2 આમહે પોરમેહેર આબો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહાવોય સદા મોયા કોએ એને તુમહાન શાંતી દેય.
ઈ પત્ર રોમ શેહેરામાય રોનારા બોદા વિસ્વાસી લોકહાહાટી લોખતાહાવ, જ્યાહાવોય પોરમેહેર પ્રેમ કોઅહે, એને પોરમેહેરા પવિત્ર લોક બોનાહાટી પોસંદ કોઅલા હેય, આમહે પોરમેહેર આબહો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મિળતી રોય.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા આમહે પોરમેહેર આબો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહાન સદા મોયા એને શાંતી દેય.
પોરમેહેર તુમહાન છેલ્લે લોગુ બોરહામાય મજબુત બી કોઅરી, કા તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યેઅના સમયમાય દોષ વગર ઠોરા.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.