2 એને ચ્યાપાઅને દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણા નાવાવોય મંજુર્યે કાગળાં માગ્યાં, કા જ્યા માટડા કા થેઅયો જ્યા પ્રભુ ઈસુ વાટે ચાલનારેં મીળે ચ્યાહાન બાંદિન યેરૂસાલેમ શેહેરમાય લેય યેય.
બાકી તુમા લોકહાપાઅને હાચવીન રા, કાહાકા લોક તુમહાન કોચર્યેમાય લી જાય એને સોબાયે ઠિકાણાહામાય માર દી.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.
ચ્યાય પ્રભુવા વાટે બારામાય શિક્ષણ મેળાવલા આતા, એને મોન લાવીન ઈસુવા બારામાય ઠીક-ઠીક વોનાડતો એને હિકાડતો આતો, બાકી તો ખાલી યોહાના બાપતિસ્મા વાત જાંઅતો આતો.
ચ્યે સમાયે તાં પ્રભુવા વાટે બારામાય બોજ મોઠી ચળવળ જાયી.
બાકી કોલહાક લોકહાય કોઠાણ મોના ઓઇન બોરહો કોઅના નાકાર કોઅઇ દેના, બાકી લોકહા હામ્મે પ્રભુવા વાટે બારામાય ખારાબ આખા લાગ્યા, તોવે ચ્યાય ચ્યાહાલ તાંજ છોડીન શિષ્યાહાન આલાગ કોઅઇ લેદા, એને દિનેરોજ તુરેન્નુસ શાળેમાય હિકાડયાં કોઅતો આતો.
એને આંય તો હામ્મે કબુલ કોઅતાહાંવ, કા યા યહૂદી આગેવાનાહાન લાગહે કા આંય ખ્રિસ્તા વાટે અનુસરણ કોઅતાહાંવ જ્યાલ ચ્યા જુઠી વાટ આખતાહા, આંય આમહે આગલ્યા ડાયહા પોરમેહેરા ભક્તિ કોઅતાહાંવ, એને જ્યો વાતો મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહેમાય લોખલાં હેય, ચ્યા બોદહાપે બોરહો કોઅતાહાંવ.
ફેલિક્સાય, જ્યેં યે વાટે વાતો ઠીક-ઠીક રીતે જાંઅતો આતો, ચ્ચાહાન ઈ આખીન ટાળી દેના, “જોવે સૈનિકાહા ટુકડયે સુબેદાર લુસીયાસ યેઅરી, તોવે તુમહે વાતે નિર્ણય કોઅહી.”
એને માયે યેરૂસાલેમ શેહેરામાય એહકોયજ કોઅયા, એને મુખ્ય યાજકાહા પાઅને ઓદિકાર મેળવીન બોજ પવિત્ર લોકહાન જેલેમાય ટાક્યા, એને જોવે ચ્યાહાન માઆઇ ટાકાલા જાતા આતા, તેરુંબી ચ્ચાહા વિરુદમાય પોતાની પરવાનગી દેતો આતો.
યે ધુંદ્યેમાય આંય મુખ્ય યાજકાહાથી ઓદિકાર એને આગના પત્ર લેયને દમસ્ક શેહેરામાય જાય રીયલો આતો.
બાકી કોલહાક લોકહાય સ્તેફનુસા વિરુદ કોઅયો, ચ્યે ચ્યા સોબાયે ઠિકાણા સભ્ય આતેં, જ્યાહાલ ગુલામી-છુટકો આખતે આતેં, ચ્યા લોક કુરેન એને સિકન્દરિયા શેહેરામાઅને કિલિકિયા એને આસિયા વિસ્તારામાઅને બી આતેં, યા લોક સ્તેફનુસા આરે બોલા-બોલી કોઅરા લાગ્યા.
ચ્યાય આપહે જાતી આરે ચાલાકી કોઇન આપહે વાડ-વડીલાહાઆરે ઓલે લોગુ ખારાબ વ્યવહાર કોઅયો, કા આયહે-આબહાલ નોવા જોન્મુલા પોહહાન ટાકી દાં પોડ્યા જ્યેથી ચ્યે મોઅઇ જાય.
એને ઈહીંબી ચ્યાલ મુખ્ય યાજકાહા પાયને ઓદિકાર મિળ્યહો કા જ્યા લોક તોવોય બોરહો કોઅતાહા, ચ્યા બોદહાલ યેરૂસાલેમ શેહેરામાય બાંદી લેય જાય.”
એને બોદા વોનાનારા નોવાય પામીન આખા લાગ્યા, “કાય ઓ તોજ માઅહું નાંય હેય જો યેરૂસાલેમ શેહેરામાય જ્યા ઈસુવોય બોરહો કોએ ચ્યાહાન તો માઆઇ ટાકે, એને ઈહીંબી ચ્યા હાટીજ યેનલો આતો, કા ચ્યાહાન બાંદિન મુખ્ય યાજકાહાપાય લી જાય?”
દમસ્ક શેહેરામાય આરેતાસ રાજા રાજ્યપાલે માન દોઅરાંહાટી દમસ્ક શેહેરાવોય રાખવાળ્યા ગોઠવી દેના.
એને જ્યા મા કોઅતા પેલ્લા પ્રેષિત આતા ચ્યાહાથી સલાહા લાંહાટી આંય યેરૂસાલેમ શેહેરામાય નાંય ગીયો, બાકી તારાત અરબ દેશામાય ગીયો એને તાઅને પાછો દમસ્ક શેહેરામાય વોળી યેનો.