2 કાહાકા આંય જો તુમહાન દુઃખ દેતહાવ, તે માન ખુશ કોઅનારો કાદો નાંય ઓરી, ફક્ત તુમાંજ, જ્યાહાલ માયે દુઃખી કોઅયા.
ઈ વાત વોનાઈન જુવાન્યો નિરાશ ઓઇન જાતો રિયો કાહાકા તો બોજ માલદાર આતો.
આનંદ કોઅનારાહા આરે આનંદ કોઆ, એને રોડનારાહા આરે રોડા.
એને જો આપહે શરીરા યોક અવયવ બિમાર હેય તે બોદા શરીર દુઃખી રોહે, એને જો આપહે શરીરા યોક અવયવા માન વોદહે તે બોદા અવયવા માન વોદહે.
જોવે કાદો નોબળો ઓઅહે, તે આંયબી નોબળાયે અનુભવ કોઅહુ, જોવે કાદો પાપમાય પોડે, તે મા મોન દુઃખી ઓઅય જાહાય.
માન યે વાતે અફસોસ નાંય આતો કા માયે તુમહાન તી પત્ર લોખ્યાં, ભલે ને યાય તુમહાન દુઃખી કોઅયા ઓરી, જેહેકેન માન પેલ્લીવાર દુઃખી ઓઅયો, કાહાકા માયે દેખ્યાં કા યાથી તુમહાન વોછા સોમયાહાટી દુઃખી કોઅય દેનહા.