2 હનાન્યા મહાયાજકાય, ચ્યાહાલ જ્યેં ચ્યાપાય ઉબલે આતેં, ચ્યા મુંયાવોય થાપડાકેન ઠોકના આગના દેની.
તોવે ચ્ચાહાય ચ્યા મુંયા ઉપે થુપ્યાં, એને ચ્યા મુંય ડાકીન ઠોકાં લાગ્યા.
જોવે ઈસુય એહેકેન આખ્યાં, તોવે ચ્યા પાહાય ઉબા રીઅલા માઅને યોક રાખવાળ્યાય ઈસુવાલ યોક થાપાડ ઠોકી એને આખ્યાં, “તું મહાયાજકાલ એહેકેન જવાબ દેતહો કા?”
ઈસુવે ચ્યાલ આખ્યાં, “માયે કાય જુઠા આખ્યાં ઓરી તોવે તી જુઠા માન દેખાડ, બાકી જો હાચ્ચાં આખ્યાં, તોવે તું માન કાહા ઠોકતોહો?”
પાચ દિહી પાછે હનાન્યા મહાયાજક એને કોલહાક આગેવાન એને તિરતુલ્લુસ નાંવ્યો કાદો વકીલાલ આરે લેઈને કૈસરીયા શેહેરમાય યેય પોઅચ્યા, ચ્યાહાય રાજ્યપાલા હામ્મે પાઉલાવોય દોષ લાવ્યો.