12 તોવે પવિત્ર આત્માય માન ચ્યાહાઆરે શંકા કોઅયા વોગાર જાં આખ્યાં, એને યા છ બાહા બી મા આરે કૈસરીયા શેહેરામાય આરે યેના, એને આમા કરનેલીયુસા ગોઓ ગીયા.
જોવે તો યે વાતે વિચારમાય આતો તોવે પ્રભુ દૂત હોપનામાય યેઇન આખા લાગ્યો કા, “ઓ યોસેફ! દાઉદ રાજા કુળા, તું મરિયમેલ તો થેએ બોનાડા મા બીયહે, કાહાકા જીં ચ્યે બુકામાય હેય, તી પવિત્ર આત્મા સામર્થ્યા થી હેતાં.
બાકી જોવે તો હાચ્ચાં આત્મા યી, તોવે તો તુમહાન પોરમેહેરાબારામાય જીં હાચ્ચાં હેય તી હોમજાડી, કાહાકા તો પોતા ઓદિકારા કોઇન નાંય આખી, બાકી જીં પોરમેહેરાપાઅને વોનાયી, તીંજ આખી, એને આગલા ઓઅનાર્યો વાતો તુમહાન આખી.
એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.
તોવે ચ્યેય માજા હાદિન ચ્યાહાન રા જાગો દેનો. એને બીજે દિહે, તો ચ્યાહાઆરે ગીયો, એને યાફા શેહેરા વિસ્વાસી બાહાહા માઅને કોલહાક ચ્યાઆરે ગીયા.
એને જ્યા સુન્નત કોઅલા યહૂદી વિસ્વાસી લોક પિત્તરા આરે યેનલા આતા, ચ્યા બોદાજ નોવાય પામ્યા કા ગેર યહૂદી લોકબી પવિત્ર આત્માકોય બાઆય ગીયા.
એને ચ્યેય આમહાન આખ્યાં કા, માયે યોક હોરગા દૂતાલ મા ગોઅમે યેઇન ઉબો રોઅલો દેખ્યો, જ્યાંય માન આખ્યાં, યાફા શેહેરામાય માઅહે દોવાડીન સિમોન જ્યાલ પિત્તર આખતેહે, ચ્યાલ હાદી લે.
જોવે ચ્યા ઉપહા કોઇન પ્રભુ ભક્તિ કોઇ રીઅલા આતા, તોવે પવિત્ર આત્માય ચ્યાહાન આખ્યાં, “મા હાટી બારનાબાસ એને શાઉલાલ મા સેવા કોઅરાહાટી આલાગ કોઆ, જ્યાહાટી માયે ચ્યાહાન હાદલા હેય.”
બારનાબાસ એને શાઉલ પવિત્ર આત્માકોય દોવાડલા અન્તાકિયા શેહેરાઇહીને સીલૂકીયા શેહેર લોગુ ગીયા, એને તાઅને ચ્યા સાઇપ્રસ બેટા સલમીસ શેહેરામાય જાંહાટી જાહાજાકોય ગીયા.
તોવે પિત્તરાય બોજ બોલા-બોલી ઓઅઇ ગીયા પાછે ઉઠીન ચ્યાહાન આખ્યાં, “ઓ બાહાહાય, તુમા જાંઅતાહા, કા બોજ દિહાહા પેલ્લા જાયા, કા પોરમેહેરે તુમહેમાઅને માન નિવડી લેદહો, કા માપાયને ગેર યહૂદી લોક હારી ખોબાર વોનાઈન બોરહો કોએ.
એને બોરહો કોઅવાથી ચ્યાહા મન શુદ્ધ કોઇન આમહા માય એને ચ્યાહામાય કાયબી ભેદ નાંય રાખ્યો.
રોમ શેહેરામાઅને કોલહાક વિસ્વાસ્યા વોનાયા આમા તાં યેય રીયહા એને ચ્યા આમહાન મિળાં એને આમહાન રોમ લેય જાંહાટી અપ્પિયુસ ગાવા બાજાર એને તીન-સરાઈ નાંવા જાગાહુદુ યેના. ચ્યાહાન દેખીન પાઉલે પોરમેહેરા ધન્યવાદ કોઅયા એને બોજ ઉસરાય ગીયો.
તોવે પવિત્ર આત્માય ફિલિપાલ આખ્યાં, “પાહાય જાયને યા રથાહાતે ચાલા લાગ.”
એટલે, આપા પોરમેહેરાકોય ન્યાયી બોનજેહે જોવે આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, કાહાકા બોદે માઅહે યોક હારકે હેય.
જો તુમા એહેકેન વોનાતેહે કા પ્રભુ યેઅના દિહી યેય ચુકલો હેય, તો તુમહે વિચારાકોય જલદ્યાજ ગાબરાય નાંય જાયના. કાદો એહેકેન યોક ભવિષ્યવાણી રુપામાય કા યોક સંદેશમાય કા યોક પત્રમાય આખી હોકહે, જેહેકેન કા ઈ આમહેપાઅને યેનલા હેય.
પવિત્ર આત્મા એને ગેટા વોવડી યે બેની ઈસુલ આખતેહે, “યે!” એને વોનાનારાબી આખે “યે!” જો પિહો હેય તો યેય, એને જીં ચ્યાલ જોજહે તીં જીવના પાઆઈ મોફાત લેય.