Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 2:7 - ગામીત નોવો કરાર

7 તું યા બારામાય હોમજાંહાટી હારેકોય વિચાર કોઅજે કા ઓ દાખલો કાય હિકાડાં માગહે, એને પ્રભુ બોદા હોમજાંહાટી તો મોદાત કોઅરી.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 2:7
40 Iomraidhean Croise  

કાહાકા આંય તુમહાન ઓહડી વાત એને ઓહડી ઓકાલ દિહી કા તુમહે દુશ્માન તુમહાન ચ્યા કાયબી સામનો નાંય કોઅય હોકી.


તોવે ચ્યાય પવિત્રશાસ્ત્ર હોમજાંહાટી ચ્યાહા મોદાત કોઅયી.


“ઈ વાત તુમા દિયાન દેયન વોનાયા, આંય, માઅહા પોહો, મા દુશ્માનાહા આથામાય દોરાય જાનારો હેય.”


બાકી મોદાત્યો એટલે પવિત્ર આત્મા જ્યાલ આબહે મા ઓદિકાર હાતે દોવાડી, પવિત્ર આત્મા તુમહાન બોદા હિકાડી, એને જીં કાય માયે આખલા હેય, પવિત્ર આત્મા તુમહાન યાદ કોઆડી.”


બાકી જોવે તો હાચ્ચાં આત્મા યી, તોવે તો તુમહાન પોરમેહેરાબારામાય જીં હાચ્ચાં હેય તી હોમજાડી, કાહાકા તો પોતા ઓદિકારા કોઇન નાંય આખી, બાકી જીં પોરમેહેરાપાઅને વોનાયી, તીંજ આખી, એને આગલા ઓઅનાર્યો વાતો તુમહાન આખી.


એને પોરમેહેરે યોસેફાલ બોદી તકલીફ માઅને બોચાડીન મિસર દેશા રાજા ફારુના આગલા મોયા એને બુદ્દિ દેની, ફારુન રાજાય યોસેફાલ મિસર દેશાવોય એને ચ્યા બોદા મેહેલાવોય પ્રધાન બોનાડયો.


પવિત્ર આત્મા યોક માઅહાલ સંદેશ આખાહાટી વરદાન દેહે જીં બુદ્ધિકોય બાઆલા હેય, એને તીંજ પવિત્ર આત્મા બિજા માઅહાન સંદેશ આખાહાટી વરદાન દેહે જીં જ્ઞાનાકોય બાઆલા હેય.


યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, છેલ્લે જ્યો-જ્યો વાતો હાચ્ચો હેય, એને જ્યો-જ્યો વાતો આદરા યોગ્ય હેય એને જ્યો-જ્યો વાતો પોરમેહેર ન્યાયી માનહે, એને જ્યો-જ્યો વાતો પવિત્ર હેય, એને જ્યો-જ્યો વાતો હાર્યો હેય, એને જ્યો-જ્યો વાતો પ્રશંસા યોગ્ય હેય એટલે જી બી ઉત્તમ એને પ્રશંસા વાતો હેય ચ્ચેહેવોય તુમહે મન લાગી રોય.


યાહાટી જ્યેં દિહી આમા ઈ વોનાયા, આમા કાયામ તુમહેહાટી પ્રાર્થના કોઅતા રોજહે, આમા પોરમેહેરાલ ઓહડી વિનાંતી કોઅજેહે કા પોરમેહેરા આત્મા તુમહાન જ્ઞાન એને હોમાજ દેય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા પુરી રીતીકોય હોમજી હોકે.


યે વાતહેલ દિયાનમાય રાખીન એને ચ્યામાયજ તો મોન લાવીન કામ કોઅતો રો, કા હર કાદાં ઈ દેખી હોકે કા તું વિસ્વાસી જીવનામાય વોદી રિઅલો હેય.


મેઅનાત કોઅનારા ખેડુતાલ બોદહા પેલ્લા અનાજા હિસ્સો મિળાં જોજે.


સાદા યાદ કોઆ કા ઈસુ ખ્રિસ્ત કું હેય, તો દાઉદ રાજા કુળામાઅને હેય, પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, ઈંજ હારી ખોબાર હેય જીં માયે લોકહાન પ્રચાર કોઅયો.


યાહાટી ઈસુ બારામાય વિચાર કોઆ, જ્યાંય પાપ્યાહા ઓલોબોદો વિરોદ સહન કોઅયો, કા તુમા નિરાશ બોનીન ઈંમાત મા છોડહા.


ચ્યાહાન યાદ રાખા, જ્યા તુમહે આગેવાન આતા, જ્યાહાય તુમહાન પોરમેહેરા વચન આખ્યેલ, એને ચ્યાહા જીવન કોહડા જીવ્યા તી યાદ કોઅતા ચ્યાહા બોરહા અનુસરણ કોઆ.


ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા.


આમી યાવોય દિયાન કોઆ કા મલકીસાદક કેહેકેન મહાન આતો, જ્યાલ વડીલ આબ્રાહામાયબી બોદીજ વસ્તુહુ બોદહાથી હારો દોહમો ભાગ દેનો જીં ચ્યાય પોતાના દુશ્માનાહા પાઅને લેદલા આતાં.


બાકી જો તુમહેમાઅને યોકતાલ બુદયે કોમી હેય, તે પોરમેહેરાપાઅને માગા, તો ઠપકો દેયા વોગાર બોદહાન ઉદારતાથી દેહે, એને તો ચ્ચાલ દેઅરી.


ઈ ઓકાલ તી નાંય, જીં પોરમેહેરાપાઅને હેય બાકી દુનિયાદારીક, એને શારીરિક, એને સૈતાનિક હેય.


બાકી જીં ઓકાલ પોરમેહેરાપાઅને યેહે તી પેલ્લા તે પવિત્ર ઓઅહે પાછે શાંતી ફેલાવનારો, હારાં એને બુદ્ધિવાળો એને દયા એને હારેં કામાહાકોય બોઆલો એને ભેદભાવ વગર એને ઈમાનદાર ઓઅહે.


એને આપા ઈ બી જાંઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પોરમેહેરા પોહો યેય ગીઅલો હેય એને ચ્યાય આપહાન હોમાજ દેનહી, કા આપા ચ્ચા હાચ્ચાં પોરમેહેરાલ વોળાખજેહે, એને આપા ચ્યા હાચ્ચાં પોરમેહેરામાય યોકજુટ હેય કાહાકા આપા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તામાય યોકજુટ હેય હાચ્ચો પોરમેહેર એને અનંતજીવન ઈંજ હેય.


Lean sinn:

Sanasan


Sanasan