11 કેવળ માયેપાંય લુક યોખલો રિયો, જોવે તું યેહે તોવે માર્કાલબી હાદી લેતો યેજે, કાહાકા તો મા સેવામાય મોદાત કોઅય હોકહે.
બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી, એને જ્યેં આમી પાછલા હેય, ચ્યે પેલ્લે ઓઅરી.
બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી એને જ્યેં આમી પાછલા હેય, ચ્યે પેલ્લે ઓઅરી.”
ઈ જાઈલા, કોલહેક જ્યેં આમી પાછલા હેય ચ્યે પેલ્લે ઓઅરી, એને કોલહેક જ્યેં પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી.”
ઈ જાઇન કા પોરમેહેરાય પિત્તરાલ બોચાવી લેદહો, તોવે તો મરિયમે ગોઓ ગીયો, મરિયમ યોહાન જો માર્ક આખાયેહે ચ્યા આયહો આતી, તાં બોજ વિસ્વાસી બેગે ઓઇન પ્રાર્થના કોઇ રીઅલે આતેં.
યહૂદીયા ભાગામાય યહૂદી વિસ્વાસીયા મોદાત કોઅરાહાટી પોયહા દેઅના પાછે, બારનાબાસ એને શાઉલ યેરૂસાલેમ શેહેરામાઅને અન્તાકિયા શેહેરામાય પાછા ફિરી યેના, એને યોહાન જ્યાલ માર્ક બી આખતેહે ચ્યાહાઆરે આતો.
તોવે બારનાબાસે યોહાનાલ જો માર્ક આખવામાય યેહે, આરે લેઅના વિચાર કોઅયો.
પાછે ઓહડી બોલા-બોલી ઓઅયી કા પાઉલ એને બારનાબાસ ચ્યા બેની યોકબિજાથી આલાગ ઓઈ ગીયા, એને બારનાબાસ, માર્કાલ લેઈને ઉડીવોય બોહીન સાઇપ્રસ બેટા એછે જાતો રિયો.
ચ્યા ઈ દર્શન દેખીન આમહાય તારાતુજ મોકોદુનિયા વિસ્તારામાય જાઅના વિચાર્યા, ઈ હોમજીન કા પોરમેહેરાય આમહાન ચ્યાહાન હારી ખોબારે સંદેશ દાંહાટી હાદ્યાહા.
અરિસ્તર્ખુસ મા આરે કૈદી હેય, એને માર્ક જો બારનાબાસા બાહા લાગહે, સલામ આખહે, આંય જાંઅતાહાંવ કા તુમહાન પેલ્લાજ માર્કા બારામાય આખ્યાહા, કા તો જોવે તુમહેપાય યેય તે ચ્યા હારેકોય આવકાર કોઅજા.
પ્રિય ડાકટાર લુકા એને દેમાસ તુમહાન સલામ આખતાહા.
તુલ ખોબાર ઓરી કા આસિયા વિસ્તારામાય રોનારા કોલહાક વિસ્વાસી લોકહાય માન છોડી દેનલો હેય, જ્યાહામાય ફુગેલુસ એને હિરમુગેનેસ બી હેય.
યાહાટી જોવે વિસ્વાસી માઅહું બોદા ખારાબ કામ કોઅના બંદ કોએ તોવે ચ્યા જીવન પવિત્ર ઓઅરી, એને તો કિમતી વાહણા હારકો બોની જો ખાસ કામહાહાટી વાપારતેહે, એને ચ્યાલ ચ્યા દોણી વાપર કોઅરી, એને તી બોદા હારા કામહાહાટી તિયાર રોય.
માર્ક, અરિસ્તર્ખુસ, દેમાસ એને લુકા, જ્યા મા આરે ખ્રિસ્તા કામ કોઅતાહા, બોદા તુલ સલામ આખતાહા.
બાબેલ શેહેરા વિસ્વાસી તુમહાન સલામ આખતેહે, જ્યાહાન પોરમેહેરે નિવડયાહા જેહેકેન ચ્યે તુમહાન નિવાડલા. માર્ક, જો માયેહાટી યોક પોહા હારકો હેય, તોબી તુમહાન સલામ આખહે.