Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 3:8 - ગામીત નોવો કરાર

8 જેહેકેન યોનેસ એને જામ્બ્રેસાય મૂસા વિરુદ કોઅયો તેહેકેન યા જુઠા ગુરુબી ખ્રિસ્તા હાચ્ચાયે વિરુદ કોઅતાહા. ચ્યાહા મોન મેલાં ઓઅય ગીઅલા હેય, એને ચ્યા હાચ્ચાંજ ખ્રિસ્તાવોય બોરહો નાંય કોઅય.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 3:8
31 Iomraidhean Croise  

આમા વોનાયાહા, કા આમહામાને કોલહાક લોક તુમહેપાય યેનલા હેય, એને ચ્યાહાય તુમાહાલ ચ્યાહા વાતહેકોય ગાબરાવી દેના, એને તુમહે મન ઉલટાવી દેનહે બાકી આમહાય ચ્યાહાલ આગના નાંય દેનલી આતી.


કાહાકા ચ્યાહાય પોરમેહેરા બોદા જ્ઞાનાલ નોકામ્યા હોમજ્યા, તે પોરમેહેરાયબી ચ્યાહાન ખારાબ કામે કોઅરાહાટી ચ્યાહાન ચ્યાહા નોકામ્યા મોના ઇચ્છા પરમાણે છોડી દેના, કા ચ્યા ખારાબ કામે કોએ.


કાહાકા ઓહડા લોક આપહે પ્રભુ ખ્રિસ્તા નાંય, બાકી પોતાના શારીરિક જરૂરતહાટી સેવા કોઅતેહે, એને ચોપડયો-ચોપડયો વાતો કોઇન બોળાબોક્ષા લોકહાન ભરમાવી દેતહેં.


યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.


તુલ ખ્રિસ્તાવોય મજબુત બોરહો કોઅરા જોજે, એને તોમાય ચોખ્ખાં અંતકરણ રા જોજે, કોલહાક લોકહાય ચ્યાહા ચોખ્ખાં અંતકરણ છોડી દેના યાહાટી, ચ્યે આમી ખ્રિસ્તાવોય બોરહો નાંય કોએત.


જ્યા ઓહડા જુઠા શિક્ષણ દેતહા ચ્યા ડોંગી હેય, ચ્યાહા હૃદય, હારાં કોઅના કા ખારાબ કોઅના, ચ્યા બારામાય નોક્કી કોઅહે તી મોઅઇ ચુકલા હેય, જેહેકેન કા તાતા લોખીન્ડાકોય બાળી દેનહા.


એને ચ્ચા માઅહામાય સદા જગડા પૈદા ઓઅતાહા એને ચ્યાહા બુદ્દિ કામ નાંય કોઅય, એને ચ્યાહાન હાચ્ચાયે બારામાય નાંય હોમજાય, ચ્યાહાન એહેકેન લાગહે કા, પોરમેહેરા ભક્તિ કોઅના પોયહા કામાવના તરીકો હેય.


બાકી તુંબી ચ્યાથી હાચવીન રોજે, કાહાકા ચ્યાય ખ્રિસ્તા બારામાય આમહે શિક્ષણા બોજ વિરુદ કોઅલા હેય.


આંય એહેકેન યાહાટી આખતાહાવ, કાહાકા બોજ લોક હાચ્ચાં શિક્ષણાલ નાંય માની, એટલે, જ્યેં નોકામ્યો વાતો હિકાડતેહે એને બીજહાન દોગો દેતહેં, ખાસ કોઇન યહૂદી સુન્નત લોકહામાઅને જ્યા વિસ્વાસી બોની ગીઅલા હેય સુન્નત કોઅના જરુરી હેય એહેકેન આખનારા બોજ હેતા.


ચ્યા જુઠા ગુરુ આખતાહા કા આમા પોરમેહેરાલ વોળાખજેહે, બાકી ચ્યાહા કામહાકોય ખોબાર ઓઅહે કા ચ્યા નાંય વોળખે, કાહાકા ચ્યા નફરત કોઅતાહા, પોરમેહેરા આગના નાંય માનનારા, એને કાયબી હારાં કામ કોઅરા લાયકે નાંય હેય.


ચ્યે હર યોક થેઅયેઆરે વ્યબિચાર કોઅરા માગતેહે, જ્યાલ ચ્યે એઅતેહે. ચ્યે પાપ કોઅના મોકો હોદનાથી કોદહી નાંય ચુકેત. ચ્યે ચ્યા લોકહાન દોગો દેતહેં, જ્યા ખ્રિસ્તાવોય મજબુતથી બોરહો નાંય કોએત, એને ચ્યે ચ્યાહાન પાપા એછે લેય જાતહેં. ચ્યાહા વોદારે ને વોદારે વસ્તુહુલ મેળાવના એછે વોદતા રોઅના લોબ કોઅના ઇચ્છા લીદે પોરમેહેર ચ્યાહાન સજા દેઅરી.


ઓ પાહાહાય, ઓ ખ્રિસ્તા યેયના છેલ્લો સમય હેય, જેહેકેન તુમહાન ખોબાર હેય, કા ખ્રિસ્તા વિરુદી યેનારો હેય, ચ્યાપરમાણે આમી લોગુ બોજ ખ્રિસ્ત વિરુદી યેનલા હેય, યાકોય આપા જાંઅજેહે કા છેલ્લો સમય યેય ગીઅલો હેય.


ઓ પ્રિયાહાય, ગોમે ચ્યા આત્માહાવોય બોરહો નાંય કોઅના જો પવિત્ર આત્માકોય બોલના દાવો કોઅહે, બાકી આત્માહાન પારખા, કા ચ્યે પોરમેહેરાપાઅને હેય કા નાંય, કાહાકા બોજ જુઠા ભવિષ્યવક્તા દુનિયામાય હેય.


બાકી માન તો વિરુદમાય ઈ આખના હેય, તુમા તી થેએ ઈજબેલેલ જુઠા શિક્ષણ ફેલાવાં દેતહા, તી પોતાલ યોક ભવિષ્યવક્તીન આખાડેહે, બાકી મા વિસ્વાસી લોકહાન જુઠા શિક્ષણ હિકાડેહે, તી ચ્યાહાન વ્યબિચાર કોઅના એને મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં હિકાડેહે.


બાકી તોમાય ઓલા કામ હારાં હેય કા તુલ નિકોલાસીયાહા કામ નાંય ગોમે, ઠીક જેહેકેન તીં માન બી નાંય ગોમે.


Lean sinn:

Sanasan


Sanasan