6 જ્યા લોક સોબાયેમાય યોખઠા જાયલા આતા, ચ્યાહામાય હન્ના મહાયાજક આતો એને કાયફા, યોહાન, સિકંદર એને બિજા જોલા મહાયાજકા કુટુંબમાઅને આતા ચ્યાબી સોબાયેમાય સામીલ આતા.
તોવે મુખ્ય યાજક એને લોકહા આગેવાન કાયફા નાંવા મહાયાજકા ગોઆ બાઆપુર યોખઠા જાયા.
એને જોવે હન્ના એને કાયફાસ મહાયાજક આતા, ચ્યે સમાયે પોરમેહેરા વચન ઉજાડ જાગામાય જખરિયા પોહો યોહાનાલ મિળ્યાં.
તોવે ચ્યાહામાઅને કાયફા નાંવા સોબા સભ્ય આતો તો ચ્યા વોરહા મહાયાજક આતો, ચ્યે ચ્યાહાન આખ્યાં, “તુમા કાયજ નાંય જાંએત.
પાછે હન્નાયેં ઈસુવાલ બાંદલોજ કાયફા મહાયાજકાપાય દોવાડયો.
એને પિત્તર એને યોહાનાલ વોચમાય ઉબા કોઇન પુછા લાગ્યા, “યા માઅહાલ હારાં કોઅરાહાટી કુંયે તુમહાન સામર્થ એને ઓદિકાર દેનો?”
ઈ વોનાયને પ્રેષિત બોડે હાકાળેહેજ દેવાળામાય ગીયા, જેહેકેન ચ્યાહાન હોરગા દૂતહાકોય આખલા ગીઅલા આતા, એને ચ્યાહાય લોકહાન હિકાડના સુરુ કોઅયા. બાકી મહાયાજક એને ચ્યા હાંગાત્યાહાય યેયન મોઠી સોબાયેલ એને ઈસરાયેલ્યાહા બોદા વડીલાહાન યોખઠા કોઅયા, એને જેલેમાય આખી દોવાડયા કા પ્રેષિતાહાન લેય યેય.