8 આમા ચારે બાજુથી દુ:ખ તે બોગાવજેહે, બાકી કોદહી આર નાંય માનજે, ગાબરાજેહે તે નોક્કી, નિરાશ નાંય ઓઅજે.
“આંય તુમહાન અનાથ નાંય છોડહી, આંય તુમહેપાય પાછો યેતહાવ.
પાપ કોઅના ઇચ્છા આપા બોદહામાય યેહે, બાકી પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય, તો તુમહાન ઓહડી પરીક્ષામાય નાંય પોડા દી, જીં તુમહે સહન કોઅના કોઅતા વોદારી હેય, બાકી તો તુમહાન શક્તિ દી જેથી તુમા પાપ કોઅનાથી બોચાંહાટી બળવાન બોને.
યા લીદે આંય ખ્રિસ્તાહાટી ક્મજોર્યો, એને નિંદાયેહેમાય, એને ગરીબાયેમાય, એને અત્યાચારમાય, એને સંકટામાય, આનંદિત હેતાંવ, કાહાકા જોવે આંય નોબળો ઓઅહું, તોવેજ આંય ખ્રિસ્તા સામર્થમાય બળવાન હેતાંવ.
આમા પોતાના પ્રેમાલ તુમહેહાટી વોછો નાંય કોઅજે, બાકી તુમા તુમહે પ્રેમાલ આમહેહાટી વોછો કોઅય રીયહા.
બાકી બોદયે રીત્યેથી, આમા દેખાડજેહે કા આમા પોરમેહેરા સેવાક હેજે, ધીરજથી આમા મુશ્કેલી, આબદા, એને દુઃખ સહન કોઅજેહે.
કાહાકા જોવે આમા મોકોદુનિયા વિસ્તારામાય યેના, તોવેબી આમે શરીરાલ આરામ નાંય મિળ્યો, બાકી આમા ચારી ચોમખીને મુશ્કીલ્યો વેઠતા આતા, આમહે ચારીચોમખી જગડા કોઅતા આતા, એને આમહે રુદયામાય બિક આતી.
મા ઇચ્છા હેય કા આંય આમી તુમહેઆરે રાવ, જેથી આંય તુમહેઆરે નમ્ર રીતે વાત કોઅય હોકુ, કાહાકા આંય તુમહે બારામાય ચિંતામાય હેય.