5 કાહાકા આમા પોતાના નાંય, બાકી ખ્રિસ્ત ઈસુ પ્રચાર કોઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પ્રભુ હેય, એને આમા ઈસુ લીદે તુમહે ચાકાર હેજે.
તુમા ગુરુજી નાંય આખાડના, કાહાકા તુમહે યોકુજ ગુરુ હેય: એને તુમા બોદા બાહા બોઅહી રોકા હેતા.
“આંય તે પાઆયાકોય તુમહાન પાપ કોઅના બંદ કોઅરાહાટી બાપતિસ્મા દેતહાવ, બાકી જો મા પાછે યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય: આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તે તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દી.
જીં માઅહું પોતા કોઇન આખહે, તો પોતા વાહાવા કોઆડેહે, બાકી જીં માઅહું ચ્યાલ દોવાડનારા વાહવા કોઅહે તોજ ઈમાનદાર હેય એને ચ્યામાય કાય લુચ્ચાઈ નાંય હેય.
તુમા ચ્યા સંદેશાલ જાંઅતેહે, પોરમેહેરાય આમહાન એટલે ઈસરાયેલી લોકહાન દોવાડયો, ચ્યાય શાંતી બારામાય હારી ખોબાર આખી, જીં લોકહાન ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅવાથી મિળી હોકહે, તો બોદહા પોરમેહેર હેય.
યાહાટી, ઈસરાયેલા બોદાજ લોકહાન યે વાતહેબારામાય ખાત્રી ઓઈ જાય કા, પોરમેહેર ચ્યાજ ઈસુવાલ, જ્યાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવ્યેલ પ્રભુ એને ખ્રિસ્તબી બેની ઠોરવ્યો.”
ચ્યાલુજ પોરમેહેરે પ્રભુ એને તારણારો ઠોરવ્યો, ચ્યા જમણા આથાકોય ઉચો કોઅયો, કા ઈસરાયેલા લોક ચ્યાહા ખારાબ વિચાર એને વાટી વોયને પોરમેહેરાએછે ફિરે, એને ચ્યાકોય ચ્યાહા પાપહા માફી મિળવે.
બાકી આમા પ્રચાર કોઅજેહે કા ખ્રિસ્ત આપહાન આપહે પાપાહાથી છોડવાહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો જ્યા યહૂદી લોકહા બોરહામાય રુકાવાટ હેય એને ગેર યહૂદી લોકહાહાટી મૂર્ખતા હેય.
જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.
યાહાટી મા ઇચ્છા હેય તુમા હોમજાં, કા જીં કાદાં પોરમેહેરા આત્મા અગુવાઈકોય વાત કોઅહે, તો એહેકેન નાંય આખે કા ઈસુ સ્રાપિત હેય, નાંય કાદાં પવિત્ર આત્મા વોગર એહેકેન આખી હોકહે કા, “ઈસુ પ્રભુ હેય.”
પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો.
કાહાકા આંય મા મોનામાય ઈ ઠોસવીન તુમહે વોચમાય યેનેલ કા ઈસુ ખ્રિસ્તા બારામાય એને ચ્યા હુળીખાંબાવોય મોઅના સિવાય કોઅહિબી બીજી વાતહે બારામાય નાંય વાત કોઉ.
કાહાકા ઓઅય હોકે તુમહે દોહો ઓજાર હિકાડનારા ઓઅરી બાકી આંયજ તુમહે આબહા હારકો હેય, કાહાકા આંય પેલ્લો માઅહું હેય જો તુમહેપાય ખ્રિસ્તા હારી ખોબાર લેય યેનો એને ચ્યા લીદે તુમા ઈસુવોય બોરહો કોઅતેહે.
તેરુંબી આમહેહાટી કેવળ યોકુજ પોરમેહેર હેય, એટલે પોરમેહેર આબહો જ્યાપાયને બોદ્યો વસ્તુ બોનાવલ્યો ગીયો, એને આપા ચ્યાહાટી હેય, એને કેવળ યોકુજ પ્રભુ હેય એટલે ઈસુ ખ્રિસ્ત જ્યાકોય બોદ્યો વસ્તુ ઉત્પન્ન જાયો, એને જ્યાકોય આમહાન અનંતજીવન મિળલા હેય.
કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્ત, જ્યા પ્રચાર સિલવાનુસ, તિમોથીયુસ એને માયે તુમહે વોચ્ચે કોઅયો, તો પ્રચાર કોદહી “હાં” કા કોદહી “નાંય” બાકી પોરમેહેરામાય કાયામ હાંજ રિયહો.
યા મતલબ ઈ નાંય કા આમા તુમહે બોરહાવોય આમહે ઓદિકાર ચાલાડજે કાહાકા તુમા પોતાના બોરહામાય મજબુત ઉબલા હેતા. યાહાટી આમા તે તુમહેજ આનંદાહાટી તુમહેઆરે કામ કોઅનારા હેજે.
ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય તુમહે સુટકો કોઅલો હેય તે તુમહાન આમી મૂસા નિયમ પાળીન ચ્યાહા ગુલામ બોનના ગોરાજ નાંય હેય, બાકી યા સુટકાકોય શરીરા ઇચ્છા પુરી કોઅરાહાટી હારો મોકો મા દાહા, બાકી તુમહે સુટકા ઉપયોગ પ્રેમાકોય યોકબીજા સેવા કોઅરાહાટી કોઅયા.
ઈ હાચ્ચાં હેય કા કોલહાક લોક ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર જગડા એને માયેવોય ઓદરાય કોઅના લીદે કોઅતાહા, કોલહાક હારાં વિચારાકોય ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅતાહા.
એને પોરમેહેર આબા મહિમાહાટી બોદા લોક ઈ કબુલ કોએ કા ઈસુ ખ્રિસ્ત ઓજ પ્રભુ હેય.
યાહાટી, આંય પોરમેહેરા નિવાડલા લોકહા ફાયદાહાટી બોદા દુઃખ સહન કોઅતાહાંવ, જેથીચ્યેબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોએ, એને બોચાવલા જાય, એને ચ્યાહાન તી મહિમા મીળે, જીં સાદા બોની રોહે.
તું યા લોકહાન હિકાડાંહાટી પોરવાનગી નાંય દેઅના, કાહાકા ચ્યા લોક જ્યો વાતો નાંય હિકાડાં જોજે ચ્યો હિકાડતાહા, એને લોકહા બોરહાલ નુકસાન કોઅતાહા, ચ્યા એહેકેન યાહાટી કોઅતાહા કા ચ્યાહાન પોયહા મીળે.
યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.