16 કાહાકા પવિત્ર આત્મા આમી લોગુ ચ્યાહામાઅને કાદાવોય નાંય યેનેલ, કાહાકા ચ્યાહાય તે પ્રભુ ઈસુ નાવામાય બાપતિસ્મા લેદલા આતા.
યાહાટી તુમા જાં, બોદી જાત્યે લોકહાન શિષ્ય બોનાડા, એને પિતા, એને પુત્ર, એને પવિત્ર આત્મા નાવાકોય ચ્યાહાન બાપતિસ્મા દા,
ચ્યાય આખ્યાં, “કાય તુમહાય બોરહો કોઅયો તોવે પવિત્ર આત્મા મિળ્યાં?” ચ્યાહાય ચ્યાલ આખ્યાં કા, “આમહાય તે પવિત્ર આત્મા બારામાય વાત બી નાંય વોનાયાહા.”
પિત્તરે ચ્યાહાન આખ્યાં કા, “પાપ કોઅના બંદ કોઆ, એને તુમહેમાઅને બોદા જાંઆ તુમહે પાપહા માફી મેળવાહાટી ઈસુ ખ્રિસ્તા નાંવે બાપતિસ્મા લાં, તોવે તુમહાન પવિત્ર આત્મા દાન મિળી.
આમા જાંઅજેહે કા, આપા બોદા જોલા લોકહાય ઈસુ ખ્રિસ્તામાય બાપતિસ્મા લેદા તે આપા ચ્યાઆરે મોઅઇ ગીયે.
એને જોવે તુમા ઈસુ ખ્રિસ્તામાય બાપતિસ્મા લેય રીઅલા આતા, તે તી યે પરમાણે આતાં કા તુમહાય ઈસુ ખ્રિસ્તાલ ચ્યે રીતે થોવલો આતો જેહેકેન તુમહાય નોવે ડોગલેં પોવલે આતેં.