2 પિતરનો પત્ર 3:7 - ગામીત નોવો કરાર7 બાકી પોરમેહેર ચ્યે આગનાયેથી આકાશ એને દોરત્યેલ જીં આમી હાલમાય હેય, સુરક્ષિત કોઅય રિયહો, એટલે આગડાથી ચ્યાહા નાશ કોઅય દેય. તો ચ્યાહાન ચ્યા દિહા હાટી રાખી રિયહો, જોવે તો ન્યાય કોઅરી એને ચ્યા લોકહાન નાશ કોઅય દેઅરી જ્યેં ચ્યા આગના પાલન નાંય કોએત. Faic an caibideil |
બાકી ખ્રિસ્ત નોક્કીજ પાછો યેઅરી, તો અચાનકુજ પાછો યેય જાઅરી, જેહેકેન કાદો બાંડ રાતી અચાનકુજ યેય જાહાય, ચ્યે સમયે આકાશામાય મોઠો ગાજના આવાજ ઓઅરી, એને આકાશ જાતા રોઅરી, આકાશામાઅને બોદાંજ, એટલે દિહી, ચાંદ એને ચાંદાલેં પુરેરીતે આગડાથી નાશ ઓઅય જાઅરી. ચ્યે દિહી પોરમેહેર ચ્યા બોદા કામહાલ પ્રગટ કોઅય દેઅરી જ્યેં લોકહાય દોરતીવોય કોઅયેહે, એટલે ચ્યાહા ન્યાય કોઅય હોકે.
યા ઈસરાયેલ લોક એને હોરગા દૂતહા હારકા, ચ્યા લોકહાનબી યાદ રાખા, જ્યા સદોમ એને ગમોરા એને ચ્યા આહી-પાહી શેહેરાહામાય રોતા આતા, કા ચ્યાહાઆરે કાય જાયલા આતા. ચ્યા લોક વ્યબિચારી ઓઅય ગીઅલા આતા એને બિજા લોકહાઆરે વ્યબિચાર કોઅના પોસંદ કોઅતા આતા, યાહાટી પોરમેહેરે ચ્યાહાન આગડાથી નાશ કોઅય દેના. ચ્યાહાઆરે જીં જાયા તી જુઠા માસ્તારાહાહાટી યોક ચેતાવણી બોની ગીયહા, કા ચ્યાહાનબી કાયામના નરકા કોળ્યે ડોંડ દેનલો જાઅરી.
તી જંગલી જોનાવર જ્યાલ તુયે આમી દેખ્યા, યોક સમય જીવતા આતા, બાકી આમી જીવતા નાંય હેય, તી બોજ ઉંડા ખાડામાઅને નિંગી એને પોરમેહેર ચ્યાલ પુરીરીતે નાશ કોઅય દી. દોરત્યેવોય રોનારા બોજ લોક જ્યાહા નાંવ પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય નાંય લોખ્યે ચ્યે બોદે નોવાય પામી જાય જોવે ચ્યે યા જંગલી જોનાવરાલ દેખી. યોક સમય તી જીવતા આતા, આમી તી જીવતા નાંય હેય, બાકી તી પાછા ફિરી યી.