10 એને પોરમેહેરે યોસેફાલ બોદી તકલીફ માઅને બોચાડીન મિસર દેશા રાજા ફારુના આગલા મોયા એને બુદ્દિ દેની, ફારુન રાજાય યોસેફાલ મિસર દેશાવોય એને ચ્યા બોદા મેહેલાવોય પ્રધાન બોનાડયો.
પ્રભુ માન બોદા કાવત્રા માઅને બોચાવી રાખરી એને માન ચ્યા હોરગ્યા રાજ્યામાય હારી રીતે સાંબાળીન લેય જાય, ચ્યા મહિમા સાદામાટે ઓઅતી રોય. આમેન.
એઆ, આમા ધીર રાખનારાહાલ ધન્ય આખજેહે, તુમહાય અયુબા ધીરજા બારામાય તે વોનાલાજ હેય, એને પ્રભુવા પાઅને જીં ચ્ચા ઇનામ મિળ્યાં ચ્ચાકોય બી જાય લેદાહા, જ્યાલ પ્રભુવા બોજ કરૂણા એને દયા પ્રગટ કોઅહે.
તોવે માયે ચ્યાહાન આખ્યાં, “ઓ માલિક, આંય નાંય જાંઆવ બાકી તું જાંઅતોહો.” પાછો ચ્યાય માન આખ્યાં, “યેં ઉજળેં ડોગલેં પોવલા ચ્યા લોક હેય જ્યાહાય બોજ મોઠા સતાવા અનુભવ કોઅલો હેય, ચ્યાહાય ગેટા લોયાકોય પોત-પોતાલ પોરમેહેરા નોજરેમાય શુદ્ધ બોનાવી લેદલા હેય.”