1 જોવે દામાલ બોંદ ઓઈ ગીયો તે પાઉલે શિષ્યાહાન હાદિન ચ્યાહાન ઈંમાત દેની એને ચ્યાહા ઇહિને રજા લેયને મોકોદુનિયા વિસ્તારા એછે ચાલ પોડયો.
એને જોવે ચ્યાલ મિળ્યો તોવે ચ્યાલ અન્તાકિયા શેહેર લેય યેનો, એને એહેકેન જાયા કા શાઉલ એને બારનાબાસ યોક વોરહા લોગુ મંડળીઆરે મિળતા એને બોજ લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હિકાડતા રિયા, એને શિષ્ય બોદહા પેલ્લા અન્તાકિયા શેહેરામાય ખ્રિસ્તી આખાયા.
તાઅને આમા ફિલિપ્પી શેહેરામાય પોઅચ્યા, જીં મોકોદુનિયા વિસ્તાર માઅને શેહેર, એને રોમ્યાહા વોહતી હેય, એને આમા ચ્યા શેહેરામાય કોલહાક દિહીહુદુ રિયા.
તાં પાઉલે રાતી યોક દર્શન એઅયા કા યોક મોકોદુનિયા વિસ્તારામાય રોનારા યોક માઅહું ઉબા આતા, એને તો ચ્યાલ વિનાંતી કોઇન આખહે કા, “દોરિયા ચ્યે કાની ઉતીન મોકોદુનિયા માય યે, એને આમે મોદાત કોઓ.”
જોવે યો વાતો ઓઅઇ ચુક્યો તોવે પાઉલે મોકોદુનિયા એને આખાયા વિસ્તારા વિસ્વાસ્યાહાલ મિળ્યાં પાછે યેરૂસાલેમ શેહેરામાય જાયના નોક્કી કોઅયા, એને આખ્યાં, “તાં જાઅના પાછે માન રોમ શેહેર બી એઅના જરુરી હેય.”
બાકી પાઉલ નિચે ગીયો એને ચ્યાપાય જાયને ચ્યાલ આથામાય લેયને, એને ગોળે લાગીન આખ્યાં, “ગાબરાયાહા મા, કાહાકા તો આજુબી જીવતો હેય.”
ચ્ચા બોદા વિસ્તારામાઅને ઓઇન એને શિષ્યાહાન બોજ ઈંમાત દેયન તો યુનાન વિસ્તારમાય યેનો.
જોવે તીન મોયના રોયન તો તાઅને જાહાજેમાય બોહીન સિરીયા વિસ્તારા એછે જાં આતો, તોવે ચ્યાય ઈ વોનાયને કા કોલહાક યહૂદી આગેવાન ચ્ચાલ જાહાજેમાય માઆઇ ટાકાં યોજના કોય રીયહા એને યાહાટી ચ્ચાય મોકોદુનિયા વિસ્તારામાઅને ઓઇન સિરીયા વિસ્તારામાય જાઅના નોક્કી કોઅયા.
તોવે ચ્ચા બોદા બોજ રોડતા લાગ્યા એને પાઉલાલ ગોળે લાવીન ચ્યાલ ગુળા દાં લાગ્યા.
પવિત્ર આત્માકોય દેનલા સામર્થ્યકોય માયે અદભુત કામ એને ચમત્કાર કોઅયા, ઈહીં લોગુ કા આંય યેરૂસાલેમ શેહેરાપાઅને લેઈને ઇલ્લુરિકુમ ભાગ લોગુ તાઅને બોદા લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅયો.
યોકબીજાઆરે ગોળે મિળીન સલામ. કોઆ, તુમહાન ખ્રિસ્તા બોદી મંડળી એહેરે સલામ.
ઇહિને બોદા વિસ્વાસી લોક તુમહાન સલામ આખતાહા, તુમા યોક બિજા આરે ગોળે મિળીન સલામ કોઆ.
આંય મોકોદુનિયા વિસ્તારમાય જાહીં, તાઅને પાછો ફિરીન તુમહાન મિળાહાટી યીહીં.
યોકબિજાલ પવિત્ર ગુળા દેયને સલામ કોઅયા.
કાહાકા જોવે આમા મોકોદુનિયા વિસ્તારામાય યેના, તોવેબી આમે શરીરાલ આરામ નાંય મિળ્યો, બાકી આમા ચારી ચોમખીને મુશ્કીલ્યો વેઠતા આતા, આમહે ચારીચોમખી જગડા કોઅતા આતા, એને આમહે રુદયામાય બિક આતી.
બોદા વિસ્વાસી બાહહાન પવિત્ર સલામ કોઆ.
આંય તુલ પાછો આખી રિયહો, મોકોદુનિયા વિસ્તારામાય જાં પેલ્લા તુલ વિનાંતી કોઅયેલ, કા તું એફેસુસ શેહેરામાય રોયન ચ્ચા જુઠા શિક્ષણ દેનારાહાન આગના દે, કા ચ્યા લોક જુઠા શિક્ષણ નાંય દેય.