2 તુમા પોતેજ યોક પત્રા હારકા હેય, જો બોદહા હામ્મે પોરમેહેરાહાટી આમહે કામહા ભલામણ કોઅહે, જીં આમહે રુદયાવોય લોખલાં હેય, એને કાદાબી ચ્યાલ વાચી હોકહે એને તુમહે વોચમાય આમહે હારાં કામહાલ વોળખી હોકહે.
પેલ્લા આંય તુમા બોદહાહાટી ઈસુ ખ્રિસ્તાકોય આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના બારામાય બોજ લોક વાત કોઅય રીઅલા હેય.
પોરમેહેરાય માન જીં વરદાન દેના ચ્ચાકોય માયે યોક ગોઆ પાયો બુદ્ધિવાળા મિસ્ત્ર્યા હારકો ટાક્યો, એને બિજા લોક ચ્યા પાયાવોય ગુઉ બાંદી રીઅલા હેય, બાકી બોદા લોકહાન હાચવીન રા જોજે, કા કેહેકેન બોનાવી રીઅલે હેય.
માયે તુમહેપાઅને પોયહા કાહાનાય લેદા? કાય માયે એહેકેન યાહાટી કોઅયા કાહાકા આંય તુમહાન પ્રેમ નાંય કોઅઉ? પોરમેહેર જાંઅહે કા આંય તુમહાન કોલહો પ્રેમ કોઅતાહાંવ.
આંય બોજ આનંદથી તુમહેહાટી પોતાના બોદાંજ કાય તુમહાન દેય દિહી ઓલે લોગુ કા પોતેજ પોતાનો જીવ દાંહાટી તિયાર હેતાંવ, આંય તુમહાન બોજ પ્રેમ કોઅતાહાંવ, બાકી માન ઓહડા લાગહે કા તુમા માન ઓછો પ્રેમ કોઅતાહા.
કાય આમા પાછે પોતાના વાહવા કોઅરા લાગ્યેં? કાય બિજા લોકહા હારકા આમા બી તુમહેથી કા તુમહેહાટી ભલામણા પત્રા જરુરી હેય?
આંય તુમહાન દોષી ઠોરવાહાટી ઈ નાંય આખું, કાહાકા આંય પેલ્લોજ આખી ચુકયોહો, કા આમા તુમહાન પુરા રુદયાથી પ્રેમ કોઅજેહે, એને પ્રેમ કોઅતા રોહુ, ભલે કાયબી ઓઅય જાય.
ઈ ઠીક હેય કા આંય તુમહે બોદહાહાટી એહેકેન વિચાર કોઉ, કાહાકા આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ એને યાહાટી કા જોવે આંય કૈદમાય હેય તે ખ્રિસ્તા હારી ખોબારે બોચાવ એને સાબિતી કોઇ રિઅલો હેતાંવ, ચ્યામાય તુમા બોદે મા આરે પોરમેહેરા સદા મોયામાય સહભાગી હેય.
તુમહે પાયને પ્રભુવા હારી ખોબાર કેવળ મોકોદુનિયા વિસ્તાર એને આખાયા દેશામાયજ નાંય ફેલાયા, બાકી બોદી જગ્યા જાં આમા જાજહે, લોક આમહે આરે પોરમેહેરાવોય તુમહે બોરહા બારામાય વાત કોઅતાહા, યાહાટી આમહાન બીજહાન તુમહે બોરહા બારામાય આખના ગોરાજ નાંય હેય.