Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 1:12 - ગામીત નોવો કરાર

12 યાહાટી આંય ઈહીં જેલેમાય બી દુઃખ બોગવી રિઅલો હેય, તેરુંબી લાજવાયુ નાંય, કાહાકા આંય ખ્રિસ્તાલ જાંઅતાહાંવ જ્યાવોય માયે બોરહો કોઅલો હેય, માન ખાત્રી હેય, ચ્યે હોપલા કામ ચ્યા દિહયા લોગુ જાવ પ્રભુ ઈસુ પાછો નાંય યેય તાંવ લોગુ હાચવી રાખી.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 1:12
58 Iomraidhean Croise  

એને ગેર યહૂદી લોક ચ્યાવોય આશા રાખરી.”


યો વાતો કોઅયેહે ગેડયે એને કોઅહે દિહયે ઓઅરી કાદાજ નાંય જાંએ, નાંય હોરગા દૂત જાંએ, નાંય પોરમેહેરા પોહો જાંએ, બાકી આબહોજ ઓ દિહી એને ઈ ગેડી જાંએ.


એને ન્યાય કોઅના દિહી બોજ લોક માન એહેકેન આખરી, ઓ પ્રભુ, ઓ પ્રભુ, કાય આમહાય તો નાવાકોય ભવિષ્યવાણ્યો કોઅલ્યો, એને તો નાવાકોય બુતાહાલ આમાહાય કાડલા, એને તો નાંવે આમહાય બોજ મોઠે ચમત્કારા કામે કોઅલે.


તુમહાન આંય આખતાહાવ, ન્યાયા દિહી, જીં સજા સુર એને સદોમ શેહેરાલ દી, તી સજા બોજ વોછી હેય જીં સજા તુમહાન દી.


એને ઈસુ મોઠેરે બોંબલીન આખ્યાં, ઓ આબા, તો આથામાય મા જીવ આંય હોઅપી દેતહાવ” એહેકોય આખીન મોઅઇ ગીયો.


આંય ઈ પ્રાર્થના નાંય કોઅઉ, કા તું ચ્યાહાન દુનિયામાઅને લીલે, બાકી ઈ કા તું ચ્ચાહાન ચ્યા દુષ્ટ એટલે સૈતાન પાઅને બોચાવી રાખ.


કાદો માયેપાંય નાંય યેય હોકે, જાવ લોગુ આબહો, જ્યાંય માન દોવાડયો, ચ્યાલ મા એછે ખેચી નાંય લેય, એને આંય છેલ્લે દિહે પાછો જીવતો કોઅહી.


તોવે પાઉલ એને બારનાબાસે બિક વોગાર આખ્યાં, “જરુરી આતા, કા પોરમેહેરા વચન પેલ્લા તુમહાન આખલા આતા, બાકી જોવે તુમહાય નાકાર કોઇ દેના, એને પોતાલ અનંતજીવના લાયકે નાંય ઠોરાવે, તો આમી, આમા ગેર યહૂદી લોકહાપાંય જાતહા.


બાકી યહૂદી આગેવાનહાય એને કુલીન થેએયો એને શેહેરા મુખ્ય માટડાહાન ઉસરાવ્યા, એને પાઉલ એને બારનાબાસા વિરોદ કોઆડીન ચ્યાહાલ ગાવા હિવે બારે કાડી દેના.


બાકી પાઉલે ચ્યાહાલ જાવાબ દેના, “તુમા કાય કોઅતાહા, જ્યા રોડી-રોડીન મા દિલાલ તોડતાહા? આંય તે પ્રભુ ઈસુ નાવાહાટી યેરૂસાલેમ શેહેરમાય ખાલી બાંદલો જાંઅનાહાટીજ નાંય બાકી મોઅરાહાટીબી તિયારી હેતાઉ.”


એને ચ્યે સ્તેફનુસાલ દોગડાટતે રિયે, એને તો ઈ આખીન પ્રાર્થના કોઅતો રિયો, “ઓ પ્રભુ ઈસુ, મા આત્માલ સ્વીકાર કોઓ.”


એને આંય ચ્યાલ આખહી, કા લોકહાન મા બારામાય આખના લીદે કાય-કાય દુઃખ ઉઠાવાં પોડી.”


કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે.


જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “એઆ, આંય યેરૂસાલેમ શેહેરામાય યોક ઓહડો દોગાડ થોવહું, જ્યાથી લોક ઠોકાર લાગીન પોડી જાય, એને જો કાદો ચ્યાવોય બોરહો કોઅરી, તો શરમિંદા નાંય ઓઅરી.”


પોરમેહેર તુમહાન છેલ્લે લોગુ બોરહામાય મજબુત બી કોઅરી, કા તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યેઅના સમયમાય દોષ વગર ઠોરા.


જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યી તોવે દરેક માઅહા કામાહાન આગડાકોય પારખી. ઈજ આગ દરેકા કામહાલ સાબિત કોઅરી.


મા ઈ બોજ ઇચ્છા એને આશા હેય કા આંય કોહડીબી પરિસ્થીતીમાય શરમિંદા નાંય ઓઉં, બાકી પેલ્લા હારકા આમીબી ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના પુરી ઈંમાત ઓએ, ઓઅય હોકે, આંય જીવતો રોઉં કા મોઅઇ જાંઉ આંય મા પુરાં જીવનાકોય ખ્રિસ્તા મહિમા કોઅતો રોઉં.


મા ઇચ્છા હેય કા આંય ખ્રિસ્તાલ જાંઉ ચ્ચા મોઅલા માઅને પાછા જીવતા ઓઅના સામર્થ્યાલ અનુભવ કોઉ એને મોરણામાય ચ્ચા હારકા બોનીન એને ચ્ચા દુઃખા ભાગીદાર બોની જાંઉ.


તો જ્યા સામર્થ્યાકોય બોદા કાય ચ્ચા તાબામાંય કોઅય હોકહે, ચ્ચાજ સામર્થ્યાકોય આપહે નોબળા શરીર બોદલીન, ચ્ચા મહિમા શરીરા હારકા બોનાવી દી.


કાહાકા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ જાઅના બીજી બોદી વસ્તુહુથી કોલહાક વોદારી મહત્વા હેય, આંય બોદયે વસ્તુહુલ નોકામ્યે માનતાહાવ ચ્ચાહાટી માયે બોદ્યો વસ્તુ છોડી દેનલ્યો હેય એને આંય ચ્ચેહેલ કોચરા હોમાજતાહાવ, કા આંય ખ્રિસ્તાલ જાંઉ.


એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.


બાકી, ઓ વિસ્વાસી બાહાહાય, તુમા યે વાતે બારામાય તે આંદારામાય નાંય હેય, કા પ્રભુ ઈસુ પાછા યેયના દિહી, તુમહેપાય જેહેકેન બાંડ અચાનક યેહે તેહેકેન યેય જાય એને યાથી તુમા ચમકાય નાંય જાતા.


ઓ તિમોથી, તું ઈ નોક્કી કોઓ કા જીં તુલ પોરમેહેરાય કોઅરા આખ્યહા તી તું કોઅય રિઅલો હેય, ખારાબ વાતો એને પોરમેહેરા હાચ્ચાં હિકાડનાલ વિરુદ કોઅનારી વાતહે પાઅને આલાગ રો, જ્યાલ લોક જુઠ્યે રીતે જ્ઞાન આખતાહા.


ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર જુઠા હિકાડનારાહા પાઅને હાચવી રાખ, જીં પોરમેહેરા પવિત્ર આત્મા મોદાતકોય આપહાન મિળલી હેય, જો આપહામાય રોહે.


ઓનેસિફરુસનાં ગોરહયાન પ્રભુ દયા કોઅય, કાહાકા ચ્યાય બોજદા માન મોદાત કોઅયી, એને જેલેમાય માન મિળાં યાહાટી લાજવાયો નાંય.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા, પ્રભુ ઈસુ ન્યાય કોઅના દિહી પ્રભુ ઓનેસિફરુસાવોય દયા કોઅય, એને તુમહાન ખોબાર હેય, કા ચ્યાય એફેસુસ શેહેરામાય મા કોલહી મોદાત કોઅલી હેય.


યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે.


આંય હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ યાહાટી ગુનેગારા હારકો જેલેમાય દુઃખ વેઠતાહાવ, બાકી કાદાબી પોરમેહેરા હારી ખોબાર ફેલાવાહાટી રોકી નાંય હોકે.


આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.


ઈ વાત હાચ્ચી હેય, આંય એહેકેન ઇચ્છા કોઅતાહાંવ કા તું યે વાતહેલ વોદારે જોર દેયને હિકાડ, યાહાટી કા જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅલો હેય, ચ્ચે બોદે હારાં કામ કોઅતે રોય યો વાતો બોદહાહાટી હાર્યો એને ફાયદા હેય.


એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.


કાહાકા ચ્યાય કઠીણાયી એને પરીક્ષાયો સહન કોઅયો યાહાટી આમી તો ચ્યા લોકહાન મોદાત કોઅઇ હોકહે જ્યેં પરીક્ષા સામનો કોઅઇ રીયહે.


યાહાટી જ્યેં ઈસુથી પોરમેહેરાપાય યેતહે, તો ચ્યાહા પુરાં-પુરાં તારણ કોઅઇ હોકહે, કાહાકા તો ચ્યાહાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅરાહાટી કાયામ જીવતો હેય.


તુમહે ઈસુવોય બોરહા લીદે, પોરમેહેર તુમહાન પોતાના સામર્થ્યા થી હારેરીતે હાંબાળ રાખી રિયહો, જાવ લોગુ તુમા પુરાં તારણ નાંય મેળવી લેય જીં ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના દિહી દેખાડાહાટી તિયાર હેય.


બાકી જો ખ્રિસ્તી ઓઅના લીદે દુઃખ બોગવે, તે ચ્યાથી શરમાયા નાંય પોડે, બાકી, પોરમેહેરા મહિમા કોઆ કા તુમા યાહાટી દુઃખ વેઠી રીયહા કાહાકા તુમા ખ્રિસ્તા હેતા.


યાહાટી જ્યા પોરમેહેરા ઇચ્છા પરમાણે દુઃખ વેઠતાહા, ચ્યાહાય પોરમેહેરાવોય બોરહો રાખના ચાલુ રાખા જોજે, જ્યેં ચ્યાહા રચના કોઅયીહી. પોરમેહેર કાયામ તી કોઅહે જ્યાલ કોઅના ચ્યાય વાયદો કોઅલો આતો એને યાહાટી જીં હારાં હેય તી કોઅના ચાલુ રાખા.


પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.


Lean sinn:

Sanasan


Sanasan