1 પાઉલ એને સિલવાનુસ એને તિમોથી આમા ઈ પત્ર થેસ્સાલોનિક મંડળીલ લોખજેહે, જો આમહે પોરમેહેર આબા એને પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય હેય.
તોવે યેરૂસાલેમ શેહેરામાય પ્રેષિત એને વડીલાહાય બોદી મંડળીઆરે આપહે માઅને કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા, ચ્યાહાય યહૂદા, જો બારનાબાસ આખવામાય યેહે, એને સિલાસાલ નિવડયા, યા બેની વિસ્વાસ્યાહામાય બોજ માનાપાના આતા. ચ્યાહાન પાઉલ એને બારનાબાસાઆરે અન્તાકિયા શેહેરમાય દોવાડી દેના.
પાછા પાઉલ એને સિલાસ દિરબે એને લુસ્ત્રા શેહેરામાયબી ગીયા, એને ચ્યા તિમોથી નાંવા યોક શિષ્ય આતો, ચ્યા આયહો યહૂદી વિસ્વાસી આતી, બાકી ચ્યા આબહો ગેર યહૂદી યુનાન દેશા રોનારો આતો.
પાછે પાઉલ એને સિલાસ અમ્પિપુલીસ શેહેર એને અપ્પુલોનિયા શેહેરમાઅને થેસ્સાલોનિકા શેહેરામાય યેના, જાં યહૂદીયાહા યોક સોબાયે ઠિકાણ આતા.
કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્ત, જ્યા પ્રચાર સિલવાનુસ, તિમોથીયુસ એને માયે તુમહે વોચ્ચે કોઅયો, તો પ્રચાર કોદહી “હાં” કા કોદહી “નાંય” બાકી પોરમેહેરામાય કાયામ હાંજ રિયહો.