6 પાછે જુવાન્યા યેયન ચ્યા કુડી ફાડકા કોઇન ચોંડાળીન બાઆ લેય જાયને દાટી દેના.
તોવે ચ્યાહાય ઈસુ કુડી લેદી એને યહૂદી લોકહા ડાટના રીવાજ પરમાણે સુગન્દિત દ્રવ્ય ચોપડયા એને ફાડકામાય ચોંડાળ્યા.
લગભગ તીન કલાક પાછે ચ્યા થેએ માજે યેની, તી યે ઘટના બારામાય કાયજ નાંય જાઅતી આતી.