યાં કા, “પાપ કોઅના બંદ કોઆ, એને તુમહેમાઅને બોદા જાંઆ તુમહે પાપહા માફી મેળવાહાટી ઈસુ ખ્રિસ્તા નાંવે બાપતિસ્મા લાં, તોવે તુમહાન પવિત્ર આત્મા દાન મિળી.


યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.


યાહાટી આમી તુમા પાપ કોઅના બંદ કોઆ, એને પોરમેહેરા એછે ફિરા કા તુમહે પાપહા માફી મિળી, તોવે પોરમેહેરાપાઅને આત્મિક સામર્થ્ય મિળી.


કાય તું પોરમેહેરા સદા મોયા, એને ચ્યા સહનશીલતા, એને ધીરજેલ નોકામ્યા જાંઅતોહો? કાય તું નાંય હોમજે કા પોરમેહેરા ભલાઈ તુલ પાપ કોઅના બંદ કોઅના હિકાડેહે?


બાકી પોરમેહેરે ચ્યા સદા મોયાથી આપહાન ઈસુ ખ્રિસ્તાકોય આપહે પાપહા ડૉડથી છુટકા કોઅયા, આપહાય કાયજ નાંય કોઅયા વોગાર પોરમેહેર આપહાન ન્યાયી બોનાડેહે.


પોરમેહેરા ઇચ્છા આતી કા ઈસુ ખ્રિસ્ત ચ્યા લોય વોવાડીન પાપહા પ્રાયચીત કોએ, જ્યા ફળ બોરહાકોય મિળહે, પોરમેહેરાય એહેકેન ચ્યા ન્યાયપણા સાબુત દેના, કાહાકા પોરમેહેરાય ચ્યા સહનશીલતા નુસાર પાછલા કાળામાય કોઅલા પાપહાન માફ કોઅય દેના, ચ્યાહા બારામાય પોરમેહેર ચ્યા ન્યાયપણા પ્રગટ કોઅય હોકે.


ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તો દયા કોઅલા લોકહાવોય ચ્યા મહિમા પ્રગટ કોઅરા માગતો આતો, જ્યાહાલ ચ્યાય પેલ્લાજ ચ્યા મહિમાહાટી તિયાર કોઅલા આતા.


બાકી પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ કોઅય દેનહા, એને ખ્રિસ્તથી તો આપહાન પોતાના જ્ઞાન દેહે, પોરમેહેર બી આપહાન ચ્ચા નોજરેમાય ન્યાયી બોનાડી દેહે, ખ્રિસ્તાકોય આમહાન પવિત્ર બોનાડલે જાતહેં, એને તો આમહે પાપહાથી છુટકા કોઅહે.


તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.


પવિત્ર આત્માબી યોક ગેરાંટયે હારકા હેય જી યે વાતેલ સાબિત કોઅહે કા પોરમેહેર આમહાન વારસાય દેઅરી જ્યાલ દેઅના વાયદો ચ્યાય કોઅલો હેય એને જ્યાહાલ ચ્યાય પોતાના લોક ઓઅરાહાટી વેચાતાં લેદલા હેય, એટલે પોરમેહેરા મહિમા એને સ્તુતિ ઓએ.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પવિત્ર આત્મા હાચ્ચાં હોમજાંહાટી મોદાત કોઅરી, તુમા જાંઆય લેય કા પોરમેહેરાય તુમહાન નિવાડલા આતા તોવે જીં આશા તુમહાન દેનલી આતી, તી આશા એને બોરકાતથી કોલહી મહાન એને મહિમામય હેય, જ્યા વાયદો પોરમેહેરાય આપહે પવિત્ર લોકહાઆરે કોઅલો હેય.


જેથી ચ્યા મહિમામય સદા મોયા સ્તુતિ ઓઅય હોકે, તી સદા મોયા આપહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાકોય મોફાતમાય મિળલી હેય.


પોરમેહેરાપાય બોજ જ્ઞાન એને હોમાજ હેય, ચ્યાય બોદા જ્ઞાન એને હોમાજ કોય આપહાવોય સદા મોયા કોઅયી.


બાકી પોરમેહેર બોજ દયાળુ હેય, ચ્યા પોતાના મોઠા પ્રેમ કોઅના લીદે જ્યાકોય ચ્યાય આમહાવોય પ્રેમ કોઅયા.


પોરમેહેરાય ઈસુકોય એહેકેન યાહાટી કોઅયા, કા યેનારા દિહહયામાય તો દુનિયા લોકહાન આખી હોકે કા ચ્યા સદા મોયા કોલહી મહાન હેય, જી ચ્યાય ખ્રિસ્તામાય આમે બોદહાવોય દેખાડયાહા.


પોરમેહેર ચ્યા મહિમા નુસાર તુમહાન ઈ દાન દેય કા ચ્યા પવિત્ર આત્મા તુમહાન ઓહડા સામર્થ્ય દેય કા તુમા પોતે આત્મામાય મજબુત ઓઆ.


માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.


એને મા પોરમેહેર બી આપહે ચ્ચે મિલકાતે ઇસાબે જીં મહિમાયે હાતે ખ્રિસ્ત ઈસુમાય હેય, તુમહે બોદીજ ગોરાજ પુરી કોઅરી.


જ્યા બલિદાના લોયાકોય પોરમેહેરાથી છુટકા એટલે આપહાન પાપહા માફી મિળલી હેય.


કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.


એને જોવે તુમા તુમહે પાપ એને સુન્નત હારકા મોઅલા આતા, તોવે પોરમેહેરાય ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા એને આપહે બોદા પાપ માફ કોઅયા.


આંય યાહાટી કોઅતાહાંવ, કા ચ્યાહા બોરહો પાકો ઓઓય જાય, યોક-બીજાઆરે પ્રેમામાય રોય, એને આંય ઈ બી વિચારતાહાવ કા ચ્ચાહાન પુરો બોરહો ઓએ કા, ચ્ચાહાય પોરમેહેરા મર્માલ જાય લેદાહા જો પોતે ખ્રિસ્ત હેય.


ખ્રિસ્તાય પાપ એને મોરણા શક્તિ તાબામાઅને બોદા લોકહાન છોડવાહાટી પોતે બલિદાન ઓઅય ગીયો, ચ્યા મોરણા લીદે, પોરમેહેરાય યોગ્ય સમયે ઈ સાબિત કોઅય દેના કા પોરમેહેરા ઇચ્છા ઈ હેય કા બોદા લોક બોચી જાં જોજે.


ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.


આપહે તારણારા ઈસુ ખ્રિસ્તા લીદે પોરમેહેરાય બોજ થી પવિત્ર આત્માલ આપહેમાય રાંહાટી દોવાડયા.


મૂસા નિયમાહા નુસાર લગભગ બોદીજ વસ્તુહુલ લોય છાટીન ચોખ્ખેં કોઅલે જાં જોજે, લોય વોવાડ્યા વોગાર, પોરમેહેર લોકહાન ચ્યાહા પાપહાહાટી માફી નાંય કોઅય હોકે.


તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.


આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.


ઓ પાહાહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા ઈસુ ખ્રિસ્તા નાવાકોય તુમહે પાપ માફ કોઅલા ગીઅલા હેય.


આપહે પાપ કાડી ટાકાંહાટી, ખ્રિસ્ત યોક બલિદાન બોની ગીયો, એને કેવળ આપહેજ પાપહાહાટી નાંય, બાકી બોદા દુનિયા લોકહા પાપહાહાટી બી.


પ્રેમ ઈ નાંય હેય કા આપા પોરમેહેરાલ પ્રેમ કોઅજેહે, બાકી આસલીમાય પ્રેમ ઈ હેય કા ચ્યાય આપહાવોય પ્રેમ કોઅયા, ચ્ચાય આપહે પાપ કાડી ટાકાંહાટી ચ્યા પોહાલ બલિદાન ઓઅરાહાટી દોવાડયો.


યા ચ્યા લોક હેય જ્યાહાય કોયદિહી વ્યબિચાર નાંય કોઅલા આતા બાકી કુવારા હેય, કેવળ પોરમેહેરા એને ગેટા એટલે ખ્રિસ્ત ઈસુજ આરાધના કોઅલી આતી, ચ્યાલ છોડીન બિજા કાદા આરાધના નાંય કોઅયેલ. ઈ તે પોરમેહેરા એને ગેટા નિમિત્ત પેલ્લા ફળ ઓઅરાહાટી માઅહા માઅને વેચાતાં લેદલા ગીયહા.


એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.


Lean sinn:

Sanasan


Sanasan