Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓને 7:5 - ગામીત નોવો કરાર

5 કાહાકા જોવે આમા મોકોદુનિયા વિસ્તારામાય યેના, તોવેબી આમે શરીરાલ આરામ નાંય મિળ્યો, બાકી આમા ચારી ચોમખીને મુશ્કીલ્યો વેઠતા આતા, આમહે ચારીચોમખી જગડા કોઅતા આતા, એને આમહે રુદયામાય બિક આતી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓને 7:5
23 Iomraidhean Croise  

જોવે દામાલ બોંદ ઓઈ ગીયો તે પાઉલે શિષ્યાહાન હાદિન ચ્યાહાન ઈંમાત દેની એને ચ્યાહા ઇહિને રજા લેયને મોકોદુનિયા વિસ્તારા એછે ચાલ પોડયો.


કાહાકા મોકોદુનિયા વિસ્તારા એને આખાયા વિસ્તારા લોકહાય એહેકેન ફેસલો કોઅયો કા યેરૂસાલેમ શેહેરા પવિત્ર લોકહામાઅને ગરીબ લોકહાહાટી પોયહા ઉગરાણી કોઇન દોવાડે.


ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન ઈ વાત નોક્કી હેય કા આંય તુમહે લીદે ખુશ હેય કાહાકા તુમા આમહે પ્રભુ ઈસુ ખિસ્તાવોય બોરહો કોઅતેહે, તેહેકેનુજ ઈ બી નોક્કી હેય કા માન દિનેરોજ માઆય ટાકના ખોતરો હેય.


આંય મોકોદુનિયા વિસ્તારમાય જાહીં, તાઅને પાછો ફિરીન તુમહાન મિળાહાટી યીહીં.


તેરુંબી મા મોનાલ શાંતી નાંય મિળી, કાહાકા માયે મા આર્યો વિસ્વાસી બાહા તીતુસાલ તુમહેપાઅને હારી ખોબાર લેય યેતો માન નાંય મિળ્યો, યાહાટી ત્રોઆસ શેહેરા વિસ્વાસ્યાહાથી છુટો પોડીન આંય તીતુસાલ હોદાહાટી મોકોદુનિયા વિસ્તારામાય પાછો યેનો.


માયે તુમહાન યે વાતેહાટી ઈ પત્ર લોખ્યાં, કા કાય એહેકેન નાંય ઓએ, કા મા યેઅનાથી, જ્યાહાથી માન આનંદ મિળાં જોજે, આંય ચ્યાહાથી દુઃખી ઓઉં. કાહાકા માન તુમા બોદહાવોય યે વાતે ખાત્રી હેય, કા જો મા આનંદ હેય, તોજ તુમહે બોદહાબી હેય.


માયે તી પત્ર યાહાટીબી લોખલાં આતાં, કાહાકા આંય ઈ પારખા માગતો આતો કા તુમા મા નિયમાહા પાલન કોઅહા કા નાંય.


આંય તુમહેકોય નિરાશ હેતાંવ, એહેકેન નાંય બોને, કા જીં મેઅનાત માયે તુમહેહાટી કોઅલી હેય તી નોકામી ઠોરે.


યાહાટી જોવે માન નાંય રોવાયાં, તોવે માયે તિમોથીલ તુમહે બોરહા બારામાય ખોબાર લાંહાટી દોવાડયો, કા એહેકેન નાંય ઓએ, કા પરીક્ષા કોઅનારો સૈતાનાય તુમહે પરીક્ષા કોઅયી ઓરી, એને આમહે મેહનાત ઓમથીજ ઓઅય જાય.


Lean sinn:

Sanasan


Sanasan