Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 3:12 - ગામીત નોવો કરાર

12 હાચ્ચાંજ જ્યા લોક ઈસુ ખ્રિસ્તા શિષ્ય બોનીન ચ્યા ભક્તિમાય જીવન વિતાવા માગતેહે, ચ્યા બોદહાન સતાવણી ઓઅરી.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 3:12
32 Iomraidhean Croise  

એને શિષ્યહાઆરે લોકહાન હાદિન ઈસુવે આખ્યાં “જો કાદાં મા શિષ્ય બોના માગહે, ચ્યાલ પોતાલ નાકાર કોઅરા જોજે એને પોતાનો હુળીખાંબ ઉચકીન મા શિષ્ય બોને.


યાહાટી મા આખલ્યા વોનાયા, આંય તુમહાપાય ભવિષ્યવક્તા, બુદ્યેવાળા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુલ દોવાડુહુ, એને તુમા ચ્યાહામાઅને કોલાહાલ યોક માઆઇ ટાકહા, એને કોલહાક હુળીખાંબાવોય ચોડવાહા, એને કોલહાક તુમહે સોબાયે ઠિકાણે ચોપકાહા માર ઠોકહા, એને કોલહાક યોકા ગાવામાઅને બિજા ગાવામાય તાંગાડતા ફીરહા.


આમી યા કાળામાય, ચ્યાલ હોવ ગોણા નાંય મિળી, ગોએ એને બાહા એને બોઅયોહો એને આયહો એને પોહેં એને ખેતારાહાલ, બાકી દુખાઆરે એને યેનારા સોમાયામાય અનંતજીવન મેળવી.


ચ્યા તુમહાન ચ્યાહા સોબાયે ઠિકાણા માઅને કાડી દી, બાકી ઓહડો સમય યી રોયહો, કા જો કાદો તુમહાન માઆઇ ટાકી, તો એહેકોય હોમજી કા આંય પોરમેહેરા સેવા કોઅતાહાંવ.


માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”


માયે તો સંદેશ ચ્ચાહા લોગુ પોઅચાડી દેનહો, એને દુનિયા લોકહાય ચ્યાલ આડાઇ કોઅઇ, કાહાકા જેહેકોય આંય દુનિયા નાંય, તેહેકેન ચ્ચે બી દુનિયા નાંય હેય.


એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.


જો આપા કેવળ યા જીવનાહાટી ખ્રિસ્તાવોય આશા કોઅતેહે, તે આપા બોદા માઅહા કોઅતે વોદારી દુઃખી હેય.


કાહાકા આમા યોક વાતે વખાણ કોઅજેહે, કા આમહે અંતકરણ આમહાન બોરહો દેહે, કા આમહાય માઅહા આરે એને વિશેષ કોઇન તુમહે લોકહાઆરે આમહે વેવહાર પોરમેહેરાથી પવિત્ર એને હાચ્ચાયે નુસાર આતો, જો લોકહા જ્ઞાનાનુસાર નાંય બાકી પોરમેહેરા સદા મોયા હાતે આતો.


સતાવલે તે જાતહેં, બાકી નાકારલે નાંય જાજે, પાડલે તે જાતહેં, બાકી નાશ નાંય ઓએત.


રાજ કોઅનારાહા હાટી એને બોદા લોકહાહાટી પ્રાર્થના કોઆ જ્યા ઓદિકારી હેય, જેથી ચ્ચા આપહાન શાંતીકોય એને હારેકોય રાંહાટી મોદાત કોઅય હોકે, એને આપા પોરમેહેરા ભક્તિ કોઅય હોકજે એને બીજહા આરે સાદા હારેકોય વ્યવહાર કોઅજે.


હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.


જોવે યોકતો જુઠા હિકાડે, એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ એને પોરમેહેરાલ આદર દેયના વાતથી સહમત નાંય ઓએ.


ઈ પત્ર પાઉલ એહેરે હેય, આંય પોરમેહેરા સેવક એને ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, ઈ પત્ર આંય મા પાહા હારકો તીતુસાલ લોખી રિયહો, માન પોરમેહેરા નિવાડલા લોકહા બોરહો મજબુત કોઅરાહાટી એને ચ્યાહાન ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ જાંઅરા મોદાત કોઅરા નિવાડલો હેય, જેથી ચ્યે પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવે.


પોરમેહેર આપહાન હિકાડેહે, કા આપહાય અન્યાય એને દુનિયા વાસનાયો છોડી દેયને પોતાલ કાબુમાય રાખજે, એને યા વર્તમાન દુનિયામાય હોમાજદારીથી, ન્યાયપણા એને હારેં કોય વ્યવહાર કોઅરા જોજે, જો પોરમેહેરાલ ખુશ કોઅહે.


જો તુમા ન્યાયપણા લીદે દુઃખબી ઉઠાવતાહા, તે આસલીમાય તુમા ધન્ય હેતા, તેહેકેન કોઆ જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં આતાં, “ચ્યા લોકહાથી મા બીયહા, જ્યા તુમહાન બીયાડતાહા એને યે વાતે ચિંતા નાંય કોઅતા કા લોક કાય કોઅય હોકતાહા.”


ઈ નોક્કી હેય કા પોરમેહેર બોદયે વસ્તુહુલ યે રીતેથી નાશ કોઅય દેઅરી, તે તુમા નોક્કીજ જાંઅતાહા કા તુમહાય કેહેકેન વેવહાર કોઅરા જોજે, તુમહે વેવહાર હાચ્ચો રા જોજે એને જીં કાયબી તુમા કોઅતાહા ચ્યામાય પોરમેહેર પ્રસન્ન ઓએ.


એને ચ્યાહા શેપટયેહેકોય આકાશામાઅને ચાંદાલાહા તીન હિસ્સા ખેચીન દોરતીવોય ટાકી દેના, એને તો મોઠો અજગર, એટલે સૈતાન ચ્યે થેઅયે હામ્મે ઉબો રોય ગીયો, જેથી ચ્યે પોહેં પૈદા ઓઅતાંજ ખાય જાય.


તોવે માયે ચ્યાહાન આખ્યાં, “ઓ માલિક, આંય નાંય જાંઆવ બાકી તું જાંઅતોહો.” પાછો ચ્યાય માન આખ્યાં, “યેં ઉજળેં ડોગલેં પોવલા ચ્યા લોક હેય જ્યાહાય બોજ મોઠા સતાવા અનુભવ કોઅલો હેય, ચ્યાહાય ગેટા લોયાકોય પોત-પોતાલ પોરમેહેરા નોજરેમાય શુદ્ધ બોનાવી લેદલા હેય.”


Lean sinn:

Sanasan


Sanasan