5 ઈ પોરમેહેરા હાચ્ચાં ન્યાયા નિશાણી હેય, કા તુમા પોરમેહેરા રાજ્યાહાટી લાયકે બોના, જ્યાહાટી તુમા ઈ દુઃખ વેઠી રીયહા.
બાકી જીં કાદાં યા લાયકે ઓરી કા ચ્યા યુગા એને મોઅલા માઅને પાછા જીવતા ઓઅના મેળવી, ચ્યે નાંય વોરાડ કોઅરી.
યાહાટી હાચવીન રોજા, એને ઓઅનારી ઘટનાપાઅને બોચાંહાટી બોજ પ્રાર્થના કોઅતા રોજા, એને આંય માઅહા પોહા હોમ્મે ઉબો રા હાટી પોરમેહેરા પાયરે ગોતી માગા.”
તોવે પાઉલ એને બારનાબાસે બિક વોગાર આખ્યાં, “જરુરી આતા, કા પોરમેહેરા વચન પેલ્લા તુમહાન આખલા આતા, બાકી જોવે તુમહાય નાકાર કોઇ દેના, એને પોતાલ અનંતજીવના લાયકે નાંય ઠોરાવે, તો આમી, આમા ગેર યહૂદી લોકહાપાંય જાતહા.
એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.
બાકી તો પોતા કોઠાણ મોના એને પાપ કોઅના બંદ નાંય કોઅના લેદે, ચ્યે દિહી પોરમેહેર ચ્યા ગુસ્સો દેખાડી, ચ્યામાય પોરમેહેરા ન્યાયામાય આજુ વોદારી ડૉડ દેઅરી.
એને જો પોરમેહેરા પોહેં હેય, તે વારીસ બી હેય, બાકી પોરમેહેરા વારીસ એને ખ્રિસ્તાઆરે વારીસ હેય, એને જો આપા ખ્રિસ્તાઆરે દુ:ખ ઉઠાવજેહે, તોવે ચ્યાઆરે મહિમા બી ભાગી બોનહું.
યાહાટી આંય પ્રભુ ઈસુ સેવા કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ, તુમહાન વિનાંતી કોઅહુ કા, પોરમેહેરાય તુમહાન જ્યેં રીતેકોય જીવન જીવાહાટી નિવડી લેદે, ચ્યે રીતેકોય જીવન જીવા.
એને તુમા વિરુદ કોઅનારાથી વાયબી દાક નાંય રાખે, તુમહે ઈંમાત ઈ ચ્યાહાહાટી નાશ ઓઅના નિશાણી હેય બાકી તુમહેહાટી તારણા, એને ઈ પોરમેહેરા ઇહિને હેય.
એને પોરમેહેર આબહાલ ધન્યવાદ દેતે રા, કાહાકા ચ્યાય તુમહાન યે લાયકે બોનાવ્યાં કા તુમા હોરગા રાજ્યમાય રોનારા પવિત્ર લોકહાઆરે વારસા સહભાગી બોને.
યાહાટી ઓ બાહાહાય, તુમહાય તેહેકેન સતાવણી સહન કોઅયી જેહેકેન પોરમેહેરાવોય બોરહો કોઅનાર્યે મંડળી વિસ્વાસ્યાહાય સહન કોઅયા જ્યો યહૂદીયા વિસ્તારમાય ઈસુ ખ્રિસ્તામાય હેય, કાહાકા તુમહાય બી તુમહે લોકહાપાઅને તેહેકેન દુઃખ વેઠયાં, જેહેકેન ચ્યાહાય યહૂદીયાહાપાઅને વેઠયાહા.
યાહાટી તુમહેહાટી આમા સાદા પ્રાર્થના કોઅજેહે કા આપહે પોરમેહેર તુમહાન તી કામ કોઅના લાયકે બોનાવે, જીં કામ કોઅરાહાટી તુમહાન હાદલા હેય, એને તુમહે બોદી હારી ઇચ્છા એને બોરહાકોય કોઅલે બોદે કામે ચ્યા સામર્થ્યાકોય પુરાં કોઅય દેય.
જોવે આપા ચ્યાહાટી દુઃખ સહન કોઅતેહે, તે ચ્યાઆરે રાજા હારકા રાજ્યબી કોઅહુ. જોવે આપા ચ્યાલ નાકાર કોઅજેહે, તે તોબી આપહાન નાકાર કોઅરી.
“ઓ પ્રભુ, બોદા લોક તુલ બિઅતાહા, એને ચ્યે બોદે તો નાંવા સન્માન કોઅતેહે, કાહાકા તુંજ પવિત્ર પોરમેહેર હેય, બોદી જાતી લોક તો પાહાય યેતહે, એને ચ્યે ભક્તિ કોઅતેહે, કાહાકા તો ધાર્મિક કામે બોદહાન હારેકોય ખોબાર હેય.”
પાછો આંય વેદ્યેવોયને કાદાલતેરુ બોલતા વોનાયો, “ઓ, સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર, જેહેકેન તું લોકહાન ડૉડ દેતહો તો હાચ્ચો એને યોગ્ય હેય.”
કાહાકા ચ્યા બોદા નિર્ણય બરાબર એને હાચ્ચાં હેતા, ચ્યાય વેશ્યા ન્યાય કોઅયો કાહાકા ચ્યેય દુનિયા લોકહાન પાપ કોઅરાહાટી ઉસરાવલા હેય, પોરમેહેરાય ચ્યેલ ડૉડ દેનલો હેય, કાહાકા પોરમેહેરા સેવક વેશ્યાથી માઆઇ ટાકલા ગીઅલા આતા.”
બાકી સારદીસ શેહેરામાય કોલહાક વોછા લોક હેય, જ્યાહા જીવન પાપાકોય અશુદ્ધ નાંય ઓઅલા હેય, ચ્યે ઉજળેં ડોગલેં પોવીન મા આરે ફિરી, કાહાકા ચ્યે લાયકે હેતેં.