9 આંય હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ યાહાટી ગુનેગારા હારકો જેલેમાય દુઃખ વેઠતાહાવ, બાકી કાદાબી પોરમેહેરા હારી ખોબાર ફેલાવાહાટી રોકી નાંય હોકે.
ચ્યાઆરે બેન ગુનેગારીયાલ માઆઇ ટાકાંહાટી લેય ગીયા.
તોવે સૈન્યા ટોળા જોમાદારાય પાઉલાપાય યેયન ચ્યાલ દોઅઇ લેદો, એને બેન હાકાળેહે કોઇન બાંદા આગના દેયને પુછા લાગ્યો, “ઈ કું હેય, એને ચ્યે કાય કોઅયાહાં?”
એને જ્યા ચ્યાપાય યેતા આતા, ચ્યા બોદહાન મિળતો રિયો એને બિક વોગાર એને રુકાવાટ વોગર પોરમેહેરા રાજ્યા પ્રચાર કોઅતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા વાતો હિકાડતો રિયો.
એને આંય ચ્યાલ આખહી, કા લોકહાન મા બારામાય આખના લીદે કાય-કાય દુઃખ ઉઠાવાં પોડી.”
યા લીદે, આંય પાઉલ ગેર યહૂદી લોકહામાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ.
બાકી ચ્ચા બિજા લોક ઈમાનદારીકોય નાંય બાકી ઓદરાયે લીદે ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅતેહે, ઈ હોમજીન કા ચ્ચા ઈહીં કૈદમાય મા દુઃખ આજુ વોદાડે.
ઈ ઠીક હેય કા આંય તુમહે બોદહાહાટી એહેકેન વિચાર કોઉ, કાહાકા આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ એને યાહાટી કા જોવે આંય કૈદમાય હેય તે ખ્રિસ્તા હારી ખોબારે બોચાવ એને સાબિતી કોઇ રિઅલો હેતાંવ, ચ્યામાય તુમા બોદે મા આરે પોરમેહેરા સદા મોયામાય સહભાગી હેય.
આંય પાઉલ, તુમહાન સલામ આખાહાટી યા પત્રામાય આંય મા આથાકોય લોખી રિઅલો હેય, એને યાદ કોઅજા કા આંય કૈદી હેતાંવ, એને માંહાટી પ્રાર્થના કોઅજા, એને તુમહેવોય પોરમેહેરા સદા મોયા ઓઅતી રોય. આમેન.
એને આમહેહાટી બી પ્રાર્થના કોઆ, કા પોરમેહેર આમહાન વચન પ્રચાર કોઅરાહાટી મોકો દેય, એને આમા ખ્રિસ્તા તો ભેદ આખી હોકજે, જ્યા લીદે કૈદી હેતાંવ.
તુમહે પાયને પ્રભુવા હારી ખોબાર કેવળ મોકોદુનિયા વિસ્તાર એને આખાયા દેશામાયજ નાંય ફેલાયા, બાકી બોદી જગ્યા જાં આમા જાજહે, લોક આમહે આરે પોરમેહેરાવોય તુમહે બોરહા બારામાય વાત કોઅતાહા, યાહાટી આમહાન બીજહાન તુમહે બોરહા બારામાય આખના ગોરાજ નાંય હેય.
છેલ્લે ઓ વિસ્વાસી બાહાહાય, આમહેહાટી પ્રાર્થના કોઆ, કા આમા જલદ્યાજ બોદા ગાવહામાય લોકહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ફૈલાવી હોકજે, એને લોક ચ્યાવોય તેહેકેન બોરહો કોએ જેહેકેન તુમહાય બોરહો કોઅયો.
યાહાટી આંય ઈહીં જેલેમાય બી દુઃખ બોગવી રિઅલો હેય, તેરુંબી લાજવાયુ નાંય, કાહાકા આંય ખ્રિસ્તાલ જાંઅતાહાંવ જ્યાવોય માયે બોરહો કોઅલો હેય, માન ખાત્રી હેય, ચ્યે હોપલા કામ ચ્યા દિહયા લોગુ જાવ પ્રભુ ઈસુ પાછો નાંય યેય તાંવ લોગુ હાચવી રાખી.
ઓનેસિફરુસનાં ગોરહયાન પ્રભુ દયા કોઅય, કાહાકા ચ્યાય બોજદા માન મોદાત કોઅયી, એને જેલેમાય માન મિળાં યાહાટી લાજવાયો નાંય.
યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે.
ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં સૈનિકા હારકો તું મા આરે દુઃખ વેઠીલે.
બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય.
અવિસ્વાસી લોકહાવોચમાય તુમહે જીવન હારાં રા જોજે, કાહાકા જ્યાથી કા જ્યા બારામાય ચ્યે તુમહાન ખારાબ માનીન તુમહે નિંદા કોઅતેહે, ચ્યે તુમહે હારેં કામે દેખીન ઈસુ પાછા યેયના દિહામાય પોરમેહેરા મહિમા કોએ.
એને રાજ્યપાલા બી આધીન રા કાહાકા તોજ હેય જ્યા ઉપયોગ રાજા ચ્યા લોકહાન ડૉડ દાંહાટી કોઅહે જ્યાહા કામે ખારાબ હેય એને ચ્યા લોકહા વાહવા કોઅરાહાટી જ્યાહા કામે હારેં હેતેં.
એને અંતકરણ બી શુદ્ધ રાખા, યાહાટી કા જ્યેં વાતહેબારામાય તુમહે બદનામી ઓઅહે ચ્યાહા બારામાય ચ્યે, જ્યેં ખ્રિસ્તામાય તુમહે હાર્યે ચાલચલને અપમાન કોઅતેહે, શરમાય જાય.
તુમહેમાઅનો યોકતો વ્યક્તી ખૂની કા બાંડ, લુચ્યો ઓઅનાથી, કા બીજહા કામહામાય ઘાલમેલ કોઅના લીદે દુઃખ નાંય બોગવાં પોડે.