16 તે આંય તુમહેહાટી સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, એને આંય જોવેબી પ્રાર્થના કોઅતાહાંવ મા પ્રાર્થનામાય તુમહાન યાદ કોઅતાહાંવ.
જોવે આમા તુમહેહાટી પ્રાર્થના કોઅજેહે, તોવે આમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહો એટલે પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે.
યાહાટી જ્યેં દિહી આમા ઈ વોનાયા, આમા કાયામ તુમહેહાટી પ્રાર્થના કોઅતા રોજહે, આમા પોરમેહેરાલ ઓહડી વિનાંતી કોઅજેહે કા પોરમેહેરા આત્મા તુમહાન જ્ઞાન એને હોમાજ દેય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા પુરી રીતીકોય હોમજી હોકે.
આમા જોવે-જોવે પ્રાર્થના કોઅજેહે તોવે તુમહાન યાદ કોઅજેહે તુમહે બોદહાહાટી પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે.
પ્રાર્થના કોઅનામાય લાગલા રોજા.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.