2 આમહાન પોતાના પુરા રુદયાથી પ્રેમ કોઆ, આમહાય નાંય કાદા આરે ખોટાં કોઅયાહાં, નાંય કાદા બગાડયાહા, એને નાંય કાદાલ છેતર્યાહા.
એને જાં તુમહાન લોક નાંય હાદેત એને તુમહે નાંય હાંબળેત, તાંઅરે નિંગી જાયા, એને ચ્યાહાન નિશાણી દાંહાટી, તુમહે પાગહા આરેને ઉદળાં તાંજ ખેખરી ટાકજા, ચ્યાહાન ઈ ચેતાવણી દાંહાટી કા પોરમેહેરા એહેરે મિળનારી સજા ચ્યા પોતેજ જાબાવદાર હેય.”
“જો કાદોબી મા લીદે એહેકેન યોકા પોહાલ દોયા દેખાડેહે, તો હાચ્ચાંજ મા માની લેહે, જો કાદો મા માની લેહે, તો હાચ્ચાંજ પોરમેહેરાબી માની લેહે જ્યાંય માન દોવાડયોહો.”
જોવે તુમા યોક શેહેરામાય જાહા, એને લોક તુમહે સ્વાગત કોઅઇ, તોવે જીં કાય દેય તીં ખાજા.
માયે કાદા હોના ચાંદી, કા ડોગલાં લાલચ નાંય કોઅયા.
કાહાકા ઓહડા લોક આપહે પ્રભુ ખ્રિસ્તા નાંય, બાકી પોતાના શારીરિક જરૂરતહાટી સેવા કોઅતેહે, એને ચોપડયો-ચોપડયો વાતો કોઇન બોળાબોક્ષા લોકહાન ભરમાવી દેતહેં.
કાહાકા આમા યોક વાતે વખાણ કોઅજેહે, કા આમહે અંતકરણ આમહાન બોરહો દેહે, કા આમહાય માઅહા આરે એને વિશેષ કોઇન તુમહે લોકહાઆરે આમહે વેવહાર પોરમેહેરાથી પવિત્ર એને હાચ્ચાયે નુસાર આતો, જો લોકહા જ્ઞાનાનુસાર નાંય બાકી પોરમેહેરા સદા મોયા હાતે આતો.
આંય પાછો આખતાહાવ, કાદો માન મૂર્ખ નાંય હોમજે બાકી જો તુમહાય માન એહેકેન માનીજ લેદહા તે માન મૂર્ખા હારકા માની લા. યાથી માન બી વાહવા કોઅના મોકો મિળી જાય.
એને જોવે તુમહેઆરે આતો, એને માન પોયહા જરુર પોડી, તે આંય તુમહેમાઅને કાદાવોય વોજો નાંય બોન્યો, કાહાકા વિસ્વાસી બાહાહાય, મોકોદુનિયા વિસ્તારામાઅને યેયન મા જરુરાત પુરી કોઅયી, એને માયે બોદયે વાતમાય પોતે પોતાલ તુમહાવોય વોજો બોનનાથી રોક્યો, એને રોકી રોહીં.
બાકી આમહાય લાજવાના એને દોબલા કામહાલ છોડી દેનહા, એને નાંય તે આમહે સ્વભાવામાય કોય જાત્યે ચાલાકી હેય એને નાંય આમા પોરમેહેરા વચનાલ મિલાવટ કોઇન પ્રચાર કોઅજે. બાકી આમા પોરમેહેરા હામ્મે કેવળ હાચ્ચાઇ દેખાડજેહે એને હર કાદો સાક્ષી દેય હોકહે કા ઈ હાચ્ચાં હેય.
યાહાટી તુમા પ્રભુમાંય ચ્યાલ ખુશીકોય આવકાર કોઅજા એને ચ્યા હારકા લોકહા આદર કોઆ.
અરિસ્તર્ખુસ મા આરે કૈદી હેય, એને માર્ક જો બારનાબાસા બાહા લાગહે, સલામ આખહે, આંય જાંઅતાહાંવ કા તુમહાન પેલ્લાજ માર્કા બારામાય આખ્યાહા, કા તો જોવે તુમહેપાય યેય તે ચ્યા હારેકોય આવકાર કોઅજા.
તુમા પોતે સાક્ષી હેય, એને પોરમેહેર બી સાક્ષી હેય, કા તુમા બોદા વિસ્વાસ્યાહા આરે આમહે સ્વભાવ કોલો હાચ્ચો, ન્યાયી એને દોષવોગાર્યો હેય.
આંય ઉનેસિમુસાલ બોજ પ્રેમ કોઅતાહાંવ, તેરુંબી આંય તોપાય પાછો દોવાડી રિઅલો હેય.
યાહાટી જો તું માન આપહે મોદાત્યો હોમાજતહો જોવે ઉનેસિમુસ તોપાય પાછો યેય તે ચ્યાલ એહેકેન આવકાર કોઅજે જેહેકેન તું માન આવકાર કોઅહે.
જોવે કાદો તુમહેપાય યેય, એને ચ્ચે કાય ઓહડા હિકાડે જીં ખ્રિસ્તા હિકાડનાથી આલાગ હેય, તે ચ્ચાલ ગોઅમે યા દા એને નાંય ચ્ચાલ સલામ કોઅના.