15 યા બોદા લીદે જીં પોરમેહેરાય કોઅયાહાં, જોવેને માયે પ્રભુ ઈસુવોય તુમહે બોરહો કોઅના બારામાય, એને પોરમેહેરા બોદા લોકહા પ્રતિ તુમહે પ્રેમ કોઅના બારામાય વોનાયો.
બાકી યહૂદી એને ગેર યહૂદીયાહામાય ચેતાવણી દેતો રિયો, કા પાપ કોઅના બોંદ કોઇન પોરમેહેરાએછે ફિરે એને આમહે પ્રભુ ઈસુવોય બોરહો કોએ.
પેલ્લા આંય તુમા બોદહાહાટી ઈસુ ખ્રિસ્તાકોય આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના બારામાય બોજ લોક વાત કોઅય રીઅલા હેય.
જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.
આંય પાઉલ, પોરમેહેરા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ. એફેસુસ શેહેરામાય રોનારા પવિત્ર એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનારા લોકહાન ઈ પત્ર લોખતાહાવ.
એને પોરમેહેરા બોદા લોકહાઆરે ઈ હોમાજના સામર્થ્ય મેળવા, કા પ્રેમા પોળાય. એને લાંબાઈ, એને ઉચાઇ, એને ઉન્ડાય કોલહી હેય.
જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.
યોકબીજા વિસ્વાસીવોય પ્રેમ રાખના બારામાય તુમહાન લોખના ગોરાજ નાંય હેય, કાહાકા યોકબીજાવોય પ્રેમ કોઅના તુમા પોરમેહેરા પાયને હિક્યાહા.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.
આમહે પ્રભુય સાદા માયેવોય બોજ સદા મોયા કોઅયી, ચ્ચાય માન બોરહો એને પ્રેમ દેના કાહાકા આંય ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ આતો.
આંય તુમહાન એહેકેન કોઅરા આગના દેતહાવ, યા કારણ ઈ હેય તુમા યોકબિજાલ ચોખ્ખે રુદયથી, હારાં મનથી એને હાચ્ચાં બોરહાકોય પ્રેમ કોઆ.
કાહાકા આંય પ્રભુ ઈસુવોય તો બોરહા એને પોરમેહેરા બોદા લોકહાવોય તો પ્રેમ કોઅના બારામાય વોનાતાહાવ.
જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય.
કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.
જ્યા કાદાવોય દુનિયા માલ-મિલકાત હેય, એને તો આપહે પોતે બાહા ગોરાજ એઇન ચ્ચાવોય દોયા નાંય કોએ, તે ચ્ચામાય પોરમેહેરા પ્રેમ કેહેકેન બોની હોકહે?
યાહાટી આમહાન ચ્ચાથી ઈ આગના મીળહી, જો કાદો પોરમેહેરાવોય પ્રેમ કોઅહે, ચ્યાલ વિસ્વાસી બાહાવોય બી પ્રેમ કોઅરા જોજે.