Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓને 4:4 - ગામીત નોવો કરાર

4 યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓને 4:4
42 Iomraidhean Croise  

બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.


એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.


પોરમેહેરાલ કાદે દેખ્યહો નાંય, બાકી પોરમેહેરા યોકનેયોક પોહો ચ્યા પોરમેહેરા પાહાય રોહે, ચ્યેય ચ્યાલ પ્રગટ કોઅયા.


આમી યા દુનિયા લોકહા ન્યાય કોઅરાહાટી પોરમેહેરા સમય હેય, એને ઈસુકોય યા દુનિયા શાસક સૈતાના શક્તિ નાશ કોઇ દી.


તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “થોડીવાઆ તુમહે વોચમાય ઉજવાડો હેય, જાવ લોગુ ઉજવાડો તુમહેઆરે હેય તાંવ લોગુ ચાલ્યાજ કોઆ, એહેકેન નાંય બોને કા આંદારાં ઓઈ જાય, જીં માઅહું આંદારામાય ચાલહે, ચ્યાલ ખોબાર નાંય કા તો કેછ જાય રિયહો.


“ચ્યાય ચ્યાહા ડોળા આંદળા કોઇ દેના કા ચ્યા એઇ નાંય હોકે, એને ચ્યાહા દિમાક બંદ કોઇ દેના કા ચ્યા હોમજી નાંય હોકે, ને તો ચ્યા મા એછે ફિરી યેતે એને આંય ચ્યાહાન હારાં કોઇ દેતો.”


એને જીં માઅહું માન એઅહે, તો જ્યેં માન દોવાડયોહો ચ્યાલ એઅહે.


આમી માયેપાંય તુમહેઆરે વાત કોઅરા બોજ સમય નાંય હેય, કાહાકા યા દુનિયા શાસક સૈતાન યેય રોયહો, એને માયેવોય ચ્યા કાય ઓદિકાર નાંય.


જોવે આંય ચ્યાહામાય ચમત્કાર નાંય કોઅતો, જો બિજા કાદે નાંય કોઅયા, તોવે ચ્યે પાપી નાંય ગોણાતે, બાકી આમી ચ્યાહાય માન એને મા આબહાય જીં કાય કોઅયા તી દેખ્યા બી, તેરુંબી ચ્યાહાય આમહે આરે આડાઇ કોઅયી.


ન્યાયા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા પોરમેહેરાય પેલ્લાથી યા દુનિયા શાસક એટલે સૈતાનાલ દોષી ઠોરાવલો હેય.


તોવે ઈસુવે પાછા લોકહાન આખ્યાં, “આંય દુનિયા ઉજવાડો હેતાઉ, જીં માઅહું મા શિષ્ય બોની તો કાદે દિહી આંદારામાય નાંય ચાલી, બાકી ચ્યાલ તો ઉજવાડો મિળી જો અનંતજીવન દેહે.”


કા ચ્ચા અંધકાર માઅને ઉજવાડા એછે, એને સૈતાના ઓદિકારા ઇહિને પોરમેહેરાએછે ફિરે, એને પોતાના પાપહા પોરમેહેરા પાયને માફી મિળવે, એને ચ્ચા લોકહા હાતે યોક જાગો મિળવે જ્યા યાહાટી પવિત્ર કોઅલા ગીયહો કાહાકા માયેવોય બોરહો કોઅતાહા.


કા ખ્રિસ્તાલ દુ:ખ વેઠાં પોડી, એને તોજ બોદહાથી પેલ્લો મોઅલાહામાઅને જીવી ઉઠીન, યહૂદીયા એને ગેર યહૂદીયાહાન તારણા ઉજવાડા ઘોષણા કોઅરાહાટી કા ચ્ચા બોચી હોકતાહા, જીં કા ઉજવાડા હારકા હેય.”


બાકી આંય ઈ આખી રિયહો, કા જ્યો વસ્તુ લોક મુર્તિહીન બલિદાન ચોડાવતેહે, ચ્ચે પોરમેહેરાલ નાંય, બાકી બુતહાહાટી બલિદાન ચોડાવતેહે એને આંય નાંય વિચારુ, કા તુમા બુતહાહાટી ભાગી ઓએ.


કા સૈતાન આમહે કોઅહિબી પરિસ્થીતી ફાયદો નાંય ઉઠાવી હોકે, કાહાકા આમા હારેરીતે જાંઅજેહે કા ચ્યા યોજનાયો કાય હેય.


જોવે આંય ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી ત્રોઆસ શેહેરામાય યેનો, એને પ્રભુય માન હારી ખોબાર આખાહાટી યોક દોરવાજો ખોલી દેનો.


કાહાકા જો મૂસા નિયમાહાથી ઓહડી મહિમા આતી, જીં વોછા સમયાહાટી બોની રોયી, તે નોવા કરારામાય કોલહી વોદારે મહિમા ઓરી જીં કાયામમાટે બોની રોહે.


બાકી ચ્યા કોઠાણ મોના ઓઅયા, કાહાકા આજેલોગુ જુના કરારા નિયમ વાચત્યે સમયે ચ્યાહા રુદયાવોય તોજ પોડદો પોડી રોહે, બાકી કેવળ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાથીજ પોડદો ઓટાડલો જાહે.


બાકી જોવે આપા બોદા યોક આરહા હારકા પોરમેહેરા મહિમાયેલ ઓહડા મુયહાલ દર્શાવતેહે જ્યાહાવોય પોડદો નાંય પોડ્યહો, તે પોરમેહેર આમહાન વોદતી રોયલ્યે મહિમાયેમાય વોદારે ને વોદારે પોતાના હારકા બોનાડેહે, ઈ પ્રભુ કામ હેય, જીં પવિત્ર આત્મા હેય.


યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.


આમહે પાપા લીદે પોરમેહેર એને આબા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તાય પોતાલ આમે પાપહાહાટી બલિદાન કોઅય દેના જેથી આપા યા ચાલુ સમાયામાય દુનિયા લોકહા ખારાબ પ્રભાવાકોય બોચાવે.


એને તુમા દુનિયા લોકહા હારકે જીવન જીવતે આતેં, એટલે સૈતાના આગના પાલન કોઅતે આતેં, જો આકાશામાય ખારાબ આત્માહાવોય શાસન કોઅહે, એને આમી પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન ચ્યા તાબામાંય કોઅરાહાટી કોશિશ કોઅહે.


કાહાકા આપહે લોડાય દુનિયા માઅહા આરે નાંય, બાકી આમા પ્રધાના એને ઓદિકાર્યાહા વિરુદ એને અંધકાર શક્ત્યે આરે એને આત્મિક સંસારા સામર્થ્યા વિરુદ લોડી રીયહા.


ખ્રિસ્ત પોરમેહેરા રુપામાય આતો, તેરુંબી, ચ્યાય પોરમેહેરા હારકો ઓઅના દોઅય રાખ્યાં નાંય.


આપા પોરમેહેરાલ નાંય દેખી હોકજે, બાકી જોવે ચ્યા પોહો, ઈસુ ખ્રિસ્ત, યોક માઅહું બોનીન યેનો, તે ચ્યાય આપહાન હોમજાડ્યા કા પોરમેહેર કોહડો હેય, કાહાકા ખ્રિસ્ત બિલકુલ પોરમેહેરા હારકો હેય. પોરમેહેરાય જીં કાય બોનાવ્યાં ચ્યા પેલ્લા ખ્રિસ્ત હેય, એને બોદી બોનાવલી વસ્તુહુવોય ચ્યા ઓદિકાર હેય.


કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.


ઈ હાચ્ચાં શિક્ષણ આમહે અદભુત પોરમેહેરા મહિમા બારામાય હારી ખોબારેમાય સહમત ઓઅહે, જીં માન પ્રચાર કોઅરાહાટી જવાબદારી દેનલી હેય.


એને આપહે મહાન પોરમેહેર એને તારણારો ખ્રિસ્ત ઈસુ મહિમા પ્રગટ ઓઅના ખુશી આશા વાટ જોવજેહે.


પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો.


કાહાકા જ્યા લોક બોરહાલ નાકાર કોઅઇ દેતહા, ચ્યાહાન પાછા મોન બોદાલના સ્થીત્યેલોગુ નાંય લેય યેય હોકાય, ચ્યાહાય યોક વોખાત પોરમેહેરા હાચ્ચાયેલ જાંઅયા જીં પોરમેહેરા પાયને યેહે એને હોરગામાઅને વરદાન મેળવ્યાહાં એને ચ્યાહાન બીજહા હાતે મિળીન પવિત્ર આત્મા મિળ્યાં.


યાહાટી આમા ભવિષ્યવક્તાથી લોખલાં ગીઅલા પવિત્રશાસ્ત્રમાય આજુબી વોદારે મજબુત હેય, જો તુમા યા સંદેશાવોય દિયાન દાહા, તે તુમા યોક હારાં કામ કોઅહા, કાહાકા ઈ યોક દિવા હારકા હેય જીં આંદારામાય ઉજવાડો દેહે, જાવ લોગુ કા દિહી નાંય નિંગે એને ખ્રિસ્તા ઉજવાડો તુમહે રુદયામાય ચમકેહે, કા જ્યેં પરમાણે હાકાળ્યો ચાંદાલો દુનિયામાય ઉજવાડો લેય યેહે.


બાકી જો કાદો આપહે વિસ્વાસી બાહા આરે આડાઇ કોઅહોય, તો આંદારામાય જીવી એને ચાલી રિઅલો હેય, એને નાંય જાંએ, કા કેસ જાહાય, કાહાકા આંદારાય ચ્યાલ આંદળો બોનાડી દેનલો હેય.


તેરુંબી આંય તુમહાન જીં આગના લોખી રિઅલો હેય, તી નોવી હેય, તી નોવી યાહાટી કા યા હાચ્ચાઇ ખ્રિસ્તામાય દેખાયી એને તુમહેમાય બી દેખાય રિઅલી હેય, કાહાકા આંદારાં ઓટી રીઅલા હેય એને હાચ્ચાયે ઉજવાડો આમી ચોમકા લાગલો હેય.


આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.


Lean sinn:

Sanasan


Sanasan