13 જોવે આપા ખ્રિસ્તાઆરે હાચ્ચાં બોરહાવાળા નાંય હેય, તેરુંબી તો આપહેઆરે હાચ્ચાં બોરહાવાળો રોહે, કાહાકા તો ચ્યા સ્વભાવા પ્રતિ જુઠો નાંય ઓઅય હોકે.
આકાશ એને દોરતી નાશ ઓઅઇ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.”
એને કોલહાક યહૂદી લોક પોરમેહેરા પ્રતિ બોરહો કોઅનારા નાંય આતા, તે કાય ઓઅયા, તે કાય ચ્યા મતલબ ઈ હેય કા પોરમેહેર ચ્ચાઆરે કોઅલા ગીઅલા પોતાના વાયદા પુરાં કોઅનામાય અવિસ્વાસીયોગ્ય ઓઅરી?
બાકી એહેકેન નાંય હોમાજના કા પોરમેહેરા વચન પુરાં નાંય ઓઅયા, કાહાકા બોદા ઈસરાયેલી લોક હાચ્ચાં પોરમેહેરા લોક નાંય હેય.
પોરમેહેરાય તુમહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે યોક કોઅલે હેય, કાહાકા પોરમેહેર જો વાયદો કોઅહે ચ્યા પ્રતિ તો વિશ્વાસયોગ્ય હેય.
તુમહાન નિવડી લેનારો પોરમેહેર બોરહાવાળો હેય, એને તો એહેકેનુજ કોઅરી.
બાકી પ્રભુ બોરહાવાળો હેય, તો તુમહાન આત્મિક રીતે મજબુત કોઅરી, એને તુમહાન સૈતાનાપાઅને બોચાવી રાખી.
તોવે ચ્યે પોરમેહેરાઆરે સાદા રાંહાટી આશા કોઅતેહે, કાહાકા પોરમેહેરાય, જો કોદહી જુઠા નાંય બોલે, ચ્યાય ઈ દુનિયા બોનાવા પેલ્લા વાયદો કોઅયો કા ચ્યા લોક અનંતજીવન જીવતા રોય.
યાહાટી યા યે બેન વાતહે લીદે એટલે ચ્યા વાયદા એને કસમ જ્યાહા બારામાય પોરમેહેર કોદહી જુઠો નાંય ઠોરી હોકે. યાહાટી આપા જ્યા પોરમેહેરાપાય સુરક્ષા મેળવાહાટી યેનહે એને જીં આશા ચ્યાય આપહાન દેનહી, આમા ચ્યેલ મેળવી રાખતા વોદારે દિલાસો મિળ્યહો.