Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 3:14 - ગામીત નોવો કરાર

14 બાકી, તું જ્યો વાતો હિકહયો એને ચ્યેહેવોય બોરહો કોઅયોહો, ચ્યેહેન માનતો રો, કાહાકા તું જાંઅતોહો કા ચ્યો વાતો તુયે કા પાઅને હિકહયો.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 3:14
12 Iomraidhean Croise  

કાહાકા ચ્યાય યોક દિહી નોક્કી ઠોરવ્યોહો, ચ્યામાય તો આખા દુનિયા ન્યાય કોઅરી, પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદા લોકહાન યે વાતે સાબિતી દેય દેનહી.


કાદો તે યોક દિહાલ બિજા દિહાકોઅતા ખાસ માનહે, એને કાદો બોદા દિહહયાલ યોક હારકો માનહે, દરેક માઅહું પોતાના મોનામાય ખાત્રી કોઅય લેય કા તી કાહા ખાસ માનહે.


આંય યાહાટી કોઅતાહાંવ, કા ચ્યાહા બોરહો પાકો ઓઓય જાય, યોક-બીજાઆરે પ્રેમામાય રોય, એને આંય ઈ બી વિચારતાહાવ કા ચ્ચાહાન પુરો બોરહો ઓએ કા, ચ્ચાહાય પોરમેહેરા મર્માલ જાય લેદાહા જો પોતે ખ્રિસ્ત હેય.


કાહાકા આમહાય તુમહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ખાલી બોલના કોયજ નાંય આખી, બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય એને પુરી ખાત્રીકોય તુમહાન આખી, તુમા જાંઅતેહે કા આમા તુમહે હારાહાટી તુમહે વોચમાય કેહેકેન રિયા.


યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


યા બારામાય હાચવીન રો કા તું કેહેકેન રોતહો એને કાય હિકાડતોહો, યે વાતહેમાય મજબુત રોજે, કાહાકા એહેકેન કોઅહે તે પોરમેહેરાકોય પોતે તું એને તો વોનાનારાહાન બી ડૉડાપાઅને બોચાડેહે.


જ્યો હાચ્યો વાતો તું મા પાઅને વોનાયો, ચ્યેહેન તો નમુના રુપામાય બોનાવી રાખ, ઈ બોરહાકોય એને પ્રેમાકોય કોઓ કાહાકા તું ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય.


તું માન બોજ લોકહાન ખ્રિસ્તા બારામાય હિકાડતા વોનાયોહો, યાહાટી, મા ઇચ્છા હેય કા તુંબી બિજા વિસ્વાસી લોકહાન ઓજ સંદેશ હિકાડ જ્યેં હાચ્ચો બોરહો કોઅનારે માઅહે હેય, એને બીજહાનબી હિકાડાં લાયકે હેય.


વાહનેરે તું પવિત્રશાસ્ત્ર હીકલો હેય, જીં તુલ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન તારણ મિળવાહાટી જ્ઞાન દેય હોકહે.


ચ્યાલ ઈસુ ખ્રિસ્તા બારામાય બોરહાવાળા વચનાવોય મજબુત બોરહો કોઅરા જોજે, જો આમહાય હિકાડયો, જેથી તો બીજહાન હાચ્ચાં શિક્ષણા પાલન કોઅરાહાટી મોદાત કોઅય હોકે, એને ચ્યાહાન જવાબ દેયને હાચ્ચાં હેય એહેકેન સાબિત દેય હોકે.


ઈસુ ખ્રિસ્તા લોય છાટવાથી, આમહે અશુદ્ધ રુદય દુર ઓઅય ગીયહા, એને આમહે શરીરાલ ચોખ્ખાં પાઆયાથી દોવલાં જાવાથી, આમહાન તિયાર કોઅલા ગીયહા, યાહાટી આમી યા, આમા હાચ્ચે દિલથી એને મજબુત બોરહાહાતે પોરમેહેરાપાય જાતા.


આમહે મોઠી ઇચ્છા હેય કા જોવેલોગુ તુમા જીવતે રાહા, તોવેલોગુ તુમા પુરા પ્રેમાકોય કામ કોઅતે રા, ઈ નોક્કી કોઅરાહાટી કા જીં તુમા આશા કોઅતેહે તી હાચ્ચી ઓઅઇ જાઅરી.


Lean sinn:

Sanasan


Sanasan