11 જોવે યોસેફ પ્રધાન આતો, તોવે કા બોદા મિસર દેશામાય એને કનાન દેશામાય ઓલો મોઠો દુકાળ પોડયો, જ્યાકોય બોજ તકલીફ પોડી, એને આપહે આગલ્યા ડાયહાન ખાઅના નાંય મિળતા આતા.