Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 1:9 - ગામીત નોવો કરાર

9 કાહાકા પોરમેહેરાય આપહાન તારણ દેના, એને આપહાન પવિત્ર જીવન જીવાહાટી નિવડી લેદલા હેય, ચ્યાય આપહાન યાહાટી નાંય નિવડયાહા કા આપહાય હારેં કામે કોઅલે હેય, બાકી યાહાટી કા ચ્યા યોજના એને સદા મોયા લેદે નિવડી લેદલે હેય. પોરમેહેરાય યા પેલ્લાજ ચ્યાય દુનિયા બોનાવ્યાં, ઈસુ ખ્રિસ્તાલ દુનિયામાય આમહેહાટી મોરાં દોવાડના પેલ્લાજ ચ્યા સદા મોયા દેખાડાહાટી યોજના બોનાવી લેદલી આતી.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 1:9
41 Iomraidhean Croise  

તી યોકા વાહના પોહાલ જન્મો દી એને તું ચ્યા નાંવ ઈસુ થોવજે, કાહાકા તો ચ્યા લોકહા પાપહા પાયને તારણ કોઅરી!”


ચ્યેજ સમયે ઈસુ પવિત્ર આત્મામાય આનંદાકોય બાઆય ગીયો, એને આખ્યાં, “ઓ આબા, હોરગા એને દોરતી માલિક, આંય તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો, હાં, ઓ આબા, કાહાકા તુલ ઈંજ ગોમ્યા.


ઓ આબા, મા ઇચ્છા હેય કા જ્યાહાન તુયે માન દેનહા, જાં આંય રોઉં, તાં ચ્યાબી મા આરે રોય, કા ચ્યા મા તી મહિમા એએ જીં તુયે માન દેનહી, કાહાકા દુનિયા બોનાવા પેલ્લા તુયે માયેવોય પ્રેમ કોઅયા.


ચ્યાહાહાટી આંય પ્રાર્થના કોઅતાહાંવ, દુનિયા લોકહાહાટી પ્રાર્થના નાંય કોઉ, બાકી ચ્યાહાહાટી જ્યાહાન તુયે માન દેનહે, કાહાકા ચ્યે તો હેય.


આબહે માન જ્યા લોક દેનહા, ચ્યા બોદા માયેપાંય યી, એને જીં માઅહું માયેપાંય યી ચ્યાલ આંય નાંય કાડહીં.


ઓ તોજ પ્રભુ આખહે જો દુનિયા શુરવાત પાઅને યે વાતહે ખોબાર દેતો યેનહો.’


એને પોરમેહેરા સ્તુતિ કોઅતે આતેં, એને બોદા લોક ચ્યાહાથી ખુશ આતા; એને જ્યા તારણ મિળવેત, ચ્યાહાન પ્રભુ દિનેરોજ ચ્યાહામાય મેળવી દેતો આતો.


જેથી કોઅહિબી રીતીકોય આંય યહૂદી જાતીમાઅને લોકહામાય ગુસ્સો પૈદા કોઇન ચ્યાહામાઅને કાદા તેરુ તારણ કોઆડુ.


કાહાકા પોરમેહેર જ્યાહાન નિવડેહે એને જ્યાલ વરદાન દેહે, ચ્યાહાકોય કોદહીજ બી પોતાના મોન બોદલીન પાછો ટાળી નાંય દેય.


ચ્યા પોરમેહેરા સ્તુતિ ઓઅય, તુમાહાલ જીં હારી ખોબાર આંય પ્રચાર કોઅતાહાંવ, એટલે ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશા પ્રચાર ઇસાબે બોરહો મજબુત કોઅય હોકે, ચ્યા ભેદા ઉજવાડા ઇસાબે જીં સનાતન કોય ગુપ્ત રિયો.


કાહાકા મૂસા નિયમ પાલન કોઅવાથી કાદાબી માઅહું ન્યાયી નાંય બોને, મૂસા નિયમાહાકોય આપા જાંઅજેહે કા આપા પાપી હેજે.


ચ્યા બેની પોહહા જન્મો ઓઅના પેલ્લાજ ચ્ચા બેની પોહહાય કાયજ હારાં કા માઠાં કામ નાંય કોઅલા આતા, પોરમેહેરાય પેલ્લાજ રીપકાલ આખી દેનલા આતા, મોઠો પોહો હાના પોહા આધીન રોય, ઈ યાહાટી કા પોરમેહેરા યોજના બોની રોય, જીં માઅહા કામહાકોય નાંય, બાકી નિવડી લેનારા નિર્ણયા આધારે રોય.


યાહાટી આપા યહૂદી લોકહાનુજ નાંય બાકી ગેર યહૂદી લોકહામાઅને બી નિવાડલા હેય.


નાશ ઓઅનારાહા હાટી હુળીખાંબા હારી ખોબાર મૂર્ખતા હેય, બાકી આમહેહાટી એટલે તારણ મેળવનારાહાટી તી પોરમેહેરા સામર્થ્ય હેય.


કાહાકા આપા ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય, આપહાન પોરમેહેરા પાયને વારસો મિળી, કાહાકા પોરમેહેરાય આપહાન પેલ્લાજ નિવાડલા આતા, એને પોરમેહેર ચ્યા યોજના ઇસાબે બોદા કામ કોઅહે.


પોરમેહેરાય પોતાની ઇચ્છાયે ભેદ આમહાવોય પોતાના ભલા ઉદેશ્યા નુસાર પ્રગટ કોઅયા, જી ચ્યાય ખ્રિસ્તામાય પેલ્લેથીજ નોક્કી કોઅલા આતાં.


જોવે આમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં, તે પોરમેહેરાય આપહાન ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા, પોરમેહેરા સદા મોયા લીદે આપહે તારણ જાયલા હેય.


પોરમેહેરાય ઈ દુનિયા બોનાવા પેલ્લા ઈ યોજના બોનાવી, જીં ઈસુ ખ્રિસ્તાકોય પુરી કોઅયી.


આંય લક્ષાએછે દાહુદતાહાંવ કા તી ઇનામ મેળવું જ્યાહાટી પોરમેહેરે માન ઈસુ ખ્રિસ્તમાય હોરગામાય જાંહાટી હાદલા હેય.


કાહાકા પોરમેહેરે આપહાન ખારાબ જીવન જીવાહાટી નાંય, બાકી પવિત્ર જીવન જીવાહાટી હાદલા હેય.


આંય પાઉલ, યા પત્રાલ લોખી રિયહો, આંય આપહે તારણારો પોરમેહેર એને ઈસુ ખ્રિસ્ત જ્યાવોય આમા આશા રાખજેહે, ચ્યા ઓદિકારથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ,


ઈ પત્ર આંય પાઉલા પાઅને હેય, પોરમેહેરાય માન યાહાટી નિવડયોહો કા આંય ખ્રિસ્તા પ્રેષિત બોનુ, જેથી આંય યા સંદેશા પ્રચાર કોઅય હોકુ, કા પોરમેહેરાય અનંતજીવન દેઅના વાયદો કોઅલો હેય, જો ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅનાકોય મિળહે.


તોવે ચ્યે પોરમેહેરાઆરે સાદા રાંહાટી આશા કોઅતેહે, કાહાકા પોરમેહેરાય, જો કોદહી જુઠા નાંય બોલે, ચ્યાય ઈ દુનિયા બોનાવા પેલ્લા વાયદો કોઅયો કા ચ્યા લોક અનંતજીવન જીવતા રોય.


ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા.


યા દુનિયાલ ઉસબાડ્યા પેલ્લાજ પોરમેહેરાય નોક્કી કોઅય લેદેલ કા ઈસુ ખ્રિસ્ત છોડાવનારો ઓઅરી. બાકી તો તુમહે ભલાઈ કોઅરાહાટી યા છેલ્લા દિહાહામાય યા દુનિયામાય યેનો.


બાકી તુમા પોરમેહેરા નિવાડલા લોક, એને ચ્યા યાજક હેતા, જો રાજા હેય, તુમા લોક પોરમેહેરાહાટી સમર્પિત એને ચ્યા ખાસ લોક હેતા. ચ્યે તુમહાન આંદારામાઅને પોતાના અદભુત ઉજવાડામાય હાદ્યાહા, એટલે તુમા ચ્યા અદભુત કામહા ઘોષણા કોઅય હોકે.


દોરત્યેવોય રોનારા બોજ લોક ચ્યા પૂજા કોઅરા લાગ્યેં, કેવળ ચ્યાજ લોકહાય ચ્યા પૂજા નાંય કોઅયી જ્યાહા નાંવ દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય લોખલે ગીઅલે આતેં, ઈ જીવના ચોપડી ચ્યા ગેટા ચોપડી હેય, જ્યાલ બલિદાના રુપામાય માઆઇ ટાકી દેનલો આતો.


તી જંગલી જોનાવર જ્યાલ તુયે આમી દેખ્યા, યોક સમય જીવતા આતા, બાકી આમી જીવતા નાંય હેય, તી બોજ ઉંડા ખાડામાઅને નિંગી એને પોરમેહેર ચ્યાલ પુરીરીતે નાશ કોઅય દી. દોરત્યેવોય રોનારા બોજ લોક જ્યાહા નાંવ પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય નાંય લોખ્યે ચ્યે બોદે નોવાય પામી જાય જોવે ચ્યે યા જંગલી જોનાવરાલ દેખી. યોક સમય તી જીવતા આતા, આમી તી જીવતા નાંય હેય, બાકી તી પાછા ફિરી યી.


Lean sinn:

Sanasan


Sanasan