8 યા લીદે આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા ચ્યાહાન દેખાડા કા તુમા આસલીમાય ચ્યાલ પ્રેમ કોઅતાહા.
યાહાટી ઈ હારાં હેય કા તુમા ચ્યા ગુના માફ કોઆ, એને ચ્યાલ દિલાસો દા, નાંય તે, કાય એહેકેન નાંય ઓએ, કા તો બોજ દુઃખી ઓઇન પોતાના બોરહાલ પુરેરીતે નાકારી દેય.
માયે તી પત્ર યાહાટીબી લોખલાં આતાં, કાહાકા આંય ઈ પારખા માગતો આતો કા તુમા મા નિયમાહા પાલન કોઅહા કા નાંય.
ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય તુમહે સુટકો કોઅલો હેય તે તુમહાન આમી મૂસા નિયમ પાળીન ચ્યાહા ગુલામ બોનના ગોરાજ નાંય હેય, બાકી યા સુટકાકોય શરીરા ઇચ્છા પુરી કોઅરાહાટી હારો મોકો મા દાહા, બાકી તુમહે સુટકા ઉપયોગ પ્રેમાકોય યોકબીજા સેવા કોઅરાહાટી કોઅયા.
યાહાટી જોવેબી આપહાન હારો તોક મીળે, તે આપા બોદા લોકહાહાટી હારાં કામ કોઅતા રોજે, ખાસ કોઇન વિસ્વાસી લોકહાઆરે.