Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 2:16 - ગામીત નોવો કરાર

16 બાકી દુનિયા એને નોકામ્યે વાત કોઅનાથી દુઉ રો, કાહાકા ઓહડી વાત કોઅના લોકહાન પોરમેહેરાપાઅને દુઉ લેય જાહે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 2:16
19 Iomraidhean Croise  

જ્યા લોક એહેકેન વાત કોઅતાહા ચ્યાહાકોય મૂર્ખ નાંય બોના, ખારાબ લોકહાઆરે સંગતી હારાં ચરિત્રાલ બોગડાવી દેહે.


તુમહે અભિમાન કોઅના હારાં નાંય હેય, “તુમા નોક્કીજ જાંઅતેહે કા, બાકી યોક માઅહું મંડળીમાય વ્યબિચાર કોઅનારો ઓરી, એને ચ્ચાલ મંડળી માઅને કાડી નાંય ટાકે તે વાયજ ખમીર બોદા લોંદાલ ખમીર બોનાવી દેહે.”


આમા જાંઅજેહે કા મૂસા નિયમ હારાં લોકહાહાટી નાંય, બાકી ચ્યા લોકહાહાટી જ્યા પોરમેહેરા નિયમાહાલ દિયાન નાંય દેય એને ચ્યાહા પાલન નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોરમેહેરા ભક્તિ નાંય કોએત એને સાદા પાપ કોઅતા રોતહા. એને ચ્યા લોક જ્યા ખારાબ હેય, એને પોરમેહેરાલ આદર નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોતે આયહે-આબહાલ એને બીજહાન માઆઇ ટાકતાહા.


બોનાવલ્યે વાતહેમાય એને નોક્કામ્યે વાતહેમાય સમય મા બોગડાવેહે, બાકી તુલ પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવાહાટી પોતાલ સાદા હિકાડતા રા જોજે.


ઓ તિમોથી, તું ઈ નોક્કી કોઓ કા જીં તુલ પોરમેહેરાય કોઅરા આખ્યહા તી તું કોઅય રિઅલો હેય, ખારાબ વાતો એને પોરમેહેરા હાચ્ચાં હિકાડનાલ વિરુદ કોઅનારી વાતહે પાઅને આલાગ રો, જ્યાલ લોક જુઠ્યે રીતે જ્ઞાન આખતાહા.


યો બોદ્યો વાતો વિસ્વાસ્યાહાન ગેડી-ગેડી હિકાડ, પોરમેહેરાલ સાક્ષીદાર હોમજીન ઈ ચેતાવણી દાહાંવ, કા ચ્યા શબ્દાહા મોતલબા બારામાય બોલાબોલી નાંય કોએ, જ્યાથી કાયજ ફાયદો નાંય ઓએ, ઉલટાં ચ્યા વિસ્વાસી લોકહા બોરહાલ નુકસાન કોઅહે જ્યેં યાલ વોનાતેહે.


યાહાટી જોવે વિસ્વાસી માઅહું બોદા ખારાબ કામ કોઅના બંદ કોએ તોવે ચ્યા જીવન પવિત્ર ઓઅરી, એને તો કિમતી વાહણા હારકો બોની જો ખાસ કામહાહાટી વાપારતેહે, એને ચ્યાલ ચ્યા દોણી વાપર કોઅરી, એને તી બોદા હારા કામહાહાટી તિયાર રોય.


બાકી ખારાબ એને છેતારનારા લોક આજુ વોદારી ખારાબ કામે કોઅરી એને બિજા લોકહાન છેતરી એને બિજા લોક ચ્યાહાન છેતરી.


તું યા લોકહાન હિકાડાંહાટી પોરવાનગી નાંય દેઅના, કાહાકા ચ્યા લોક જ્યો વાતો નાંય હિકાડાં જોજે ચ્યો હિકાડતાહા, એને લોકહા બોરહાલ નુકસાન કોઅતાહા, ચ્યા એહેકેન યાહાટી કોઅતાહા કા ચ્યાહાન પોયહા મીળે.


એને યહૂદીયાહા જુઠયો કાહાન્યેહેવોય મોન લાવતેહે એને હાચ્યો વાતો નાંય માને, ઓહડા લોકહા વાત નાંય માનના.


બાકી નોક્કામ્યે વાતહે બોલાબોલ્યો એને આગલ્યા ડાયહા પેડયેહે કાહાન્યો, એને ફુટફાટ, એને જોગડા થી મૂસા નિયમાહા બારામાય જોગડો કોઅના, યાપાઅને દુઉ રો, કાહાકા ઈ બોદા નોકામ્યા એને કાદા ફાયદા નાંય હેય.


એને હાચવીન રા, ઓહડા નાંય બોને, કા કાદો પોરમેહેરા સદા મોયાથી આલાગ રોય જાય, એને તુમહે વોચમાય ઓહડા કુળ યેઅરી કા પરેશાન્યે કારણ બોના લાગે, ઓહડા માઅહું તુમહેમાઅને બોજ લોકહા જીવન બગડાવી હોકહે.


જોવે ચ્યા લોકહાન હિકાડતાહા, તે ચ્યા નોકામ્યા એને અભિમાનથી બોઆલા શબ્દાહા ઉપયોગ કોઅતાહા. ચ્યા લોકહાન દેખાડતાહા કા ચ્યે ચ્યા શરમાવનારા કામહાલ કોઅય હોકતાહા, જ્યેં ચ્યાહા શરીર કોઅરા માગતેહે એને ચ્યે ચ્યા લોકહાન પાછી પાપ કોઅરાહાટી ભરમાવી દેતહા, જ્યા આમી-આમી ઓહડા ખારાબ જીવનાથી બોચીન નિંગલા હેય.


બો બોદા લોક જ્યા આખતાહા કા ચ્યા વિસ્વાસી હેય, ચ્યા યા જુઠા માસ્તારાહા અનૈતિક વાતહે નક્કાલ કોઅરી, એને જ્યા બિજા લોક જ્યા વિસ્વાસી નાંય હેય, ચ્યા જીવના હાચ્યે વાટે બારામાય નિંદા કોઅરી.


બો બોદા લોક બિજા જંગલી જોનાવરા ચ્યા જુઠા ચમત્કારને લીદે નોવાય પામીન દોગો ખાય રીઅલે આતેં, જો તો પેલ્લા જોનાવરા શક્ત્યે હારકા દેખાતા આતા, બિજા જંગલી જોનાવરાય લોકહાન આખ્યાં કા પેલ્લા જોનાવરા પૂજા કોઅરાહાટી મુર્તિ બોનાવે, જ્યાલ જખમ ઓઅય ગીઅલા આતા, બાકી હારો ઓઅય ગીઅલો આતો.


ચ્યા જંગલી જોનાવરા ટોલપાવોય યોક જખમ ઓઅલા નિશાણી આતી જીં ચ્યાલ માઆઇ હોકતો આતો, બાકી જખમ હારો ઓઅય ગીઅલો આતો. યાહાટી, દોરતીવોઅને લોક નોવાય પામી ગીયા, એને ચ્યા જંગલી જોનાવરા અનુસરણ કોઅરા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan