5 તુમહાન યાદ ઓરી કા જોવે આંય તુમહે ઈહીં આતો, તોવે માયે તુમહાન ઈ બોદા બોજદા આખલા આતા.
કાય તુમા આજુ લોગુ નાંય હોમજ્યાહા કા? કાય તુમહાન ચ્યા પાચ ઓજારાહા પાચ બાખ્યો નાંય ઇત હેય કા, એને નાંય કા તુમાહાય કોલ્યોહો ટોપલ્યો બોઅલ્યો?
કાય તુમહે ડોળા આંદળા હેય તેન તુમહાન નાંય દેખાય? કાય તુમહે કાન બોઅર્યા હેય તેન તુમા નાંય વોનાત? એને તુમહાન યાદ નાંય રિયા?
બાકી યો વાતો માયે યાહાટી તુમહાન આખી દેન્યો, કા જોવે તો સમય યેય, તોવે તુમહાન યાદ યેય, કા માયે તુમહાન પેલ્લા આખી દેનલા આતા. જોવે તુમા શુરવાતમાય મા શિષ્ય બોન્યા, તોવે તુમહાન યાહાટી નાંય આખ્યાં કાહાકા આંય તુમહેઆરે આતો.”
યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો.
મોનામાય ખારાબ વિચાર કોઅના, દારવા પિઅના, એને વ્યબિચાર કોઅના એને ચ્યે યાહા હારકે બીજે આજુબી ખારાબ કામે કોઅતેહે. આંય તુમહાન ચેતાવણી દેતહાવ જેહેકેન માયે પેલ્લા બી તુમહાન ચેતાવણી દેનલી આતી, કા જ્યે માઅહે ઓહડે કામે કોઅતેહે ચ્ચે પોરમેહેરા રાજ્યા વારસદાર નાંય ઓરી.
તુમહાન ખોબાર હેય કા જેહેકેન આબહો પાહહાન હોમજાડેહે, તેહેકેન આમહાયબી તુમા બોદહાલ હિકાડતા, દિલાસો દેતા એને હોમજાડતા આતા.
જોવે આમા તુમહે ઈહીં રોજે તોવે આમહાય પેલ્લાજ તુમહાન આખી રીઅલા આતા, કા આમહાન દુઃખ વેઠાં પોડી, એને તેહેકેન બોન્યા બી, એને ચ્યા તુમહાન ખોબાર હેય.
એને ચ્યાલ કાય રોકહે, તી તુમહાન ખોબાર હેય બાકી પોરમેહેરે નોક્કી કોઅલે સમયે યેઅરી તો આજુ નિંગ્યહો નાંય.
આમા જોવે તુમહેઆરે રોજે તોવે આમહાય તુમહાન નિયમ દેનેલ કા, જો કાદો કામ કોઅરા મોનાઈ કોઅહે ચ્યાલ ખાઅનાબી નાંય દાં જોજે.
યાહાટી આંય યે વાતહેલ આમી લોખના કામ કોઅય રિયહો, એટલે મા મોઅના પાછે તુમા હર વેળાયે યાહાન યાદ રાખી હોકે.