9 ચ્યા ચાર કુવાર્યો પોહયો આત્યો, ચ્યો ભવિષ્યવાણી કોઅત્યો આત્યો.
એને આશેરા કુળામાઅને હાન્ના નાંવા ફનુએલા પોહી યોક ભવિષ્યવક્તીન આતી, તી બોજ ડાયી આતી, એને વોરાડ ઓઇન હાંત વોરહે લોગુ માટડાઆરે રોઅલી આતી.
અન્તાકિયા શેહેરા મંડળીમાય કોલહાક ભવિષ્યવક્તા એને શિક્ષક આતા, બારનાબાસ, સિમોન જ્યા બિજા નાંવ નીગર આતા, કુરેન શેહેરા લુકીયુસ, હેરોદ રાજા બાહા મનાહેમ એને શાઉલ.
પોરમેહેર આખહે, કા છેલ્લા દિહાહામાય એહેકેન ઓઅરી, કા આંય મા આત્મા બોદા માઅહાલ દિહી, એને તુમહે પોહા એને તુમહે પોહયો ભવિષ્યવાણી કોઅરી, એને તુમહે જુવાન્યે દર્શન એઅરી, એને તુમહે ડાયા હોપને એઅરી.
યાહાટી જો ચ્યે કુવાર્યે વોરાડ કોઇ દેહે, તો તી હારાં કોઅહે, એને જો વોરાડ નાંય કોઇ દેય, તો યા કોઅતાબી હારાં કોઅહે.
બાકી માન તો વિરુદમાય ઈ આખના હેય, તુમા તી થેએ ઈજબેલેલ જુઠા શિક્ષણ ફેલાવાં દેતહા, તી પોતાલ યોક ભવિષ્યવક્તીન આખાડેહે, બાકી મા વિસ્વાસી લોકહાન જુઠા શિક્ષણ હિકાડેહે, તી ચ્યાહાન વ્યબિચાર કોઅના એને મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં હિકાડેહે.