1 કોલહાક યહૂદી બોરહો કોઅનારા યહૂદીયા વિસ્તારામાઅને અન્તાકિયા શેહેરામાય યેના એને વિસ્વાસ્યાહાલ હિકાડાં લાગ્યા કા: “જોવે મૂસા રીતીકોય તુમહે સુન્નત નાંય ઓએ તે તુમા બોચી નાંય હોકહા.”
મૂસાયે તુમહાન સુન્નત કોઅના આગના દેનલી હેય, એને તુમા આરામા દિહી માઅહા સુન્નત કોઅતાહા. તી આગના મૂસા નાંય હેય, બાકી આગલ્યા ડાયહા પાઅને ચાલતી યેનલી હેય.
એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.
તોવે યેરૂસાલેમ શેહેરામાય પ્રેષિત એને વડીલાહાય બોદી મંડળીઆરે આપહે માઅને કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા, ચ્યાહાય યહૂદા, જો બારનાબાસ આખવામાય યેહે, એને સિલાસાલ નિવડયા, યા બેની વિસ્વાસ્યાહામાય બોજ માનાપાના આતા. ચ્યાહાન પાઉલ એને બારનાબાસાઆરે અન્તાકિયા શેહેરમાય દોવાડી દેના.
એને ચ્યાહાય તી ચિઠ્ઠી ચ્યાહાઆરે લેય દોવાડયા જ્યામાય લોખાલા આતા, “અન્તાકિયા શેહેર, એને સિરીયા એને કિલિકિયા વિસ્તારામાય રોનારા ગેર યહૂદી વિસ્વાસ્યાહાલ, પ્રેષિત એને વડીલાહા સલામ.
આમા વોનાયાહા, કા આમહામાને કોલહાક લોક તુમહેપાય યેનલા હેય, એને ચ્યાહાય તુમાહાલ ચ્યાહા વાતહેકોય ગાબરાવી દેના, એને તુમહે મન ઉલટાવી દેનહે બાકી આમહાય ચ્યાહાલ આગના નાંય દેનલી આતી.
પાછે મંડળી લોકહાય ચ્યાહાલ વાટેહાટી પોયહા એને ખાઅના દેયને દોવાડી દેના, એને ચ્યા ફીનીકે એને સમરૂન વિસ્તારામાઅને ગીયા, એને તાઅને વિસ્વાસ્યાહા આરે વાત કોઅયી કા, ગેર યહૂદી લોક કેહેકેન હારી ખોબાર વોનાયને ખ્રિસ્તાવોય બોરહો કોઅય રીઅલા હેય, ઈ આખીન ચ્યાહાય બોદા વિસ્વાસી બાહહાલ બોજ આનંદિત કોઅયા.
એને યહૂદા એને સિલાસ જ્યા પોતેબી ભવિષ્યવક્તા આતા, ચ્યાહાય બોજ વાતહેકોય વિસ્વાસ્યાહાલ ઉપદેશ દેયન સ્થિર કોઅયા.
બાકી પોરૂષીયાહા ટોળામાઅને જ્યાહાય બોરહો કોઅલો આતો, ચ્યાહામાઅને કોલહાક જાઅહાય ઉઠીન આખ્યાં, “ગેર યહૂદીયાહાલ સુન્નત કોઅના એને મૂસા નિયમ માનના આગના દાં જોજે.”
ચ્યાહાય ઈ વોનાઈન પોરમેહેરા મહિમા કોઅઇ, પાછે ચ્યાલ આખ્યાં, “ઓ બાહા તું જાંઅતોહો, કા યહૂદીયાહા માઅને ઓજારો લોકહાય બોરહો કોઅયોહો, એને ચ્યા બોદા મૂસા નિયમાહાલ પાળના બોજ બોરહો કોઅતાહા.
કાહાકા આમહાય ચ્યાલ એહેકોય આખતો વોનાયા, કા ઓજ નાજરેત ગાવામાઅને ઈસુ દેવાળાલ પાડી ટાકી, એને ચ્યે રીતીહીન બોદલી ટાકી જ્યો મૂસાય આપહાન હોઅપલ્યો હેય.”
ચૌવુદ વોરહા પાછે, આંય બારનાબાસાઆરે પાછો યેરૂસાલેમ શેહેરામાય ગીયો, એને તીતુસાલ બી આરે લેય ગીયો.
જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.
ચ્યા લોક યહૂદી લોકહાન ખુશ કોઅરાહાટી તુમહાન સુન્નત કોઆડાં માગતાહા, ચ્યા એહેકેન યાહાટી કોઅતાહા જેથી લોક ચ્યાહાન ઓ પ્રચાર કોઅના લીદે નાંય સતાવ કોએ, કા પોરમેહેર લોકહાન કેવળ યાહાટી વાચાડેહે, કાહાકા ચ્યા બોરહો કોઅતાહા કા ખ્રિસ્ત હુળીખાંબાવોય મોઅયો.
યાહાટી આમી કાદાલ ઓ ઓદિકાર નાંય હેય, કા ખાઅના-પિઅના, સણ, આમાસ, કા આરામા દિહયા બારામાય તુમહાવોય દોષ થોવે.
હાચવીન રા, કાદાં તુમહાન નોકામી એને બેકાર વાતહેકોય છેતરી નાંય દેય, જ્યો માઅહા રીતીરીવાજાહા પરમાણે એને દુનિયા શિક્ષણા પરમાણે હેય બાકી ખ્રિસ્તા શિક્ષણા હારકા નાંય હેય.