Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 1:1 - ગામીત નોવો કરાર

1 ઈ પત્ર આંય પાઉલા પાઅને હેય, પોરમેહેરાય માન યાહાટી નિવડયોહો કા આંય ખ્રિસ્તા પ્રેષિત બોનુ, જેથી આંય યા સંદેશા પ્રચાર કોઅય હોકુ, કા પોરમેહેરાય અનંતજીવન દેઅના વાયદો કોઅલો હેય, જો ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅનાકોય મિળહે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 1:1
29 Iomraidhean Croise  

એને આંય ચ્યાહાન અનંતજીવન દેતહાવ એને ચ્ચે કોય દિહે નાશ નાંય ઓઅરી, એને ચ્યાહાન કાદો માયે વોઅને પેચકી નાંય લેય.


એને અનંતજીવન ઈ હેય, કા ચ્યા તુલ યોકુજ હાચ્ચો પોરમેહેરાલ, એને ઈસુ ખ્રિસ્તાલ જ્યાલ તુયે દોવાડયોહો, જાંએ.


આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જીં માઅહું મા વચન વોનાયેહે એને માન દોવાડયોહો ચ્યા પોરમેહેરાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાલ મિળી ગીયહા, ચ્યાલ ડોંડ નાંય દી, બાકી અનંતકાળના મોરણા માઅને બોચી ગીયહો એને પેલ્લો અનંતજીવનામાય જાય હોકહયો.”


કા ઈજ મા આબહા મોરજી હેય, કા જીં માઅહું પોહાલ એએ એને ચ્યાવોય બોરહો કોએ તો અનંતજીવન મિળવે, એને ચ્યાલ આંય છેલ્લે દિહે જીવતો ઉઠાડીહી.”


બાકી જીં માઅહું મા શરીર ખાહે, એને મા લોય પીઅરી, ચ્યાલ અનંતજીવન મિળી ગીયહા એને ચ્યાલ આંય છેલ્લે દિહે પાછો જીવતો કોઅહી.


આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, એને માન પ્રેષિત ઓરાહાટી પોરમેહેરાય પોસંદ કોઅલો હેય, એને પોરમેહેરાય ચ્યા હારી ખોબાર આખાહાટી માન નિવાડલો હેય.


કા જેહેકેન બોદા લોકહાય પાપ કોઅયા એને બોદે મોઅઇ ગીયે, તેહેકેન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય પોરમેહેરા સદા મોયા ચ્યાહાન ન્યાયી બોનાડેહે, એને ચ્યાહાન અનંતજીવન દેહે.


કાહાકા પાપ કોઅના બોદલો મોરણ હેય, બાકી પોરમેહેરા વરદાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય અનંતજીવન હેય.


આંય પાઉલ પોરમેહેરા મોરજયે થી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત બોનલો હેય, આંય આમે વિસ્વાસી બાહા સોસ્થિનેસા આરે હેય જો માન મોદાત કોઅહે, આંય ઈ પત્ર કરિંથ શેહેરામાય રોનારા વિસ્વાસી લોકહા મંડળીલ લોખી રિઅલો હેય. તુમા ઈસુ ખ્રિસ્તાકોય પવિત્ર કોઅલા ગીઅલા હેય, એને પવિત્ર ઓઅરાહાટી નિવાડલા હેય, જેહેકેન ચ્યાય બોદે જાગે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સેવા કોઅનારા લોકહાન નિવાડલા હેય.


આંય પાઉલ જો પોરમેહેરા ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, એને બાહા તિમોથિયુસાં તરફથી, ઈ પત્ર કરિંથ શેહેરામાય પોરમેહેરા જીં મંડળી હેય, એને આખાયા વિસ્તારા બોદા પવિત્ર લોકહાહાટી હેય.


કાહાકા પોરમેહેરા જોલા વાયદા હેતા, ચ્યા બોદા ખ્રિસ્તામાય “હાં” હેય યાહાટી આમા પોરમેહેરા મહિમાયેહાટી ઈસુ ખ્રિસ્તથી આમેન બી આખતાહા.


કાહાકા તુમા બોદહાય ઈસુ ખ્રિસ્તામાય બોરહો કોઅના લીદે પોરમેહેરા પોહેં બોની ગીઅલે હેય.


આમી તુમહામાય કાયજ ભેદભાવ નાંય રિયો, નાંય યહૂદી, નાંય ગેર યહૂદી, નાંય ગુલામ, નાંય સુટા, નાંય માટડો એને નાંય થેએ, કાહાકા તુમા બોદા ઈસુ ખ્રિસ્તામાય યોક હારકે હેય.


એને પોરમેહેરા યોજના ઈ હેય, ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે એકતામાય રોઅના લીદે ગેર યહૂદી લોક યહૂદી લોકહા બોરકાતમાય, એને યોક શરીરા ભાગ એટલે ખ્રિસ્તા મંડળી, એને પોરમેહેરાય યહૂદી લોકહાઆરે કોઅલા વાયદાહા ભાગી બોની.


જો ચ્યા એહેકેન કોઅતાહા તે હોરગામાય ચ્યાહા મિલકાત જમા કોઅય રીઅલા હેય, જીં ભવિષ્યામાય હારાં ફાયદા હેય, એને ચ્યાકોય અનંતજીવન મેળવી હોકી.


બાકી આમી આપહે તારણારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યેય ગીયહો એને ચ્યેય આપહાન ચ્યા મોયા દેખાડલી હેય, ચ્યેય મોતા શક્તિલ નાશ કોઅય દેના એને આપહાન દેખાડયાં કા હારી ખોબારેકોય અનંતજીવન દેનલા હેય.


જ્યો હાચ્યો વાતો તું મા પાઅને વોનાયો, ચ્યેહેન તો નમુના રુપામાય બોનાવી રાખ, ઈ બોરહાકોય એને પ્રેમાકોય કોઓ કાહાકા તું ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય.


કાહાકા પોરમેહેરાય આપહાન તારણ દેના, એને આપહાન પવિત્ર જીવન જીવાહાટી નિવડી લેદલા હેય, ચ્યાય આપહાન યાહાટી નાંય નિવડયાહા કા આપહાય હારેં કામે કોઅલે હેય, બાકી યાહાટી કા ચ્યા યોજના એને સદા મોયા લેદે નિવડી લેદલે હેય. પોરમેહેરાય યા પેલ્લાજ ચ્યાય દુનિયા બોનાવ્યાં, ઈસુ ખ્રિસ્તાલ દુનિયામાય આમહેહાટી મોરાં દોવાડના પેલ્લાજ ચ્યા સદા મોયા દેખાડાહાટી યોજના બોનાવી લેદલી આતી.


યાહાટી મા પાહા હારકા તિમોથી, તુલ ઈસુ ખ્રિસ્તાપાઅને જીં સદા મોયા મિળહે ચ્યામાય વળગી રોજે.


યાહાટી, આંય પોરમેહેરા નિવાડલા લોકહા ફાયદાહાટી બોદા દુઃખ સહન કોઅતાહાંવ, જેથીચ્યેબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોએ, એને બોચાવલા જાય, એને ચ્યાહાન તી મહિમા મીળે, જીં સાદા બોની રોહે.


ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં સૈનિકા હારકો તું મા આરે દુઃખ વેઠીલે.


વાહનેરે તું પવિત્રશાસ્ત્ર હીકલો હેય, જીં તુલ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન તારણ મિળવાહાટી જ્ઞાન દેય હોકહે.


તોવે ચ્યે પોરમેહેરાઆરે સાદા રાંહાટી આશા કોઅતેહે, કાહાકા પોરમેહેરાય, જો કોદહી જુઠા નાંય બોલે, ચ્યાય ઈ દુનિયા બોનાવા પેલ્લા વાયદો કોઅયો કા ચ્યા લોક અનંતજીવન જીવતા રોય.


આંય તીતુસાલ ઈ પત્ર લોખી રિયહો, જો આમહે બોરહા લીદે મા પાહા હારકો હેય, પોરમેહેર આબા એને આપહે તારણારો ઈસુ ખ્રિસ્તા સદા મોયા એને શાંતી તોવોય ઓઅતી રોય.


યા લીદે ખ્રિસ્ત લોકહા હાતે યોક નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એટલે ચ્યા લોક જ્યા પોરમેહેરાથી હાદલા ગીયહા, ચ્યે ચ્યા અનંત બોરકાતેલ મેળવી હોકે જ્યાહા વાયદો પોરમેહેરે કોઅલો આતો. એહેકેન યાહાટી ઓઅય હોકહે કાહાકા ખ્રિસ્ત ચ્યાહાન ચ્યા પાપહા ડૉડ છુટકો કોઆડાહાટી મોઅઇ ગીયો જ્યા ચ્યાહાય પેલ્લા કરારા આધીન કોઅલા આતા.


ખ્રિસ્તે આપહેઆરે જો વાયદો કોઅયો, તો અનંતજીવન હેય.


Lean sinn:

Sanasan


Sanasan